તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • 6 Women Of Assam Together Made 100% Compostable Yoga Mats, Did This Work To Save The Local Beel Lake From Hyacinth

પહેલ:આસામની 6 મહિલાઓએ તળાવમાં ઊગતી નકામી વનસ્પતિમાંથી બાયોડિગ્રેડેબલ યોગા મેટ્સ બનાવી, ગામની મહિલાઓને ફ્રીમાં ટ્રેનિંગ આપે છે

19 દિવસ પહેલા
ફેબ્રુઆરી 2021થી યોગા મેટ્સ બનાવવાનું શરુ કર્યું
  • યોગા મેટ્સ બનાવવામાં કોઈ પણ આર્ટિફિશિયલ કલર કે કેમિકલનો ઉપયોગ કરતા નથી
  • આ મેટ્સની કિંમત 1200થી 1500 રૂપિયા છે

આસામમાં બીલ લેકને જલકુંભી એટલે કે તળાવમાં ઊગતી બિનજરૂરી વનસ્પતિથી બચવા માટે 6 મહિલાઓએ 100% બાયોડિગ્રેડેબલ યોગા મેટ્સ બનાવવાનું શરુ કર્યું. આ તળાવને નકામી વનસ્પતિથી બચાવવાનું કામ આની પહેલાં બીજા લોકો પણ કરી ચૂક્યા છે. આ કડીમાં 6 મહિલાઓએ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બાયોડિગ્રેડેબલ યોગા મેટ્સ બનાવી છે. ફેબ્રુઆરી 2021થી આ મહિલાઓએ યોગા મેટ્સને પોતાની કમાણીનું સાધન બનાવ્યું અને તેમણે સારી કમાણી પણ કરી. મિતાલી મેનુ દાસે કહ્યું કે, તળાવમાં હાજર નકામી વનસ્પતિને લીધે માછીમાર અને પ્રવાસી પક્ષીઓ પ્રભાવિત થતા હતા.

ઘાસમાંથી બનાવેલી બાયોડિગ્રેડેબલ યોગા મેટ્સ
ઘાસમાંથી બનાવેલી બાયોડિગ્રેડેબલ યોગા મેટ્સ

12 કિલો જલકુંભી સૂકાઈને 2થી 3 કિલો થઈ જાય છે
મિતાલી અને તેની સાથે અન્ય 5 મહિલાઓએ આ સમસ્યાનું સોલ્યુશન લાવવા માટે માછલી પકડવાની નેટમાંથી સસ્ટેનેબલ બેગ્સ બનાવી. એ પછી તેમણે યોગા મેટ્સ બનાવવાનું શરુ કર્યું. મિતાલીની ટીમ મેમ્બર રૂમી દાસે કહ્યું, આ મેટ્સથી તળાવની નકામી વનસ્પતિ કાઢીને તેને તડકામાં સૂકવવામાં આવે છે. 12 કિલો જલકુંભી સૂકાઈને 2થી 3 કિલો થઈ જાય છે. તેના તાંતણામાંથી દોરા બને છે અને તેમાંથી જ મેટ્સ તૈયાર થાય છે.

12 કિલો જલકુંભી સૂકાઈને 2થી 3 કિલો થઈ જાય છે
12 કિલો જલકુંભી સૂકાઈને 2થી 3 કિલો થઈ જાય છે
યોગા મેટ્સ કોઈ મશીન નહીં પણ હાથેથી બનાવે છે
યોગા મેટ્સ કોઈ મશીન નહીં પણ હાથેથી બનાવે છે

રૂમીએ કહ્યું, આ બનાવવામાં કોઈ પણ આર્ટિફિશિયલ કલર કે કેમિકલનો ઉપયોગ કરતા નથી. આ કલર નેચરલ ડાઈથી તૈયાર કરવામાં આવે છે તે દેખાવમાં સુંદર લાગે છે. આ યોગા મેટ્સની કિંમત 1200થી 1500 રૂપિયા છે. મિતાલીએ કહ્યું, અમે આ કામથી ગામની અન્ય મહિલાઓને પણ રોજગાર આપી રહ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે, આ કામમાં અમારી સાથે વધારે મહિલાઓ જોડાય. અમે દરેક મહિલાઓને યોગા મેટ્સની ફ્રી ટ્રેનિંગ આપીને સશક્ત બનાવવા ઇચ્છીએ છીએ.

6 મહિલાઓનો આઈડિયાએ અનેકને રોજગારી આપી
6 મહિલાઓનો આઈડિયાએ અનેકને રોજગારી આપી
અન્ય સમાચારો પણ છે...