તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 5 year old Indian American Kiara Holds The Record For Reading Books For 2 Hours Non stop, World Book Of Records Gives Her The Title Of 'Child Prodigy'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવ ફોર બુક્સ:5 વર્ષની ભારતવંશી કિઆરાએ નોન સ્ટોપ 2 કલાક સુધી બુક્સ વાંચવાનો રેકોર્ડ બનાવ્યો, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે તેને 'ચાઈલ્ડ પ્રોડિજી'નું ટાઈટલ આપ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોન સ્ટોપ 105 મિનિટ માટે 36 બુક્સ વાંચવા માટે કિઆરાએ એશિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું
  • કિઆરા આબુ ધાબીની એક સ્કૂલમાં અભ્યાસ કરે છે
  • કિઆરાને બુક્સ પ્રત્યે એટલો પ્રેમ છે કે તે કારમાં, રેસ્ટ રૂમમાં અને સૂતાં પહેલાં બુક્સ વાંચતી હોય છે

ફરી એક વાર દુનિયામાં ભારતીયોને ગૌરવ અપાવવાનું કામ એક નાની દીકરીએ કર્યું છે. 5 વર્ષની ઈન્ડિયન અમેરિકન કિઆરા કૌરે નોન સ્ટોપ 36 બુક્સ વાંચીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. સતત 2 કલાકમાં 36 બુક્સ વાંચીને એશિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ સામેલ કર્યું છે.

એશિયા બુક ઓફ રેકોર્ડે કિઆરાના રેકોર્ડને 'રીડિંગ ધ મેક્સિમમ નંબર ઓફ બુક્સ નોન સ્ટોપ'નું ટાઈટલ આપ્યું
એશિયા બુક ઓફ રેકોર્ડે કિઆરાના રેકોર્ડને 'રીડિંગ ધ મેક્સિમમ નંબર ઓફ બુક્સ નોન સ્ટોપ'નું ટાઈટલ આપ્યું

કિઆરા UAEમાં રહે છે. કિઆરાના આ અચિવમેન્ટને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડને 'ચાઈલ્ડ પ્રોડિજી'ની પદવી આપી છે. તેને નોન સ્ટોપ 105 મિનિટ માટે 36 બુક્સ વાંચવા માટે સર્ટિફિકેટ આપ્યું છે. એશિયા બુક ઓફ રેકોર્ડે કિઆરાના રેકોર્ડને 'રીડિંગ ધ મેક્સિમમ નંબર ઓફ બુક્સ નોન સ્ટોપ'નું ટાઈટલ આપ્યું છે.

કિઆરાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન તરફથી મળેલું સર્ટિફિકેટ
કિઆરાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન તરફથી મળેલું સર્ટિફિકેટ

બુક્સ કલરફુલ હોવાથી કિઆરાને બુક્સ રીડિંગ પસંદ છે
કિઆરા આબુ ધાબુની સ્કૂલમાં અભ્યાસ કરે છે. કિઆરાના રીડિંગ ઈન્ટરેસ્ટને નર્સરીના એક સ્કૂલ ટીચરે ડિસકવર કર્યું હતું. કિઆરાને સ્કૂલની લાઈબ્રેરીમાં જઈ બુક્સ વાંચવી ગમતી હતી. કિઆરા કહે છે કે, તેને બુક વાંચવી ગમે છે કારણ કે ખુબ કલરફુલ હોય છે. તેમાં મોટા અક્ષરે લખાણ હોય છે, જેથી તે સરળતાથી વાંચી શકે છે. તેની મનપસંદ બુક એલિસ ઈન વન્ડરલેન્ડ, સિન્ડ્રેલા, લિટલ રેડ રાઈડિંગ હુડ અને શૂટિંગ સ્ટાર છે.

કિઆરાને બુક્સ વાંચવી ગમે છે કારણ કે તે ખુબ કલરફુલ હોય છે
કિઆરાને બુક્સ વાંચવી ગમે છે કારણ કે તે ખુબ કલરફુલ હોય છે

1 વર્ષમાં 200 બુક્સ વાંચી
કિઆરાના પેરેન્ટ્સના જણાવ્યા અનુસાર તે પોતાનો મોટા ભાગનો સમય રીડિંગમાં જ પસાર કરે છે. તે કારમાં બેસીને, રેસ્ટ રૂમમાં અને રાતે સૂતા પહેલાં બુક્સ વાંચે છે. ગત વર્ષે તેણે 200 જેટલી બુક્સ વાંચી હતી.

કિઆરા કહે છે કે તેને બુક્સ વાંચવી એટલા માટે ગમે છે કારણ કે બુક્સને ગમે ત્યાં કેરી કરી શકાય છે. મોબાઈલ પર રીડિંગ કે ઈન્ટરનેટ વીડિયોની એક સમસ્યા હોય છે. ઈન્ટરનેટ વગર તેની મજા માણી શકાતી નથી. કિઆરાનું સ્વપ્ન ડોક્ટર બનવાનું છે. તેને સ્વીમિંગ અને હાઈકિંગ ખુબ ગમે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો