અમેરિકામાં મોટા ભાગનાં માતા-પિતા પોતાનાં બાળકોને જેન્ડર બેઝ્ડ એજ્યુકેશન આપવા માંગતા નથી. તાજેતરમાં થયેલા પ્યૂ રિસર્ચમાં આ વાત સામે આવી છે. દરમિયાન બાળકોની જેન્ડર ઓળખ અને તેમના શારીરિક વિકાસની વચ્ચે સંબંધ જાણવા માટે આરહુસ યુનિવર્સિટી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અનેક ચોંકાવનારાં તથ્યોનો ખુલાસો કરાયો છે.
બાળકો જલ્દી મોટા થવા માગે છે
રિસર્ચ અનુસાર બાળકોમાં જલદી કિશોરાવસ્થા સુધી પહોંચવાની ઘેલછા જોવા મળી રહી છે. એટલું જ નહીં, 11 વર્ષની ઉંમરનાં બાળકોમાં જેન્ડર બદલવાની ઇચ્છા વધી છે. સંશોધકોએ સરવેમાં જાણ્યું કે 5% બાળકોએ આંશિક અથવા પૂરી રીતે જેન્ડર બદલવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પહેલી વાર આ પ્રકારનો સરવે થયો છે.
સરવેમાં દરેક બાળકોના શરીરમાં દર છ મહિને થતા બદલાવની જાણકારી એકત્ર કરાઇ હતી. જે બાળકોએ જેન્ડર બદલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, તેઓ બીજાં બાળકોની તુલનામાં બે મહિના પહેલાં જ કિશોર થઇ ચૂક્યાં હતાં. તેના માટે ‘બેટર હેલ્થ ફોર જનરેશન્સ’ રિસર્ચ પ્રોજેક્ટના ડેટાનો ઉપયોગ કરાયો હતો.
1996થી શરૂ કરવામાં આવ્યું રિસર્ચ
1996માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં ડેનમાર્કની એક લાખ મહિલાને સામેલ કરાઇ હતી. તેમની પ્રેગ્નન્સી, બાળકોના જન્મથી લઇને બાળકોના મોટા થવા સુધી રિસર્ચ યથાવત્ રખાયું હતું. બાળકો 11 વર્ષના થવા પર તેમને જેન્ડર અને કિશોરાવસ્થા પર થયેલા રિસર્ચમાં સામેલ કરાયાં હતાં. જો કે,પરિણામ પર પહોંચતા પહેલા વધુ અભ્યાસની જરૂર છે, જેથી ચોક્કસ કારણો જાણી શકાય.
બાળરોગ વિશેષજ્ઞો માટે આ રિપોર્ટ મહત્ત્વ પૂર્ણ છે
આ રિપોર્ટના પરિણામ બાળરોગ વિશેષજ્ઞો માટે જરૂરી છે જે કિશોરાવસ્થામાં પ્રવેશ કરી રહેલાં બાળકોની સાથે ડીલ કરે છે. ડૉક્ટરોની સામે અનેક કેસ આવે છે જેમાં બાળકો કિશોર થવા પર અસહજતા અનુભવે છે. માટે જ આ વિશે યોગ્ય જાણકારી હોય તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.