બિહારના પૂર્ણિયા રાજ્યમાં જીવિકા દીદી આ રક્ષાબંધન પર પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિને મલબેરી સિલ્કમાંથી રાખડી બનાવીને મોકલવાની તૈયારી કરી રહ્યા છે. અહીં સ્વ સહાયતા ગુર્પમાં જીવિકા દીદીનું નામ જાણીતું છે. જીવિકાએ જણાવ્યું, રાખડી બનાવવા માટે મલબેરી સિલ્કમાંથી કોકૂનમાંથી કાઢવામાં આવે છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધ માટે આ રાખડી પ્રેમથી બનાવવામાં આવે છે. અહીં કામ કરનારી મુન્ની અને મીરા દેવીએ કહ્યું, અમે આદર્શ જીવિકા મહિલા મલબેરી રેશમ ઉત્પાદક ગ્રુપના મેમ્બર છીએ. આ ગ્રુપ પૂર્ણિયા રાજ્યના આમરી ગામમાં મલબેરી સિલ્કનું પ્રોડક્શન વધારવા માટે કામ કરી રહ્યું છે. આ વિશે 23 ફેબ્રુઆરી, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પણ ઉલ્લેખ કર્યો હતો.
આ વર્ષે 50 હાજર રાખડીઓ બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે
મીરા અને મુન્ની દેવી ઉપરાંત રીના કુમારી, રુકમણી દેવી, સુકેશ્વરી દેવી અને અન્ય 60 મહિલાઓ પણ મલબેરી સિલ્કમાંથી રાખડી બનાવી રહી છે. આ મહિલાઓને આશા છે કે, રાખડી વેચીને સારો એવો નફો મળશે. ગયા વર્ષે આ મહિલાઓએ નાના પાયે શરુઆત કરી હતી, પરંતુ આ વખતે બધા સાથે મળીને 50 હજાર રાખડીઓ બનાવી રહ્યા છે. આ સુંદર રાખડીઓની કિંમત 15થી 50 રૂપિયા છે. એક રાખડી વેચીને તેમને 5થી 7 રૂપિયાનો ફાયદો થાય છે. પૂર્ણિયામાં આ પ્રકારના 27 હજાર સ્વ સહાયતા ગ્રુપ છે જે આશરે 3,50,000 મહિલાઓને રોજગાર આપે છે.
કોરોનાને લીધે ગયા વર્ષે કામ બંધ રહ્યું
આ ગ્રુપના મેનેજર રાજીવ રંજને કહ્યું, કોરોના મહામારીને લીધે ગયા વર્ષે અમે રાખડીઓ ગ્રાહકો સુધી પહોંચાડી ના શક્યા. આ વર્ષે દરેક ગ્રુપ મેમ્બરે ફ્રેશ આઈડિયા સાથે કામ કરવાનું શરુ કર્યું છે. અમને આશા છે કે સારો એવો નફો થશે અને અમારી બનાવેલી રાખડી ગ્રાહકોના દિલ જીતી લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.