• Gujarati News
  • Lifestyle
  • 54 year old Man Amputates His Legs Under Train To Get Rs 24 Crore Insurance, Court Sentences Him To 2 Years In Fake Case

યુરોપ:24 કરોડ રૂપિયાનો વીમો પાસ કરાવવા 54 વર્ષના વ્યક્તિએ ટ્રેન નીચે પોતાના પગ કપાવ્યા, ફેક કેસમાં કોર્ટે 2 વર્ષની સજા કરી

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્શ્યોરન્સના પૈસા લેવા માટે આ વ્યક્તિએ ટ્રેન નીચે પોતાના પગ કપાવ્યા
  • હાલ આ વ્યક્તિ વ્હીલ ચેરના સહારે જીવન પસાર કરે છે

વીમા પોલિસીની રકમ કોને વ્હાલી ન હોય, પરંતુ આ રકમ ક્લેમ કરવા માટે તમે પોતાની મરજીથી ટ્રેનની નીચે આવવાની હિંમત કરો ખરા? હંગ્રીના એક વ્યક્તિએ ઈન્શ્યોરન્સના પૈસા લેવા માટે ટ્રેનની નીચે પોતાના પગ કપાવી નાખ્યા. ઈન્શ્યોરન્સની મસસોટી રકમ £2.4 મલિયન (આશરે 24 કરોડ રૂપિયા)ની લાલચે 54 વર્ષનો પુરુષ આખું જીવન પગ વગરનો થવા તૈયાર થઈ ગયો.

આ ઘટના 2014માં બની હતી. જોકે હવે તેનો આખરી નિર્ણય સામે આવ્યો છે. ઈન્શ્યોરન્સ કંપનીએ તાત્કાલિક ધોરણે પૈસા ન આપતાં વયક્તિની પત્નીએ કોર્ટમાં કેસ કર્યો. આ વ્યક્તિનું નામ કોર્ટે સુરક્ષા કારણોસર સેન્ડર Cs રાખ્યું છે.

અકસ્માત પહેલાં 14 હાઈ રિસ્ક ઈન્શ્યોરન્સ પોલિસી લીધી

ઈન્શ્યોરન્સ કંપનીને ક્લેમ પર એટલા માટે શંકા ગઈ કે પોલિસી લીધાના ગણતરી દિવસોમાં જ આ અકસ્માત થયો. સેન્ડરને કોઈએ સલાહ આપી હતી કે ફાઈનાન્શિયલ રિટર્ન માટે ઈન્શ્યોરન્સ પોલિસી બેસ્ટ છે. તેથી તેણે આ નાટક કર્યું.

2 વર્ષની સજા થઈ
કેસના 7 વર્ષ બાદ કોર્ટ એ નિર્ણય પર પહોંચી કે સેન્ડરે જાતે પોતાના પગ કપાવી ઈન્શ્યોરન્સ ક્લેમ કર્યો. જ્યારે સેન્ડરની દલીલ હતી કે પ્લેટફોર્મ પરથી પસાર થતી લખતે તેના પગમાં કાચનો ટુકડો આવી ગયો અને તે લપસી ગયો હતો. કોર્ટે આ ક્લેમ ફેક ગણવાની સાથે સેન્ડરને 2 વર્ષની સજા ફટકારી છે.

કોર્ટ રૂમનો ફોટો
કોર્ટ રૂમનો ફોટો

7 વર્ષથી વ્હીલચેરના સહારે
વીમાના પૈસા લેવાની લાલચ આ વ્યક્તિને ભારે પડી છે. છેલ્લાં 7 વર્ષથી તે પ્રોસ્થેટિક લેગના સહારે જીવે છે. કેટલીક એક્ટિવિટી માટે તેણે વ્હીલચેરનો સહારો લેવો પડે છે. પૈસાની લાલચે હવે તેને જેલ જવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...