દરેકની સ્કિનની જેમ વાળ અલગ-અલગ પ્રકારનાં હોય છે અને જરૂરત પણ અલગ-અલગ હોય છે. દરેક પ્રકારનાં વાળ માટે બ્યુટી એક્સપર્ટ શહનાઝ હુસૈન પાસેથી વાળની ચમક વધારવા માટે 6 હેર પેક વિશે જાણીએ.
ઘર પર ટ્રાય કરો આ 6 હેર પેક
ઓઈલી હેર અને રુક્ષ વાળ માટે અલગ-અલગ હેર પેક હોય છે, તેથી વાળ મુજબ ઘર પર જ હેર પેક બનાવીને લગાવો.
ડ્રાય હેર માટે હેર પેક
ડ્રાય હેર માટે પેક બનાવવા માટે એક ઈંડુ, એક મોટી ચમચી નારિયેળ તેલ, એક લીંબુનો રસ અને એક ચમચી શુદ્ધ ગ્લિસરીનને સારી રીતે મિક્સ કરીને વાળ પર લગાવો. પ્લાસ્ટિક શાવર કેપ પહેરી લો. એક કલાક બાદ વાળ ધોઈ લો.
વાળમાં ખોડો હોય તો
વાળમાં રહેલા ખોડાને દૂર કરવા માટે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી લો. આ બાદ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવો અને અડધો કલાક સુધી રાખો. મેથીનું પાણી છે તેનો વાળ ધોવા માટે ઉપયોગ કરો. મેથીના દાણા ઇન્ફેક્શન અને ખોડાથી બચાવે છે.
ઓઈલી હેર માટે હેર પેક
ઓઈલી અને ખોડો હોય તે વાળ માટે મહેંદી પાવડરમાં 4 ચમચી લીંબુનો રસ અને કોફી, 2 ઈંડા અને પૂરતા પ્રમાણમાં ચાનું પાણી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. ચા બનાવામાં ઉપયોગમાં લીધેલી ચાની ભુક્કીને ફરીથી પાણીમાં ઉકાળી લો. આ પાણીને ઠંડુ કરીને ગાળી લો, પછી મહેંદીની પેસ્ટમાં મિક્સ કરો. આ મહેંદીને વાળમાં લગાવો અને એક કલાક બાદ સાદા પાણીથી ધોઈ લો. જો તમે ઇંડાનો ઉપયોગ કરવા નથી માંગતા તો ચાનું પાણી વધુ મિક્સ કરો. હિના પેક ઓઈલી વાળની ચમક વધારે છે.
ડ્રાય અને રુક્ષ વાળ માટે
શુષ્ક વાળને પોષણ આપવા માટે, એક પાકેલા કેળામાં 2 ઇંડા અને એક લીંબુનો રસ ઉમેરો. આ પેસ્ટને માથા પર લગાવો. તેને 30 મિનિટ સુધી રહેવા દો અને પછી સાદા પાણીથી વાળ ધોઈ લો.
ઓઈલી હેર માટે
ઓઈલી હેર માટે 3 ચમચી શિકાકાઈ પાવડર લો, તેમાં મુલતાની માટી અથવા ચણાનો લોટ અને એક ઈંડું અથવા થોડું દહીં ઉમેરો. આ પેક વાળને સાફ કરે છે અને પોષણ આપે છે, વાળને સોફ્ટ બનાવે છે અને ચમક આપે છે. વાળમાં લગાવો અને 30 મિનિટ પછી ધોઈ લો.
શાઇની વાળ માટે
એલોવેરા જેલથી પણ વાળને મુલાયમ અને ચમકદાર બનાવી શકાય છે, 30 મિનિટ સુધી વાળમાં રાખીને વાળને ધોઈ લો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.