• Gujarati News
  • Lifestyle
  • 41% Of People Had Spinal Weakness Due To Work From Home, 6 Minutes Of Walk Every Hour Will Save It From Damage

એક્સપર્ટ એડવાઈઝ:વર્ક ફ્રોમ હોમને કારણે 41% લોકોની કરોડરજ્જુમાં તકલીફો વધી, આ ઉપાયો અપનાવી દુખાવાથી છુટકારો મેળવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરોડરજ્જુમાં તકલીફ થવા પર પીઠ અને ગળામાં દુખાવા સહિત ડિપ્રેશન પણ થઈ શકે છે
  • મોબાઈલ એડિક્શનને કારણે કરોડરજ્જુ સંકોચાઈ જવાથી નુક્સાન થઈ શકે છે

સ્પાઈન અર્થાત કરોડરજ્જુને કારણે માત્ર શારીરિક જ તકલીફો થાય છે જો તમે એવું માનો છો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. કરોડરજ્જુને થતાં કોઈ પણ નુક્સાનની અસર માત્ર તમારાં શરીર પર જ નહિ તમારી મેન્ટલ હેલ્થ પર પણ થાય છે. આમ થવા પર માંસપેશીઓ નબળી પડી જાય છે અને શરીરમાં દુખાવાની શરૂઆત થાય છે આટલું જ નહિ કેટલાક કેસમાં ડિપ્રેશન પણ થાય છે. કોરોનાકાળમાં નાનાં ભૂલકાંઓના ઓનલાઈન ક્લાસ હોય કે મોટેરાઓનું વર્ક ફ્રોમ હોમ. હાલ વધારે પડતાં સ્ક્રીન ટાઈમને કારણે સ્પાઈનને નુક્સાન થઈ રહ્યું છે.

PMC લેબના એક રિસર્ચ પ્રમાણે, કોવિડ-19 દરમિયાન વર્ક ફ્રોમ હોમ કરનારા 41.2% લોકોને પીઠનો દુખાવો અને 23.5% લોકોને ગળામાં દુખાવાની સમસ્યા થઈ છે. સીટિંગના દર કલાકે જો 6 કલાકનું વૉક કરવામાં આવે તો કરોડરજ્જુને થતાં નુક્સાનથી બચાવી શકાય છે. દરરોજ ચાઈલ્ડ પોઝ તેમજ કેટ એન્ડ કાઉ પોઝ કરવાથી પણ આરામ રહે છે.

મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ સ્પાઈન સર્જન ડૉ. વિનોદ અગ્રવાલ પાસેથી જાણો કરોડરજ્જુ કેવી રીતે સ્વસ્થ રાખશો...

સ્પાઈનલ ડિસીઝ: તન અને મન પર થતી 5 અસર જાણો

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના રિસર્ચ પ્રમાણે, સ્પાઈનમાં ગડબડ હોવાને કારણે વ્યક્તિ પર શારીરિક સાથે માનસિક અસર પણ થાય છે.

  • પીઠમાં દુ:ખાવો: સતત નમીને બેસી રહેવાથી સ્પાઈન ડિસ્ક કોમ્પેક્ટ થવા લાગે છે. સાથે જ શારીરિક ગતિવિધિઓ ઓછી થવા લાગે છે તેનાથી સ્પાઈન પાસેના લિગામેન્ટ ટાઈટ થવા લાગે છે.
  • નબળી માંસપેશીઓ: સ્પાઈન જરૂર કરતાં વધારે ફેલાતી હોવાથી પેટ અને તેની આસપાસની માંસપેશીઓ નબળી થવા લાગે છે.
  • ગળામાં અને ખભામાં દુખાવો: કરોડરજ્જુ અને માથાને જોડતી સર્વાઈકલ વર્ટેબ્રે તણાવ પડવાને કારણે ગળામાં દુખે છે. આ સાથે ખભા અને પીઠની માંસપેશીઓને પણ નુક્સાન થાય છે.
  • બ્રેન ફૉગ: મૂવમેન્ટ ન હોવા પર મગજ પર પહોંચતુ લોહી અને ઓક્સીજન ઘટવા લાગે છે. તેનાથી વિચારવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.
  • વ્યવહાર પર અસર: વધારે વખત સુધી એકની એક જગ્યાએ બેસી રહેવાથી ન્યુરોપ્લાસ્ટિસિટી પ્રભાવિત થાય છે. ન્યુરોન્સની એક્ટિવિટી નબળી થવા લાગે છે. આમ થવા પર ડિપ્રેશન વધે છે.

