સોશિયલ મીડિયા પર અત્યારે એક 53 વર્ષની દાદી પોતાની ફિટનેસના કારણે ચર્ચામાં છે. લંડનમાં રહેતી એન્ડ્રિયા સનશાઈન પોતાના વર્કઆઉટથી પુરુષોને પણ પાછળ છોડી દીધા છે. આ ઉંમરમાં પણ તેના 6 પેક એબ્સ છે.
સુપરહિટ દાદીના નામથી પ્રખ્યાત છે મોડલ
એન્ડ્રિયા સનશાઈન એક પ્રોફેશનલ બોડીબિલ્ડર અને બ્રાઝિલિયન ડચ મોડલ પણ છે. તેની ફિટનેસના કારણે તેનાથી અડધી ઉંમરના યુવકો પણ તેણે ડેટ પર લઈ જવા માટે પૂછે છે. તે સુપરફિટ દાદી નામથી ઘણી ફેમસ છે. એન્ડ્રિયાના અનુસાર, પુરુષોને સારી ફિટનેસવાળી મહિલાઓ પર ક્રશ હોય છે અને મારી ફિટનેસના કારણે 25થી 35 વર્ષના પુરુષ મને ડેટ માટે પૂછે છે.
દરરોજ 4 કલાક વર્કઆઉટથી બનાવી બોડી
રિપોર્ટ અનુસાર, પોતાના વર્કઆઉટ વિશે એન્ડ્રિયા જણાવે છે કે, તે દરરોજ 3 કલાક વર્કઆઉટ કરે છે પરંતુ ઘણી વખત તે 8 કલાક પણ વર્કઆઉટ કરી લે છે. તે વેટ ટ્રેનિંગ કરતાં પહેલા 1 કલાક કાર્ડિયો કરે છે, તેના પછી ભારે વજન ઉઠાવે છે.
મીઠું અને વધારે તેલવાળું ખાવાનું ટાળે છે
એન્ડ્રિયા હંમેશાં હેલ્ધી ડાયટ લે છે. તે દરરોજ પોતાની ડાયટમાં પ્રોટીનયુક્ત વસ્તુઓ ખાય છે. જેમાં મોટાભાગે બ્રોકલી અને લીલા શાકભાજી સામેલ હોય છે. પોતાની જાતને સ્લિમ રાખવા માટે તે ખાવાનું બનાવતી વખતે મીઠું અને તેલનો ઉપયોગ નથી કરતી. તે સિવાય તે સિગારેટને હાથ પણ નથી લગાવતી.
કોઈપણ ડ્રેસ પહેરું તેમાં હું સારી લાગું છું
એન્ડ્રિયા સનશાઈન જણાવે છે કે, હું ક્યારેક પણ ફોટો એડિટિંગ નથી કરતી કેમ કે હું લોકોને જણાવવા માગું છું કે સ્મોકિંગ વગર તમે કેટલા ફિટ રહી શકો છો. ફિટ રહેવાનો ફાયદો એ પણ છે મારે કોઈપણ ડ્રેસ પહેરતા પહેલા વિચારવું નથી પડતું, કેમ કે હું કોઈપણ ડ્રેસમાં ફિટ દેખાઉ છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.