ટોરન્ટો:સાડી પહેરીને 46 વર્ષીય મહિલાએ જબરદસ્ત સ્કેટિંગ કર્યું, જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, જુઓ વીડિયો

4 મહિનો પહેલા
46 વર્ષીય ઓર્બી રોયએ સાડીમાં સ્કેટિંગ કરીને કરતબ કરી બતાવ્યા.
  • ટોરન્ટોમાં ઓર્બી રોય તરીકે જાણીતી આ મહિલા હંમેશાં તેના સોશિયલ મીડિયા પેજ 'આન્ટી સ્કેટ્સ' પર સ્કેટિંગના વીડિયો શેર કરતી હોય છે
  • 46 વર્ષની ઉંમરમાં, આન્ટી પોતાનું સર્વશ્રેષ્છ જીવન જીવી રહી છે

ઉંમર માત્ર એક નંબર છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે 46 વર્ષીય મહિલા જેને પોતાના કૂલ સ્કેટિંગ મૂવ્સથી સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું. એટલું જ નહીં તેણે સાડીમાં કરતબ કરીને બતાવ્યા. ટોરન્ટોમાં ઓર્બી રોય તરીકે જાણીતી આ મહિલા હંમેશાં તેના સોશિયલ મીડિયા પેજ 'આન્ટી સ્કેટ્સ' પર સ્કેટિંગના વીડિયો શેર કરતી હોય છે. તેની આ સ્કિલ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે.

આન્ટીએ સ્કેટિંગ પર આ રીતે કરતબ બતાવ્યા
ઓર્બીના ટેલેન્ટને જોઈને એવું કહી શકાય છે કે ઉંમર માત્ર એક નંબર છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઓર્બી રોય દિલથી સ્કેટિંગ કરતી જોવા મળી રહી છે અને તે એન્જોઈ પણ કરી રહી છે. સાડી પહેરી હોવા છતાં પણ તે આરામથી સ્કેટબોર્ડ પર ગ્લાઈડિંગ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં એક ટેક્સ્ટ દેખાઈ રહી છે, જેમાં લખ્યું છે, 46 વર્ષની ઉંમરમાં, આન્ટી પોતાનું સર્વશ્રેષ્છ જીવન જીવી રહી છે. હજી મોડું નથી થયું.

વીડિયોએ લોકોનું દિલ જીતી લીધું
વીડિયો જોઈને તમે પણ વખાણ કર્યા નહીં રહી શકો. આ વીડિયોને ‘auntyskates’નામના અકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને લગભગ 72 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

ઉંમરનું કોઈ મહત્ત્વ નથી
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો વીડિયો લોકોને ઘણો પ્રભાવિત કરી રહ્યો છે. કોરોનાવાઈરસના કારણે લોકડાઉનમાં મુશ્કેલ પરિસ્થિતિઓ દરમિયાન ઓર્બીએ પોતાના સ્કેટિંગ વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. થોડા જ મહિનામાં તેના 30 હજારથી વધારે ફોલોઅર્સ થઈ ગયા, પરંતુ ઘણી વખત ટ્રોલ્સનો પણ સામનો કરવો પડ્યો, જો કે તેને પોતાના પરિવારની સાથે સ્કેટિંગના વીડિયો પોસ્ટ કરવાનું ચાલું રાખ્યું.