તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 59 FOOT Tapeworm Oozes Out Of A Thai Man's Rectum After He Went To The Doctor About Extreme Flatulence

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાઈલેન્ડ:વાછૂટની તકલીફ વધતા 67 વર્ષીય વૃદ્ધ હોસ્પિટલ ગયા, ડૉક્ટરે મળાશયમાંથી 59 ફૂટ લાંબું કરમિયું કાઢ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબાં કરમિયાંને લેબ ટેસ્ટમાં મોકલતા તેમાં 28 ઈંડાં હોવાની ખબર પડી
  • દર્દીને કાચું મીટ ખાવાની ચોખ્ખી ના પાડી

થાઈલેન્ડમાં 67 વર્ષીય વ્યક્તિ વધારે પડતી વાછૂટની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે ગઈ હતી. દર્દીની ફરિયાદ સાંભળીને તપાસ કરતા ખબર પડી કે તેમના મળાશયમાં 59 ફૂટ લાંબુ કરમિયું હતું. ઓપરેશન કરીને તેમના મળાશયમાંથી આટલું મોટું કરમિયું કાઢવામાં સફળતા પણ મળી પણ સાથે આશ્ચર્ય પણ થયું.

થાઈલેન્ડમાં નોંગ ખાઈ પ્રોવિન્સમાં રહેતા વૃદ્ધનો કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેઓ દુખાવો થતા સામાન્ય દવા લઇ લેતા હતા પણ હાલત બગડતા હોસ્પિટલના પગથિયા ચડ્યા હતા.

લાંબાં કરમિયાંમાં 28 ઈંડાં હતા
લાંબાં કરમિયાંમાં 28 ઈંડાં હતા

50 વર્ષે પહેલીવાર આવો કેસ જોયો
આટલા લાંબાં કરમિયાંને લેબ ટેસ્ટમાં મોકલતા તેમાં 28 ઈંડાં હોવાનું માલુમ પડ્યું. 20 માર્ચે દર્દીની ટ્રીટમેન્ટ થયા બાદ હાલ તે સ્વસ્થ છે. આ કેસ જોઇને ડૉક્ટરે કહ્યું, દેશની મેડિકલ હિસ્ટરીમાં છેલ્લા 50 વર્ષમાં પ્રથમવાર આટલું મોટું કરમિયું જોયું નથી. આ કૃમિ મનુષ્યના શરીરમાં 30 વર્ષથી વધારે જીવિત રહી શકે છે. જો કે, હાલના સમયમાં અનેક દવાઓ શોધાઈ ગઈ છે આથી આટલું લાંબુ આયુષ્ય શક્ય નથી.

દર્દીને કાચું મીટ ખાવાની ના પાડી
દર્દીને કાચું મીટ ખાવાની ના પાડી

ડૉક્ટરે પેશન્ટના પરિવારને પણ મેડિકલ ટેસ્ટ કરાવવા સલાહ આપી અને દર્દીને કાચું મીટ ખાવાની ચોખ્ખી ના પાડી. પેટમાં કૃમિ થવા પાછળ તે સૌથી મોટું કારણ છે. દર્દીને ભોજન સુધારવાની પણ સલાહ આપી.

જ્યારે મનુષ્યો કાચું કે અડધું રાંધેલું બીફ ખાય ત્યારે તેઓ પેટમાં કૃમિને આમંત્રણ આપે છે. તેને લીધે ઇન્ફેક્શન વધે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો