તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 5 Ways To Enhance The Beauty Of Rice, Mix It With Honey And Apply It To Remove Blemishes, Apply It With Turmeric And Milk To Get Rid Of Acne Problem

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્યુટી અપડેટ:ચોખાથી સુંદરતા વધારવાની 5 રીત, તેને મધની સાથે મિક્સ કરીને લગાડવાથી ડાઘ દૂર થશે, હળદર અને દૂધની સાથે લગાવવાથી ખીલની સમસ્યાથી છૂટકારો મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોખાની પેસ્ટનો સ્ક્રબ અથવા ક્લીન્ઝરની જેમ ઉપયોગ કરી શકાય છે. તેમાં મિનરલ્સ, વિટામિન, અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. ચોખા અને તેનું પાણી સ્કિન અને વાળ માટે ફાયદાકારક ઇનોસિટોલ હોય છે જે કાર્બોહાઈડ્રેટ છે. તેનાથી વાળની ચમક વધે છે અને તે મજબૂત બને છે. ચોખાની પેસ્ટ અથવા પાણીને ચહેરા પર લગાવવાના ઘણા ફાયદા છે. જાણો આવા પાંચ ફાયદા વિશે: ​

જો તમે તમારા સ્કિન કેર રૂટિનમાં ચોખાની પેસ્ટને સામેલ નથી કરી તો હવે કરો. તેને ચહેરા પર લગાવવા માટે ક્રશ કરતાં પહેલા એક કલાક માટે પલાળીને રાખી મૂકો. તેનાથી પેસ્ટ બનાવવામાં સરળતા રહેશે.

ચોખાની પેસ્ટમાં એમીનો એસિડ અને વિટામિન હોય છે જે સ્કિન વ્હાઈટનિંગમાં મદદ કરે છે. આ પેસ્ટને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખો અને ત્યારબાદ ધોઈ લો.

ચોખાના લોટનો ફેસ પાઉડર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તેમાં રહેલા પોષક તત્ત્વો એક્સ્ટ્રા ઓઈલને શોષી લે છે જેનાથી સ્કિન ઓઈલી નથી થતી અને ખીલની સમસ્યાથી છૂટકારો મળે છે.

ચોખાનું પાણી બનાવવાની યોગ્ય રીત જાણવી પણ જરૂરી છે. તેને બનાવવા માટે અડધો કપ ચોખા લઈને તેને ધોઈ લો. એક પેનમાં ચોખા નાખો. તેમાં બે કપ પાણી મિક્સ કરો અને ગેસ પર ચઢવા મૂકી દો. જ્યારે ઉભરો આવે અને ચોખાનું પાણી ઘટ્ટ થઈ જાય તો તેને ગરણીથી ગાળી લો અને ત્યારબાદ ઉપયોગ કરો.

તે સ્કિન માટે એક ઉત્તમ એક્સફોલિએટર છે જે ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે. ચોખાના લોટને પીસીને થોડા દિવસ માટે રાખી પણ શકાય છે. પછી જ્યારે પણ જરૂર પડે, તે મુજબ તેનો ઉપયોગ કરી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો