• Gujarati News
  • Lifestyle
  • 4000 year old History Of Color Therapy, Sehwag Became The 'Sultan Of Multan' With A Red Handkerchief

વાદળી-લીલો રંગ સ્ટ્રેસ દૂર કરે છે:4000 વર્ષ જૂનો છે રંગોથી ઈલાજનો ઈતિહાસ, ઋષિ ચરક પણ સૂર્યના પ્રકાશની મદદથી ઈલાજ કરતા હતા

15 દિવસ પહેલાલેખક: ઐશ્વર્યા શર્મા

શું તમે સોમવારે સફેદ અને ગુરુવારે પીળા રંગના કપડા પહેરો છો? ઈન્ટરવ્યુમાં જતા સમયે લાલ સાડી કે પિંક શર્ટ તમારી પહેલી પસંદ છે? શું તમે પણ પુખરાજ, માણેક, મોતી જેવા મોંઘા રત્નોની વીટી પહેરેલી છે? જો હા તો તમે જાણતા-અજાણતા કલર થેરાપીનો ઉપયોગ કરી શકે છે.

જરા વિચારો, આ રંગ આપણા જીવનમાં એ રીતે સામેલ છે કે, આપણે દરરોજ દિવસ પ્રમાણે કપડાના રંગોને પસંદ કરે છે. ફક્ત એટલું જ નહી દરેક વિશેષ અવસર પર લકી કલરના કપડા પહેરવાનું પણ પસંદ કરે છે. કલર્સના આ વિજ્ઞાનને પ્રખ્યાત લોકો પણ અપનાવી રહ્યા છે. દરેક રંગની પોતાની જ એક વિશેષતા હોય છે, તેનું કારણ એ છે કે, હવે રંગોથી પણ બીમારીઓનો ઈલાજ થઈ શકે છે.

રંગોનું અસ્તિત્વ ત્યારથી છે જ્યારથી પૃથ્વી અસ્તિત્વમાં આવી છે. જો કે આ શૈલી અમુક હજાર વર્ષ જૂની છે. રંગોને વિશ્વમાં કેવી રીતે ઓળખ મળી? કેવી રીતે કલર થેરાપીથી બીમારીઓનો ઈલાજ થવા લાગ્યો? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે જાણીશું.

કલર થેરપી બે રીતે થઈ શકે
કલર થેરપીને ‘ક્રોમોથેરાપી’ પણ કહે છે. એવું માનવામાં આવે છે કે, રંગ એ શરીરના અનેકવિધ તત્ત્વોને બેલેન્સ કરવામાં મદદ કરે છે. આ થેરાપીમાં રંગોની સાથે પ્રકાશનો પણ ઉપયોગ થાય છે. કલર થેરાપીમાં બે રીતો અપનાવવામાં આવે છે.

પહેલી રીત:
એક વ્યક્તિને એ આશા સાથે રંગ જોવાનું કહેવામાં આવે છે કે, તે રંગ તેના શરીરની નકારાત્મકતાને દૂર કરવાની સાથે તેના સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે. તમે દરરોજ સૂર્યપ્રકાશ, નદી, તમારા ઘરની ચાદર, પડદા અને દિવાલોનો રંગ જોયો હશે પરંતુ, શું તમે જાણો છો કે, આ વસ્તુના રંગ આપણને બીમીરીમાંથી સાજા કરી દે છે.

બીજી રીત:
આ રીતમાં કોઈ ખાસ રંગને શરીરના એ ભાગમાં ટચ કરાવવામાં આવે કે જ્યાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય. તે કપડા, સ્ટોન કે કોઈપણ ખાવાપીવાની વસ્તુ પણ હોય શકે છે.

કલર થેરાપિસ્ટ એવું માને છે કે, રંગ આંખો અને ત્વચાના માધ્યમથી શરીરમાં પ્રવેશે છે. દરેક રંગની પોતાની એક અલગ તરંગ એટલે કે વેવલેંથ અને ફ્રિકવન્સી હોય છે. દરેક રંગ જુદા-જુદા લોકોમાં જુદી-જુદી રીતે કામ કરે છે અને તે બીમારીને દૂર કરવામાં પણ મદદરુપ થાય છે. તો ચાલો ગ્રાફિકની મદદથી જાણીએ કે, રંગ કેવી રીતે બન્યા?

શરીરની અંદર 7 રંગ, શરીરની બહાર 7 ઑરા
હિમાચલ પ્રદેશના પાંવટા સાહિબના કલર થેરાપિસ્ટ ડૉક્ટર હરલીન કૌરે જણાવ્યું હતું કે, ‘આપણી આસપાસ ઘણી રંગીન વસ્તુઓ છે જે આપણને સાજા કરી દે છે.સૂરજનો પ્રકાશ આપણને ઉર્જા આપે છે. જ્યારે આપણે ઘાસ પર ચાલીએ છીએ ત્યારે પણ આપણે ભરપૂર ઉર્જાનો અનુભવ કરીએ છીએ એટલે કે લીલો રંગ આપણા શરીરમાં ઉર્જાનું વહન કરે છે. આપણે આપણા રોજિંદા જીવનમાં જાણતા-અજાણતા આ કલર થેરાપીનો ઉપયોગ કરીએ છીએ. જે રંગની ચીજવસ્તુ આપણે ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ કે કોઈ રંગના કપડા પહેરી રહ્યા છીએ તો તેનાથી આપણને ભરપૂર ઉર્જા મળે છે. એવું માનવામાં આવે છે કે, આપણા શરીરમાં 7 ચક્ર હોય છે. તે 7 રંગથી બનેલા છે. એવી જ રીતે આપણા શરીરનો ઑરા પણ 7 રંગોથી બનેલો છે. ચક્ર શરીરની અંદર અને ઑરા શરીરની બહાર હોય છે.

કલર થેરાપીમાં એ ઑરાના રંગથી ઈલાજ થાય છે, જ્યાં સમસ્યા હોય. જેમ કે, જો કોઈને પેટમાં દુખાવો હોય તો શરીરમાં પીળા રંગની ઉણપ છે. આ લોકોએ પીળા રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવો.

જે ઑરાનો અભાવ, તે રંગ પોતાની તરફ વધુ ખેંચે છે
ઉપરના પેરેગ્રાફમાં આપણે વાત કરી કે, આપણા શરીરનો ઑરા પણ 7 રંગોથી બનેલો છે. ડૉ. હરલીન કૌરના મત મુજબ આપણા શરીરમાં જે રંગનો અભાવ હોય તે આપણને પોતાની તરફ વધુ આકર્ષિત કરે છે. તમારી સાથે ઘણીવાર એવું થયું હશે કે, એક જ રંગના કપડા તમારી પાસે વધી જતા હોય છે અથવા તો તે જ રંગ તમારી આસપાસ વધુ પડતું જોવા માટે મજબૂર થઈ જાવ. આનો અર્થ એ છે કે, જે ઑરાનો શરીરમાં અભાવ છે, તે રંગ તમને પોતાની તરફ વધુ ખેંચે છે.

આગળ વધતા પહેલા શરીરમાં હાજર ચક્રો આ ગ્રાફિક દ્વારા સમજીએ

વાદળી-લીલો રંગ સ્ટ્રેસને દૂર રાખે છે, ડાર્ક રંગ જગાડે છે ભૂખ
કલર થેરપીના માધ્યમથી વ્યક્તિને શારીરિક અને માનસિક બંને લાભ મળે છે. વાદળી અને લીલો રંગ તમને સ્ટ્રેસથી દૂર રાખે છે. જે લોકોને ભૂખ લાગતી નથી તેમનો ઈલાજ ડાર્ક કલરથી થઈ શકે છે. ઋતુ બદલાતા જ જેને ડિપ્રેશન શિકાર બનાવી લે છે (તેને સિઝનલ અફેક્ટિન ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે) તેને ડાર્ક કલરથી થેરપી આપવામાં આવે છે. જે લોકો સુસ્ત હોય છે, લાલ અને પીળા રંગથી તેની એનર્જી બુસ્ટ કરવામાં આવે છે.

પરંતુ કલર થેરપીની શરૂઆત કેવી રીતે થઈ? તે જાણવા માટે તમારે હજારો વર્ષ પાછળ જવું પડશે. જ્યારે ઘણી સંસ્કૃતિઓએ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

  • ઇજિપ્તના લોકો કલર થેરાપીને લોર્ડ થોથ સાથે જોડે છે
  • 'ક્રોમોથેરાપી'નો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જૂનો છે. આ સમયે 'ફોટોથેરાપી' એટલે કે લાઈટ્સ અને વિવિધ રંગોનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવી સારવાર પ્રાચીન ઇજિપ્ત, ગ્રીસ, ચીન અને ભારતમાં અપનાવવામાં આવી હતી.
ઇજિપ્તવાસીઓ ભગવાન થોથને જ્ઞાનના દેવતા માનતા હતા. તેઓ માનતા હતા કે તેમણે લેખન અને ભાષાની શોધ કરી છે. ભગવાન થોથ ચંદ્ર સાથે જોડાયેલા હતા.
ઇજિપ્તવાસીઓ ભગવાન થોથને જ્ઞાનના દેવતા માનતા હતા. તેઓ માનતા હતા કે તેમણે લેખન અને ભાષાની શોધ કરી છે. ભગવાન થોથ ચંદ્ર સાથે જોડાયેલા હતા.

તેની શરૂઆત સૌથી પહેલા પ્રાચીન ઇજિપ્તમાં થઈ હતી. ઇજિપ્તવાસીઓ માનતા હતા કે, 'ક્રોમોથેરાપી' ભગવાન થોથે બનાવી હતી. લાલ, વાદળી અને પીળા રંગથી સારવાર કરવામાં આવી. ઇજિપ્ત બાદ ગ્રીસમાં આના પુરાવા મળ્યા હતા. બંને સ્થળોએ, રંગબેરંગી પત્થરો, ખનિજો અને સ્ફટિકોનો ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે સૂર્યપ્રકાશનો ઉપયોગ ઉપચાર માટે પણ કરવામાં આવતો હતો. એ વખતે રંગોની તાકાતમાં લોકોને ઊંડી ખાતરી થઈ ગઈ હતી.

ચરક પણ સૂર્યના પ્રકાશની મદદથી ઈલાજ કરતા હતા
સદીઓ પહેલા આયુર્વેદના આચાર્ય ચરક પણ અનેક બીમારીઓની સારવાર સૂર્યના પ્રકાશથી કરતા હતા. પારસી ફિઝિશિયન ઇબન સીના, જે Avicenna તરીકે પણ ઓળખાય છે, તેમણે કલર થેરપીને એક નવો આયામ આપ્યો હતો. તેમણે એક ચાર્ટ બનાવ્યો કે, જે રંગોના તાપમાન અને શરીર સાથે જોડાયેલો હતો. તેમણે એ સિદ્ધાંત પર કામ કર્યું કે, લાલ રંગ લોહીમાં ઉત્સાહ વધારે છે તથા વાદળી અને સફેદ રંગ મગજને ઠંડુ રાખે છે. પીળો રંગ માંસપેશીઓના દુખાવામાં રાહત આપે છે.

અમેરિકાના Augustus Pleasontonને વર્ષ 1876 માં એક પુસ્તક લખ્યું હતું. ‘The Influence of the Blue Ray of the Sunlight and of the Blue Color of the Sky’ શીર્ષક ધરાવતા પુસ્તક મુજબ સૌપ્રથમ કલર થેરપીમાં ફક્ત વાદળી રંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. શરીરમાં કોઈ જગ્યાએ ઈજા થવા પર, દાઝી જવા પર અને સ્નાયુઓમાં ખેંચાણના કિસ્સામાં આ રંગથી સારવાર કરવામાં આવી હતી.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાનો પહેલો રંગ કયો હતો? જો નહીં, તો આ ગ્રાફિક્સ તપાસો.

જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે ઑરા જરુર ચેક કરો
માણસનો ઑરા હંમેશા બદલાતો રહે છે. સુખમાં ઑરા અલગ હશે અને દુ:ખમાં ઑરા અલગ હશે. જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે ઑરાની તપાસ કરવી જોઈએ કે, કયા તકલીફ આવે છે? ઑરા એક પ્રકારની ઊર્જા છે, જેને ઊર્જા તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિના શરીરમાંથી એનર્જેટિક ફ્રિકવન્સીઝ બહાર નીકળે છે. તમે તેને શરીરનું વિદ્યુતચુંબકીય ક્ષેત્ર પણ કહી શકો છો. આ ઊર્જા તમને સારું, ખરાબ કે ભયનો અનુભવ કરાવે છે.

હવે કલર થેરપી પર પાછા ફરતા પહેલા તમને જણાવી દઈએ કે, દરેક બીમારીને અલગ-અલગ રંગથી ઓળખવામાં આવે છે.

  • ઑરામાં જો કોઈ સમસ્યા છે તો તે બ્લેક સ્પોટ્સ, છિદ્રો કે તિરાડો દર્શાવે છે
  • ઑરા સામાન્ય માણસને દેખાતો નથી. માત્ર ઑરા રિડર જ તેને જોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ સમસ્યા હોય છે, ત્યારે તેની ઑરામાં બ્લોકેજ, કાળા ડાઘ અથવા તિરાડો દેખાય છે. જે જગ્યા પર આ દાગ હોય છે, તે જગ્યાના ચક્રના રંગ મુજબ તેનો ઈલાજ થઈ શકે છે. આ ટ્રીટમેન્ટ તે કલર પહેરીને, તે કલરનું ભોજન કરીને અને મેડિટેશનથી થાય છે.

હવે જાણીએ ઑરા કેવી રીતે જોઈ શકાય છે અને વાંચી શકાય છે?
ઑરા રીડિંગની ત્રણ રીતો છે:
મેડિટેશન: ઑરા રિડર ધ્યાનમાં બેસીને વ્યક્તિની આસપાસ ફેલાયેલ ઑરા જોઈ શકે છે
મેટલ ટૂલ્સ: ઑરાને તાંબા, પિત્તળ અથવા અન્ય ધાતુથી બનેલા કોઈ સાધનની મદદથી માપવામાં આવે છે.
ઑરા કેમેરા: આમાં વ્યક્તિની આસપાસથી નીકળતા રંગબેરંગી પ્રકાશને વાંચવામાં આવે છે.

તે ઑરાને જોવાની અને સમજવાની વાત હતી. હવે જાણીએ કે કલર થેરપી ઑરાને કેવી રીતે ઠીક કરે છે.
મેડિટેશન દ્વારા દર્દીના ચક્રો જાગૃત અને સંતુલિત થાય છે. જે વ્યક્તિ પોઝિટિવ હોય છે, તેનો ઑરા ખૂબ જ મોટી સાઇઝનો હોય છે અને નેગેટિવ લોકો હોય તેનો ઑરા નાનો અને ડાર્ક કલરનો હોય છે. ડૉ. હરલીનના જણાવ્યા મુજબ ઑરાને ઠીક થવામાં ઓછામાં ઓછા 21 દિવસનો સમય લાગે છે, પરંતુ તે વ્યક્તિની ઇચ્છાશક્તિ પર આધારિત છે. ઘણા લોકો ઑરાની રિકવરીમાં મહિનાઓનો સમય પણ લે છે.

આ ગ્રાફિકથી જાણી લો કે કલર થેરપી દ્વારા કઈ-કઈ બીમારીઓને દૂર કરી શકાય છે?

