તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 41 Year Old AK Sabitha Has Given Free Wedding Dresses To Needy Brides For The Last 8 Years, To Help Them, Women From All Over The World Donated Bridal Wear.

પ્રેરણા:41 વર્ષીય એ. કે. સબિતા છેલ્લા 8 વર્ષોથી જરૂરિયાતમંદ દુલ્હનોને ફ્રીમાં વેડિંગ ડ્રેસ આપે છે, તેની મદદ માટે અનેક દેશની મહિલાઓએ બ્રાઈડલ ડ્રેસ ડોનેટ કર્યા

2 દિવસ પહેલા
  • કૉપી લિંક

41 વર્ષીય એ. કે સબિતાની પર એક 23 વર્ષની યુવતીનો ફોન આવ્યો. તે છોકરીના થોડા જ દિવસોમાં લગ્ન થવાના હતા, પણ રૂપિયાની તંગીને લીધે તે મેરેજ માટે કપડાં ખરીદી શકે તેમ નહોતી. તે યુવતી સબિતાના 8 વર્ષ જૂના બુટિક વિશે જાણતી હતી. આથી તેણે સબિતાને ફોન કર્યો અને યુવતીને તેના મેરેજ માટે ફ્રીમાં વેડિંગ ડ્રેસ મળ્યો.

સબિતાએ તે યુવતીની મદદ કરી અને તેને બ્રાઈડલ ડ્રેસની સાથે એક્સેસરિઝ પણ આપી જેથી તેને કોઈ પણ વસ્તુની અછત ના વર્તાય. તેણે આ વસ્તુઓનો કોઈ ચાર્જ પણ ના લીધો. સબિતાનું માનવું છે કે જો આ રીતે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવે તો દરેક યુવતીનું લગ્નના દિવસે ડિઝાઈનર ડ્રેસ પહેરવાનું સપનું પૂરું થઇ શકે છે. આ જ વિચારની સાથે સબિતાએ દુલ્હનને મફતમાં ડ્રેસ આપવાની શરુઆત કરી હતી.

સોશિયલ મીડિયા પર સબિતાએ આ પહેલ વિશે કહ્યું તો ઘણા લોકો તેની મદદ માટે આગળ આવ્યા. ઘણી મહિલાઓએ તેમના વેડિંગ ડ્રેસ સબિતાને ડોનેટ કર્યા. આ બધી મહિલાઓનું કહેવું હતું કે બ્રાઈડલ ડ્રેસ માત્ર એક જ વખત પહેરવામાં આવે છે. એ પછી જે ઘરમાં જ પડ્યો રહે છે અને જૂનો થઇ જાય છે. સબિતાને એક વાતની ખુશી છે કે, તેના આ કામમાં માત્ર મુંબઈ, કોચી અને દુબઈ જ નહિ પણ અન્ય અમેરિકન દેશોની મહિલાઓએ પણ પોતાનો વેડિંગ ડ્રેસ મોકલાવ્યો.

એક મહિલાએ સબિતાને જે વેડિંગ ડ્રેસ ડોનેટ કર્યો તેની કિંમત 1 લાખ રૂપિયા હતી. સબિતાએ દરેક બ્રાઈડર ડ્રેસને સંભાળીને રાખવા અને જરૂરિયાતમંદ બ્રાઇડ સુધી પહોંચવા માટે કેરળના કુન્નુરમાં પોતાના બુટિકની શરુઆત કરી.

હાલ સબિતાએ પોતાના આઉટલેટ્સ કેરળના અન્ય 6 શહેરોમાં પણ ખોલ્યા છે. ગયા મહિને સબિતાએ 300 દુલ્હનોને બ્રાઈડલ ડ્રેસ આપ્યા છે. તેની પાસે સબ્યાસાચી અને રીતુ કુમારે ડિઝાઈન કરેલા ડ્રેસ પણ છે. દુલ્હનોના લગ્નના દિવસને ખાસ બનાવવા માટે તે ફ્રીમાં મેકઅપ અરેંજમેન્ટ પણ કરી આપે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો