NASAનું મિશન DART:500 કિલોનું સ્પેસક્રાફટ ઉલ્કાપિંડ સાથે ટકરાવીને એની દિશા બદલાવશે, આ ઘટનાને 27 સપ્ટેમ્બરે લાઇવ નિહાળી શકશો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકી સ્પેસ એજન્સી NASA (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)નું DART (ડબલ મિશન એસ્ટેરોઇડ રિડાયરેક્શન ટેસ્ટ) 27 સપ્ટેમ્બરે એક એસ્ટેરોઇડ (ઉલ્કાપિંડ) સાથે ટકરાવીને દિશા બદલવાનો પ્રયાસ કરવામાં આવશે. જો પ્રયોગ સફળ થયો તો ભવિષ્યમાં પૃથ્વીને ઉલ્કાપિંડથી બચાવવામાં સરળતા મળશે. આ મિશન પાછળ નાસા અને સ્પેસએક્સે સાથે મળીને મોકલ્યું છે.

મિશન કેવી રીતે પૂરું થશે?
500 કિલો વજનનું DART અવકાશયાન એસ્ટેરોઇડ સિસ્ટમ દ્વારા ક્રેશ કરવામાં આવશે. આ ઉલ્કાપિંડનું નામ ડિડીમોસ છે અને એના ઉપગ્રહનું નામ ડિમોરફોસ છે. ડિમોરફોસ 11 કલાક અને 55 મિનિટમાં ડિડીમોસનું એક ચક્કર પૂરું કરે છે. ડીડીમોસનું કદ 2,560 ફૂટ છે અને ડિમોરફોસનો આકાર 525 ફૂટ છે.

સ્પેસક્રાફ્ટનું મિશન એસ્ટેરોઇડનો રસ્તો બદલવાનું છે. DART કાઇનેટિક ઈમ્પૅક્ટ ટેક્નોલોજીની મદદથી ડિમોરફોસથી 24 હજાર કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટકરાશે, જેથી 10 મિનિટમાં આ સિસ્ટમ તૂટી જશે અને ડિડીમોસની ટ્રેજક્ટરી બદલાઈ જશે.

આ એક ડિફેન્સ સિસ્ટમ
નાસાએ આ બાબતે કહ્યું હતું કે આપણા ગ્રહની રક્ષા માટે બનાવવામાં આવેલી આ એક ડિફેન્સ સિસ્ટમ છે. ડિડીમોસ એસ્ટેરોઇડથી પૃથ્વીને કોઈ જોખમ નથી, પરંતુ આ પહેલી કાઈનેટિક ઈમ્પેક્ટ ટેકનોલોજી દ્વારા પ્રથમ વખત DARTનો ઉપયોગ કરવાની સારી તક છે. આ મિશન નવેમ્બર 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ રીતે લાઇવ જોઈ શકશો સમગ્ર ઘટના
સ્પેસફેસની આ ઐતિહાસિક ઘટનાને તમે લાઈવ નિહાળી શકશો. ભારતીય સમયાનુસાર 27 સપ્ટેમ્બરે સવારે 3 વાગ્યે 30 મિનિટે NASA TV પર લાઈવ જોઈ શકશો. આ સાથે જ નાસાના ફેસબુક, ટ્વિટર અને યુટ્યૂબ પર પણ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.