• Gujarati News
  • Lifestyle
  • 61 Year Old Breast Cancer Survivor, Fatima, Says 'Mrs. Santa Claus', Sharing Happiness Among Children By Wearing A Dress Like PPE Kit On Christmas

કોરોના ટાઈમમાં ક્રિસમસ:61 વર્ષીય બ્રેસ્ટ કેન્સર સર્વાંઈવર ફાતિમાને બાળકો ‘મિસિઝ સેન્ટા ક્લોઝ’ કહે છે, PPE કિટ જેવો ડ્રેસ પહેરીને ખુશી વહેંચી રહ્યા છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ-પૂર્વ બ્રાઝીલમાં છેલ્લા 5 દશકાથી ગરીબો માટે કામ કરતા 61 વર્ષીય ફાતિમા સન્સન ક્રિસમસ પર મિસિઝ સેન્ટા ક્લોઝ બને છે. કોરોનાટાઈમમાં પણ તેમની આ ક્રિસમસ પૂર્વની પરંપરા જાળવી રાખવા PPE કિટ જેવો ડ્રેસ બનાવડાવ્યો અને બાળકોને મીઠાઈ તથા રમકડા આપીને ગળે ભેટ્યા. હાલમાં જ ફાતિમાએ બ્રેસ્ટ કેન્સરને હરાવ્યું છે.

બાળકોને કોરોના ઇન્ફેક્શનથી બચાવવા માટે ફાતિમાએ તેમના ચહેરા પર ફેસ શીલ્ડ પહેર્યું છે. તેઓ છેલ્લા 5 વર્ષથી આ ક્ષેત્રમાં ચેરિટેબલ કામ કરી રહ્યા છે. આ એરિયામાં કોરોના પ્રત્યે લોકોને જાગૃત કરવાનું કામ પણ કરી રહ્યા છે. એક બાળકે કહ્યું, મને મિસિઝ ક્લોઝને આ રીતે ગળે ભેટવું બહુ જ ગમે છે.

મહામારી દરમિયાન લોકોએ ક્રિસમસની તૈયારીઓ પણ શરુ દીધી છે. અહિ ઓછી આવકના લોકો પણ છે જેઓ મહામારીને લીધે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ચેરિટેબલ ઇવેન્ટમાં કામ કરતી એક મહિલા અને હાઉસ ક્લીનર વામિરા પરેરાએ કહ્યું કે, અમને આશા છે કે એકવાર ફરીથી સારા દિવસો આવશે. ત્યારે અમે બધા એકબીજાને પ્રેમથી ભેટી શકીશું, પરંતુ આ સ્થિતિમાં પણ ફાતિમાની બાળકોને પ્રેમ કરવાની રીત વખાણલાયક છે.

અન્ય સમાચારો પણ છે...