વૃદ્ધાવસ્થામાં પડી જવું એક બીમારી:65 વર્ષથી વધુ ઉંમર પડી જવાને કારણે હાડકું તૂટવાની સંભાવના 5% વધારે, મોતનું જોખમ પણ વધે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણા ઘરમાં વયો-વૃદ્ધ લોકો દાદા-દાદી કે નાના-નાની વારંવાર પડી જતા હોય છે. આપણને એવું લાગે છે કે, ઉંમરને કારણે પડી જાય છે પરંતુ વારંવાર પડી જવું પણ એક બીમારી છે. વારંવાર પડી જવાની ઘટના બીમારીને કારણે થાય છે તો ઘણીવાર બીમારીઓનું કારણ પણ બની જાય છે. 65 વર્ષની ઉંમર બાદ વારંવાર પડી જવાથી હાડકાં તૂટવાની આશંકા 5% વધી જાય છે. સામાન્ય રીતે કોઈપણ ઉંમરે આપણે પડી જઈએ છીએ પરંતુ જેમ-જેમ ઉંમર વધે છે, તેમ-તેમ આ પડી જવાનું પ્રમાણ વધી જાય છે.

જ્યારે શરીર સાથ છોડી દે છે, તેના કારણે વૃદ્ધો પડી જાય છે. પાર્કિન્સન રોગને કારણે મન અને શરીર વચ્ચેનું સંકલન વારંવાર તૂટી જાય છે. જેના કારણે ઘણી વખત વૃદ્ધોને ઈજા થાય છે, ક્યારેક હાડકાં તૂટી જાય છે.આ ઉંમરે હાડકાં સરખા થવામાં ઘણો સમય લાગે છે.
હાડકું તૂટી જવાને કારણે મોતનું જોખમ
બ્રિટનના એક સરકારી રિપોર્ટમાં જણાવાયું હતું કે, 65 વર્ષથી વધુ ઉંમરના એક તૃતીયાંશ લોકો અને 80 વર્ષથી વધુના અડધાથી વધુ લોકો વર્ષમાં એક વાર તો અચૂક પડે છે. પડી જવાને કારણે હિપ્સનું હાડકું તૂટવાથી એક વર્ષની અંદર વૃદ્ધોના મોતની સંભાવના ત્રણ ગણી વધારે થઇ જાય છે. જ્યારે 20% કિસ્સાઓમાં વૃદ્ધોને લાંબા સમય સુધી સંભાળની જરૂર હોય છે.

ડૉ. ડેવિડ ઓલિવર એક કન્સલ્ટન્ટ જેરિયાટ્રિશિયન છે. તેઓ જણાવે છે કે, સ્ટ્રોક કરતાં વધુ વૃદ્ધ લોકો પડી જવાને કારણે હોસ્પિટલમાં પહોંચે છે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં અચાનક પડી જવાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એકલા યુકેમાં જ્યાં 2010-11માં પડી જવાને કારણે 1.85 લાખ લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 2019-20માં સંખ્યા વધીને 2.34 લાખ પહોંચી હતી. ઓલિવર કહે છે કે, દર્દીઓ સાજા થવા માટે હોસ્પિટલમાં આવે છે, પરંતુ તેઓ અહીં કેટલીકવાર અન્ય રોગોથી સંક્રમિત થાય છે. વૃદ્ધોમાં આ ચેપ ક્યારેક જીવલેણ સાબિત થાય છે.

ઘર પર જ વૃદ્ધોની સારવાર કરો
2018માં વેલ્સમાં વૃદ્ધો પડી જાય છે ત્યારે હોસ્પિટલ લઇ જવાને બદલે ઘરે જ ટેક્નિકથી મદદથી સારવારની શરૂઆત કરવામાં આવી હતી. જેના કારણે વૃદ્ધો પડી જવાના કિસ્સામાં હોસ્પિટલ લઇ જવાના કિસ્સામાં એક જ વર્ષમાં 65%થી ઘટીને 16% પર આવી ગયા હતા.

ડોર્સેટ હેલ્થકેરના કન્સલ્ટન્ટ ડૉ. ક્લિફ કિલગોર કહે છે કે જો 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો 72 કલાકથી વધુ સમય સુધી સૂઈ રહે છે, તો તેમના સ્નાયુઓ એટલા નબળા થઈ જાય છે કે તેમના માટે ઉઠવું મુશ્કેલ છે. જેથી વૃદ્ધોને બચાવવાનો બેસ્ટ ઉપાય હોસ્પિટલને બદલે ઘરની સંભાળ છે. બીપી, આંખ અને કાનની સારવારની દવાઓથી પડી જવાના કેસમાં વધારો થાય છે.

વૃદ્ધોને પડવાથી બચાવા માટે કરો આ ઉપાય

  • દરેક ઉંમરમાં શરીરને કંટ્રોલ કરવા માટે યોગ-કસરત જરૂરી છે. યોગ-કસરતથી પડવાની શક્યતા ઓછી થઇ જાય છે.
  • ધીરે-ધીરે ચાલો અને ચંપલ એવા પહેરો કે, લપસી જવાનું જોખમ ઓછું હોય.
  • વૃદ્ધોએ ભારે સામાન લઈને ન ચાલવું જોઈએ.
  • ઘરમાં એવું ફર્નિચર રાખો કે, વૃદ્ધો ભટકાઈ છે તો પણ ઇજા ન થાય.
  • વૃદ્ધોનો બેડ વધુ પડતો ઊંચો ન રાખો, સુતા સમયે પડી જવાની ઘટના વધારે બને છે.
  • ઘરમાં સ્લિપ પ્રુફ મેટનો ઉપયોગ કરો.