• Gujarati News
  • Lifestyle
  • 47 year old Woman Could Not Pass Test Even After Taking Driving Class 1000 Times, Has Been Working Hard For 30 Years To Get Lines

બેડ લક, સ્ટ્રોંગ કોન્ફિડન્સ:47 વર્ષીય મહિલાએ 30 વર્ષમાં 10 લાખનો ધુમાડો કરીને 1000 વખત ડ્રાઇવિંગ ક્લાસ કર્યા, છતાં ટેસ્ટ પાસ કરી શકી નથી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇઝાબેલે પ્રથમ ડ્રાઈવિંગ ટેસ્ટ 17 વર્ષની ઉંમરે આપી હતી
  • ટ્રેનિંગ વખતે આત્મવિશ્વાસ હોવા છતાં ટેસ્ટ આપતી વખતે નર્વસ થઈ જાય છે અને ટેસ્ટમાં ફેલ થાય છે

કાર ડ્રાઈવિંગ ટેસ્ટમાં એક વખત ફેલ થતા ઘણા લોકો હિંમત હારી જાય છે અને બીજી વખત ટેસ્ટ આપવાનું વિચારતા પણ નથી. ઇંગ્લેન્ડમાં રહેતી 47 વર્ષીય મહિલાએ 10 લાખ રૂપિયા ખર્ચ્યા હોવા છતાં હજુ સુધી ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થઈ શકી નથી, તેણે 1000 વખત ડ્રાઈવિંગ ક્લાસ કર્યા છે.

ફેલ થયા પછી હિંમત હારવાને બદલે ફરીથી મહેનત કરે છે
ઈઝાબેલ સ્ટેડમેન 17 વર્ષની હતી ત્યારે પ્રથમવાર ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા ગઈ હતી. 17થી 47 વર્ષની થઈ હોવા છતાં પણ તે કાર ડ્રાઈવિંગ ટેસ્ટમાં આજદિન સુધી પાસ થઈ શકી નથી. નવાઈની વાત તો એ છે કે, આટલા વર્ષોથી ફેલ થયા હોવા છતાં પણ તેનો આત્મવિશ્વાસ હજુ પણ અડગ છે. તે ફેલ થયા પછી ફરીથી ડ્રાઈવિંગ ક્લાસ જોઈન કરે છે અને પાછી એક્ઝામ આપે છે.

આશરે 30 વર્ષમાં ઇઝાબેલે 1000 ડ્રાઈવિંગ ક્લાસ અટેન્ડ કર્યા છે. પ્રેક્ટિસ દરમિયાન ઇઝાબેલને કોઈ પ્રોબ્લેમ થતો નથી પણ ટેસ્ટ વખતે તે નર્વસ થઈ જાય છે અને ફેલ થઈને ઘરે આવે છે.

લાઈસન્સના ચક્કરમાં 10 લાખ રૂપિયા બગાડ્યા
ઇઝાબેલે કહ્યું, મેં અત્યાર સુધી 10 લાખ રૂપિયા ડ્રાઈવિંગ ક્લાસ પાછળ બગાડ્યા છે પણ આજ સુધી પાસ ના થઈ શકી. હું દર વખતે પ્રેક્ટિસ કરીને જઉં છું પણ ટેસ્ટ દરમિયાન ખબર નહીં મને શું થઈ જાય છે.

ઈઝાબેલના બે સંતાનો પણ લાઈસન્સ માટે પ્રેક્ટિસ કરે છે
રોજ સવારે ઊઠીને ઈઝાબેલ ડ્રાઈવિંગના ક્લાસમાં જાય છે. ઈઝાબેલને ડ્રાઈવિંગ શીખીને તેની દીકરીને કોલેજ લેવા-મૂકવા જવી છે અને પરિવાર સાથે પિકનિક પર કાર લઈને જવું છે. ઇઝાબેલે અન્ય પણ ઘણા પ્લાનિંગ કર્યા છે. ઈઝાબેલના બે સંતાન પણ ડ્રાઈવિંગ ક્લાસમાં જાય છે. તેમની પ્રેક્ટિસ જોઇને લાગે છે કે સંતાનોને માતા પહેલાં ડ્રાઈવિંગ લાઈસન્સ મળી જશે.

ઈઝાબેલ ઉપરાંત પોલેન્ડમાં રહેતી 50 વર્ષીય વ્યક્તિ પણ ડ્રાઈવિંગ ટેસ્ટમાં 192 વખતે ફેલ થઈ હતી. હજુ પણ લાઈસન્સ માટે ટેસ્ટ આપવાના ચાલુ છે.