સેક્સના કારણે જીવ બચ્યો:બ્રિટનમાં 52 વર્ષીય મહિલાનો દાવો, 'એક્ટિવ સેક્સ લાઈફ'ને કારણે તેનો જીવ બચ્યો, જાણો કેવી રીતે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટીના ગ્રે ઈંગ્લેન્ડના હેમ્પશાયરમાં રહે છે. તેની ઉંમર 52 વર્ષની છે. જ્યારે તેના પતિ ડેઝની ઉંમર લગભગ 51 વર્ષની છે. એક્ટિવ સેક્સ લાઈફના કારણે કેન્સરની જાણકારી મળી. - Divya Bhaskar
ટીના ગ્રે ઈંગ્લેન્ડના હેમ્પશાયરમાં રહે છે. તેની ઉંમર 52 વર્ષની છે. જ્યારે તેના પતિ ડેઝની ઉંમર લગભગ 51 વર્ષની છે. એક્ટિવ સેક્સ લાઈફના કારણે કેન્સરની જાણકારી મળી.
  • 52 વર્ષની ઉંમરે પણ નિયમિત સેક્સ કરવું ટીના ગ્રે નામની મહિલા માટે ફાયદાકારક સાબિત થયું
  • સેક્સ દરમિયાન પતિને સ્તન પર કેન્સરની ગાંઠની ખબર પડી

52 વર્ષની ઉંમરે પણ નિયમિત સેક્સ કરવું મહિલા માટે ફાયદાકારક સાબિત થયું છે. એક્ટિવ સેક્સ લાઈફના કારણે તેને સમયસર એક મોટી બીમારી વિશે ખબર પડી, જેના કારણે તેનો જીવ બચી ગયો.

ઈન્લેન્ડના હેમ્પશાયરની ઘટના
ડેલી મિરિર રિપોર્ટના અનુસાર ટીના ગ્રે ઈંગ્લેન્ડના હેમ્પશાયરમાં રહે છે. તેની ઉંમર 52 વર્ષની છે. જ્યારે તેના પતિ ડેઝની ઉંમર લગભગ 51 વર્ષની છે. ટીના ગ્રેને લગભગ 2 વર્ષ પહેલા મેનોપોઝ થયું હતું.

મેનોપોઝ બાદ પણ તેમની સેક્સ લાઈફ એક્ટિવ હતી
52 વર્ષીય ટીના ગ્રેને લાગ્યું કે તે તેના ડાબા સ્તનમાં કંઈક અસામાન્ય અનુભવી રહી છે અને તેણે તેના પતિ ડેઝને તે તપાસવા કહ્યું.ટીના ગ્રેએ કહ્યું કે મને તેના નિર્ણય પર વિશ્વાસ હતો અને હું સીધો ડૉક્ટર પાસે ગયો. આખરે મારા પતિ કરતાં મારા સ્તનથી કોણ વધુ પરિચિત હશે? મહિલાએ તેના પતિને કહ્યું કે તેને એક ગાંઠ હોય તેવું લાગે છે. ટીના 11 ઓગસ્ટે બ્રેસ્ટ સર્જન પાસે ગઈ હતી.

ડાબા સ્તન પર ગાંઠ
ડાબા સ્તન પર ગાંઠ

ચેકઅપ બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું
ત્યારબાદ બંને પતિ-પત્ની ડૉક્ટરની પાસે ગયા. ત્યાં મેડિરલ ચેકઅપમાં જાણવા મળ્યું કે ટીના ગ્રેના બંને બ્રેસ્ટમાં ગાંઠ બની રહી હતી. તેમાંથી એક ગાંઠ નાની અને બીજી મોટી હતી. ડૉક્ટરોના અનુસાર, આ કેન્સરની ગાંઠ હતી. ટીનાએ કહ્યું કે, સેક્સુઅલી એક્ટિવ હોવાને કારણે તેને આ જોખમકારક બીમારી વિશે સમયસર જાણવા મળી ગયું. જેના પગલે ડૉક્ટરોએ તેની સારવાર શરૂ કરી દીધી.

ટીના અને ડેઝ આ ઉંમરે પણ સેક્સુઅલી ઘણા એક્ટિવ છે
ટીના અને ડેઝ આ ઉંમરે પણ સેક્સુઅલી ઘણા એક્ટિવ છે

સર્જરી કરીને ડૉક્ટરોએ જીવ બચાવી લીધો
રિપોર્ટના અનુસાર, મહિલાને બ્રેસ્ટ કેન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું હતું. આવી સ્થિતિમાં દર્દીનું બચવું મુશ્કેલ હોય છે. તેમ છતાં ડૉક્ટરોએ મહિલાની સર્જરી કરીને તેની ગાંઠ કાઢી નાખી. તેનો જીવ બચી ગયો. ટીના જણાવે છે કે, આ જીંદગી પતિ ડેઝ અને બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના કારણે મળી છે. સેક્સ એક્ટિવ હોવાને કારણે પતિએ ગાંઠને ઓળખી કાઢી હતી. જો આવું ન થયું હોત તો તે અત્યારે જીવિત ન હોત.

મહિલાએ જણાવી પોતાની આપવિતી
ટીના ગ્રે નામની મહિલાએ પોતાની આપવિતી સંભળાવતા જણાવ્યું કે અમે પતિ-પત્ની એક રાતે સેક્સ કરવામાં વ્યસ્ત હતા ત્યારે પતિને મારા સ્તન પર ગાંઠ જેવું દેખાયું હતું અને તેની જાણ કરી હતી. આ વાત ધ્યાનમાં આવતા તેઓ ડૉક્ટર પાસે ગયા હતા અને જ્યા કેન્સરની ગાંઠ હોવાની ખબર પડતા ગ્રે આશ્ચર્ચયકિત રહી ગઈ હતી. ગ્રેએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક્ટિવ સેક્સ લાઈફને કારણે તેનો જીવ બચી જશે. ત્યાર બાદ ડૉક્ટરોએ તેનું ઓપરેશન કર્યું અને તેને કેન્સરમાંથી બચાવી લીધી.