સ્પાઈનલ ડિસીઝના 3 મોટાં કારણો
લોન્ગ સીટિંગને કારણે બ્લડ સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ
સ્પાઈન યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે, લાંબા સમય સુધી બેસી રહેવાથી ગ્લુટસમાં બ્લડ સર્ક્યુલેશન અવરોધાય છે. ગ્લુટસ સ્પાઈન સપોર્ટ કરનારી પ્રમુખ માંસપેશી છે.

ખરાબ પોશ્ચરથી ખભા, પીઠ, ગરદનમાં દુખાવો
નમીને બેસી રહેવાથી કરોડરજ્જુના લિગામેન્ટ અને ડિસ્ક પર તણાવ આવે છે. તેના કારણે ખભા, ગરદન અને પીઠમાં દુ:ખાવો થાય છે.

મોબાઈલ એડિક્શન
જો તમે મેક્સિમમ સ્ક્રીન ટાઈમ મોબાઈલ પર પસાર કરો છો તો આમ કરવા પર તમારા કરોડરજ્જુમાં તણાવ થાય છે. તેને લીધે સ્પાઈન ડિસ્ક સંકુચિત થાય છે.

મજબૂત કરોડરજ્જુ માટે આ 3 ઉપાયો
સ્પાઈન મજબૂત કરવા માટે પેટ અને પીઠની માંસપેશીઓ મજબૂત રહે તે જરૂરી છે. આ માંસપેશીઓ જ સ્પાઈન સંતુલિત અને સ્ટ્રોન્ગ બનાવે છે. તે જેટલી મજબૂત હશે તેટલું સ્પાઈન પર પડતાં વજનનું પ્રેશર ઓછું થશે.

બ્રિજ એક્સર્સાઈઝ
જમીન પર સૂઈ જાઓ. પંજા પર ભાર આપતા હિપ્સ ઉઠાવી શરીરને એક લાઈનમાં રાખો. 10થી 15 સેકન્ડ સુધી આ પોઝિશનમાં રહો. 15 મિનિટના 3 સેટ કરો.

ફાયદા: હિપ્સની માંસપેશીઓ મજબૂત થશે. લોઅર બેકને સપોર્ટ મળવાથી કરોડરજ્જુ મજબૂત બને છે.

ચાઈલ્ડ પોઝ યોગા
પંજા પર બેસી જાઓ. હવે શ્વાસ લેતાં તમારું માથું નમાવી તમારી હથેળી જમીનને સ્પર્શે તે રીતે આગળ આવો. આ પોઝમાં 1થી 2 મિનિટ સુધી રહો. હવે શ્વાસ લેતા ફરી પૂર્વાવસ્થામાં જાઓ. આ જ રીતે કેટ અને કાઉ પોઝ પણ ઉપયોગી છે.

ફાયદા: શરીર અને કરોડરજ્જુમાં સારું બ્લડ સર્ક્યુલેશન થાય છે. જાંઘ, નિતંબ અને પગની ઘૂંટી મજબૂત થાય છે.

વૉક: ટીવી જોતાં સમયે વૉક કરવાનું રાખો. તેનાથી માંસપેશીઓ અકડાઈ જતી નથી.

અન્ય સમાચારો પણ છે...