• Gujarati News
  • Lifestyle
  • 7 Bridesmaids Including Finance, Doctor, Became Brides, Had 9 Aadhaar, 6 PAN Cards And 12 Water Cards, Still Out Of Police Custody

લૂંટેરી દુલ્હનનો આતંક:ફાઈનાન્સ, ડૉક્ટર, સહિત 7 વરરાજાની દુલ્હન બની, 9 આધાર, 6 પાનકાર્ડ અને 12 વોટર કાર્ડ હતા, હજી પણ પોલીસની પકડથી દૂર છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજય કાજલનો સાતમો શિકાર હતો

એક મહિલા સોશિયલ મીડિયા દ્વારા એક પછી એક પુરુષો સાથે મિત્રતા કરે છે. થોડા સમય સુધી ડેટ કરી તેમની સાથે લગ્ન કરી લે છે. મહિના સુધી પત્નીની જેમ રહે છે. ઘરના લોકોનો વિશ્વાસ જીતી લે છે. તે તેની ગેંગના સભ્યોને તેના સાસરિયામાં પરિવારના લોકો હોવાનું કહે છે. પછી તેમની મદદથી પતિને લૂંટિને ભાગી જાય છે આ લૂંટેરી દુલ્હને અત્યાર સુધી શેર બ્રોકર, ફાઈનાન્સ અને ડૉક્ટરોને પોતાની જાળમાં ફસાવ્યા છે.

કાજલે સ્માર્ટનેસથી ઘરના લોકોનું દિલ જીત્યું
ફરીદાબાદના બલ્લભગઢમાં રહેતા અજયની ડેટિંગ એપથી કાજલ સાથે મિત્રતા થઈ. થોડા મહિનાની વાતચીત પછી બંને દિલ્હીમાં મળ્યા. કાજલે કહ્યું કે, તેના ઘરવાળા દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં રહે છે. કાજલે મિત્રો સાથે અજયનો પરિચય પણ કરાવ્યો. અજય 11 લોકોને મળ્યો જેમને કાજલે તેના સંબંધીઓ બતાવ્યા હતા. અજય જણાવે છે કે, મને તેની સાથે પ્રેમ થઈ ગયો અને મેં લગ્ન માટે પ્રસ્તાવ પણ મૂક્યો. તે માની ગઈ. તેના પરિવારના લોકો પણ ખુશ હતા. અમે 7 ઓગસ્ટ 2020ના રોજ લગ્ન કરી લીધા. અજય જણાવે છે, હું ખુશ હતો અને ભગવાનો આભાર માનું છું. તેણે ક્યારેય કંઈ માગ્યું નથી. તે હંમેશાં પૈસા બચાવવાની વાત કરતી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ લગ્નની પહેલી વર્ષગાંઠના ચાર દિવસ પહેલા બધું બદલાઈ ગયું. અજય સાંજે ઘરે આવ્યો તો આખું ઘર ખાલી હતું અને કાજલ પણ ગાયબ હતી.

અજય કાજલનો સાતમો શિકાર હતો. કાજલ પરિવારના સભ્યોનું ખૂબ ધ્યાન રાખતી હતી, તેણે બધાનું દિલ જીતી લીધું હતું. અગાઉ કાજલે અજયને બુટિક ખોલવાની સલાહ આપી હતી. તેના માટે 20 લાખ રૂપિયાની જરૂર હતી. અજયે પોતાની બચતમાંથી 15 લાખ રૂપિયા કાજલને આપી દીધા. બીજા પૈસા માટે તેણે લોન લીધી. 20 નવેમ્બરે કાજલે સંજના બુટિક ખોલ્યું. પાંચ દિવસની અંદર જ કાજલે અજયને એક લાખ રૂપિયા લાવી આપ્યા અને કહ્યું કે બુટિક સારું ચાલી રહ્યું છે. અજય ઘણો ખુશ હતો.

વસ્તુઓ લૂંટતી વખતે પડોશીઓને કહ્યું કે તેઓ બીજી જગ્યાએ શિફ્ટ થઈ રહ્યા છે
અજય પોતાના કામ માટે દિલ્હીથી હરિયાણા જતો હતો. 11 ઓગસ્ટના રોજ અજયે બલ્લભગઢથી કાજલને કોલ કર્યો તો તેનો ફોન બંધ આવતો હતો. તેણે ફરીથી પ્રયાસ કર્યો, પરંતુ ફોન સ્વિચ ઓફ આવતો હતો. અજયને શંકા ગઈ અને તે દિલ્હી પહોંચી ગયો. તેનું આખું ઘર ખાલી હતું. ઘર અને બુટિકની બધી વસ્તુઓ ગાયબ હતી. કાજલે પાડોશીઓને કહ્યું હતું કે તેઓ ફરીદાબાદ શિફ્ટ થઈ રહ્યા છે. અજયને 45 લાખનો ચૂનો લાગી ગયો હતો. અજય જ્યારે પોલીસની પાસે ગયો ત્યારે તેની વાત પર કોઈ વિશ્વાસ નહોતું કરી રહ્યું. અજય સતત ત્યાં જતો જ્યાં કાજલના સંબંધીઓ મળતા હતા. બે અઠવાડિયા પછી તેણે કાજલની 'બેસ્ટફ્રેન્ડ' જોવા મળી. તેને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ અજયના કહેવા પર તેને બધી કહાની જણાવી. અજયે તેને પોલીસની ધમકી આપી તો તેને કાજલના અગાઉના પતિઓ સાથે પરિચય કરાવ્યો. અજય આવા 6 લોકોને મળ્યો જેમની સાથે કાજલે છેતરપિંડી કરી હતી. કેટલાક લોકોના લગ્ન થઈ ગયા છે તો કેટલાકના બાકી છે. કાજલની છેતરપિંડીના શિકાર નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ, ફરીદાબાદ અને દિલ્હીના રહેતા લોકો છે.

એક પતિ રાહ જોઈ રહ્યો હતો કે કાજલ પાછી આવશે
2010માં, 19 વર્ષની ઉંમરમાં કાજલના લગ્ન દિલ્હીની એક વ્યક્તિ સાથે થયા હતા. બે વર્ષ પછી તે રોકડ અને વસ્તુ લઈ મુંબઈ ભાગી ગઈ. 2014માં તેને અજય ગુપ્તા નામના વ્યક્તિ સાથે મુંબઈમાં બીજા લગ્ન કર્યા. અજય જણાવે છે કે- તેને મારી પાસેથી મદદ માગી તો મેં તેની મદદ કરી. ચાર મહિના પછી તેને મને પ્રપોઝ કર્યું અને અમારા લગ્ન થઈ ગયા. ઘરમાં હંમેશાં કેશ પડ્યા રહેતા. તે કબાટમાં રાખેલા 30 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગઈ. મેં તેને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે ક્યાં ન મળી. અજય ગુપ્તાએ ક્યારેય કેસ ન કર્યો કેમ કે તેને લાગતું હતું કે તે પાછી આવશે. આજે અજયના લગ્ન થઈ ગયા છે અને ત્રણ બાળકો પણ છે.

એક પતિનો ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી
કાજલની છેતરપિંડીનો શિકાર બનેલા 33 વર્ષના સ્ટોક બ્રોકરે કહ્યું- 'પછી મને અહેસાસ થયો કે છોકરી એક ગેંગ માટે કામ કરે છે, જેમાં 11 લોકો છે. તે બધાને તે પરિવારના સભ્યો જણાવતી હતી. તેણે મારી સાથે 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પછી તેણે ધમકી આપી કે તે મારી આપત્તિજનક તસવીરો અને વીડિયો વાઈરલ કરી દેશે. મારું નામ સમાજમાં ઘણું મોટું હતું, તેથી હું ચૂપ રહ્યો. પીડિત હવે ગુડગાંવમાં પોતાની પત્ની અને બાળકોની સાથે રહે છે.

મિત્રએ જણાવ્યું- તેને મારી સામે 6 પુરુષો સાથે લગ્ન કર્યા હતા
કાજલની બેસ્ટફ્રેન્ડ રહી ચૂકેલી અંજલીનું કહેવું છે કે- મેં આ વર્ષે મારા લગ્ન પછી કાજલ સાથેના સંબંધોનો અંત લાવી દીધો હતો. તેઓ 2018માં મિત્રો બન્યા હતા. તેનો ઈરાદો બીજાને છેતરવાનો હતો. તેણે શોપિંગ, સોશિયલ મીડિયા પર સમય પસાર કરવું, ફરવાનું અને વૈભવી જીવનશૈલીની આદત હતી. તે લોકો પાસેથી પૈસા ઉધાર લઈ પાછા નહોતી આપતી. તેને મારી સામે છ પુરુષો સાથે લગ્ન કર્યા છે અને બધાને છેતર્યા છે.

કાજલની પાસે 9 આધાર, 6 પાનકાર્ડ અને 12 વોટરકાર્ટ હતા
કાજલની પાસે 9 આધાર કાર્ડ, છ પાનકાર્ડ અને 12 વોટર આઈડી કાર્ડ મળ્યા. અજયે સોશિયલ મીડિયા પર શોધવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે સોનાલી સિંહ નામથી કાજલનું અકાઉન્ટ છે. એક વીડિયોમાં તે મુરાદાબાદના રિસોર્ટમાં જોવા મળે છે. અજયે ત્યાં ફોન કર્યો તો ખબર પડી કે તે નૈનીતાલ માટે રવાના થઈ ગઈ છે. અજય નૈનીતાલ પહોંચ્યો તો તે દહેરાદૂન માટે નીકળી ગઈ હતી. અજયે બધું પોલીસને જણાવ્યું. કાજલ આજે પણ પોલીસની પકડથી બહાર છે. પોલીસની ઘણી ટીમ તેની શોધ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...