મહિલાઓ માટે ભારતના પ્રથમ ફાઈનાન્સિયલ પ્લાનિંગ પ્લેટફોર્મ LXMEના સર્વે 2020 અનુસાર, 66 % સિંગલ વુમનનું કહેવું છે કે, તેઓ પોતાના ફાઈનાન્સિયલ નિર્ણયો જાતે નથી લેતી. 28 ટકા મહિલાઓ નાણાકીય સંબંધિત નિર્ણય લેવા માટે તેમના પિતા પર નિર્ભર છે. તેમજ 5 ટકા લોકોનું માનવું છે કે તેમના નિર્ણય માતાની ઇચ્છાથી લેવામાં આવે છે.
આ સર્વે 25થી 54 વર્ષની 1,250 મહિલાઓ પર કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, પુણે, જયપુર, કોલકાતા, ઈન્દોર અને હૈદરાબાદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અહીં તે મહિલાઓ સાથે વાત કરવામાં આવી જે સિંગલ છે અથવા લગ્ન બાદ પોતાના બાળકો સાથે રહે છે. લગ્ન બાદ સિંગલ રહેતી 69 ટકા મહિલાઓ પતિથી અલગ થયા બાદ તેમના આર્થિક નિર્ણય માટે પિતા પર નિર્ભર રહે છે. તેમની આ નિર્ભરતા તે સમય વધી જાય છે જ્યારે આ મહિલાઓની સાથે તેમના બાળકો પણ રહે છે.
LXMEના અનુસાર, 91 ટકા તે મહિલાઓ પણ છે જે મની મેટરની બાબતમાં પોતાના બાળકોને શીખવાડે છે અને 86 ટકા લોકોનું માનવું છે કે તેઓ પોતાના બાળકોને ગુડ મની હેબિટ્સ આપવાનું પસંદ કરે છે. લગભગ 10માંથી 9 મહિલાઓ તેમના બાળકોને પિગી બેંક આપી જેથી તેઓ પૈસાની બચત કરી શકે અને બચતનું મહત્ત્વ સમજી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.