કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને સમગ્ર વિશ્વના દેશ ચિંતિત છે અને તેનો સામનો કરવાની તૈયારી પણ ઝડપી થઈ ગઈ છે. બ્રિટનમાં 30 વર્ષની વય વટાવી ચૂકેલા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. પરંતુ એક મોડલે અનોખા અંદાજમાં બૂસ્ટર ડોઝ મળવાની ઉજવણી કરી, જેના કારણે તે અત્યારે ચર્ચાનું કારણ બની ગઈ છે.
દરિયા કિનારે બિકીની શૂટ કરાવ્યું
રિપોર્ટના અનુસાર, બ્રિટિશ અભિનેત્રી અને મોડલ લિઝ હર્લેએ બૂસ્ટર ડોઝ લીધા પછી બીચ પર તેનું સેલિબ્રેશન કર્યું અને બીચ પર જ બિકીની શૂટ કરાવ્યું. 56 વર્ષની મોડલે આ ફોટોશૂટમાં લેપર્ડ પ્રિન્ટની બિકીની પહેરી છે અને ખુલ્લા આકાશની નીચે મસ્તી કરતી જોવા મળી રહી છે. પહેલા પોઝ આપતી વખતે તેણે વ્હાઈટ ગાઉન પહેર્યું હતું અને ત્યારબાદ તેને કપડા ઉતારીને બિકીની પોઝ આપવાનું શરૂ કર્યું હતું.
બૂસ્ટર ડોઝની કરી ઉજવણી
તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હર્લેએ લખ્યું, 'યસ કોવિડ બૂસ્ટર ટુડે'. આ પોસ્ટની સાથે તેને હાર્ટની એક ઈમોજી પોસ્ટ કરી છે અને આભાર વ્યક્ત કર્યો છે. ઈન્સ્ટા પર એક્ટ્રેસના 22 લાખ ફોલોઅર્સ છે. પોસ્ટ કરવામાં આવેલા ફોટોમાં મોડલ બંને હાથ ફેલાવીને આકાશ તરફ જોઈ રહી છે અને ઘણી હળવાશમાં દેખાઈ રહી છે.
મોડલની પોસ્ટ પછી ફેન્સ તેની પ્રંશસા કરી રહ્યા છે અને બૂસ્ટર ડોઝ લેવાના અનુભવ વિશે લોકો તેને પૂછી રહ્યા છે. તેની આ પોસ્ટ પર એક કલાકની અંદર જ બે હજારથી વધુ રિપ્લાય આવ્યા હતા. તે ઉપરાંત ઘણા લોકો તેના બિકીની લુકના વખાણ પણ કરી રહ્યા છે.
બ્રિટનમાં ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને, બૂસ્ટર ડોઝ શરૂ થઈ ગયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે સમગ્ર ઇંગ્લેન્ડમાં 30 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને કંટ્રોલ કરવા માટે આ પગલા લેવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.