MRI મશીન જેવું હોય છે Kirlian Camera, ઑરા વાંચવા માટે ઉપયોગી છે
Kirlian Camera ઑરા વાંચવા માટે બનાવવામાં આવ્યું છે. વર્ષ 1939માં રશિયન ટેક્નિશિયન સિમોન કિર્લિયન (Simon KIRLIAN)ને સમજાયું કે, જ્યારે તે હાઈ વોલ્ટેજ એરિયામાં ફોટોગ્રાફિક પ્લેટ પર કામ કરી રહ્યા હતા ત્યારે તેમની આંગળીઓમાંથી પ્રકાશ બહાર નીકળ્યો હતો. આ જોઇને તેણે Kirlian Camera બનાવ્યો, જે ઑરાને વાંચનારો પહેલો કેમેરો હતો.

રેકી એક્સપર્ટ પ્રણિતા દેશમુખે જણાવ્યું હતું કે, જે રીતે MRI મશીન શરીરના ઇન્ટિરિયરને ચેક કરવા માટે ફોટો પાડે છે, તેવી જ રીતે ઑરાને ચેક કરવા માટે Kirlian Camera પણ હોય છે. તે એક ફોટો પણ બનાવે છે, જે માનવ શરીરમાંથી વિવિધ રંગોમાં બહાર આવતી ઉર્જાને બતાવે છે. જો કોઈ વ્યક્તિ ઉદાસ હોય કે ડિપ્રેશનનો શિકાર હોય તો તેના ઑરાના ફોટામાં ડાર્ક કલર્સ આવી જાય છે. જો તમે ખુશ છો તો હળવા રંગો દેખાય છે.

કલર બોટલ થેરેપીનો નવો ટ્રેન્ડ, તમે પણ ઉપયોગ કરી શકો છો
રંગીન કાચની બોટલમાં રાખેલું પાણી પીવાથી પણ કલર થેરેપી કરવામાં આવે છે. આ ટેક્નિકમાં રંગબેરંગી કાચની બોટલનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો કાચની બોટલ પર સેલોફેન નામની રંગીન શીટ લગાવવામાં આવે છે. આ ચાદર લાકડા કે કપાસની બનેલી હોય છે.

એવું કહેવામાં આવે છે કે, શરીરમાં જે રંગની ઉણપ છે તે રંગની બોટલમાંથી પાણી પીવું. આ બોટલ પ્લાસ્ટિક કે લોખંડના ઢાંકણાથી નહીં પરંતુ લાકડાના કોર્કથી બંધ કરવામાં આવે છે. પાણીની આ રંગબેરંગી બોટલને જમીનના બદલે ઓછામાં ઓછા 8 કલાક સૂર્યપ્રકાશમાં લાકડાના પાટિયા (જેમાં લોખંડની ખીલી નથી) પર રાખવામાં આવે છે.

જીવનને સુખી બનાવવા માટે તમે ઘણા રંગો અપનાવી શકો છો. તે રંગો કયા છે? ગ્રાફિકમાં વાંચો

ચક્રને સમજવું એ ઉપચાર માટે મહત્વપૂર્ણ છે
રેકી હીલિંગ સાથે જોડાયેલી પ્રણિતા દેશમુખનું કહેવું છે કે, જો કોઇ એનર્જીથી હીલિંગ શીખવા માગે છે તો તેણે તેના ચક્રને પણ સમજવું પડશે. બે પ્રકારના કલર થેરાપિસ્ટ હોય છે. એક ઊર્જા આધારિત ઉપચાર છે અને બીજો મનોવિજ્ઞાન પર આધારિત છે. રંગ ચિકિત્સકો કે, જે ઉર્જાને આધાર બનાવે છે, તે રંગો દ્વારા ચક્રની ઉર્જાને ઠીક કરે છે. જેમ કે, જો આજ્ઞા ચક્ર પર અસર થાય અને વ્યક્તિને આધાશીશીની સમસ્યા થાય તો તેમને વાદળી રંગનું ક્રિસ્ટલ પહેરવાનું કહેવામાં આવશે અને કપડાં અથવા ખોરાકમાં વાદળી રંગનો સમાવેશ કરવામાં આવશે.

આ સાથે જ સાઇકોલોજી કલર થેરપીમાં વ્યક્તિને ખાલી ચાદર પર ડ્રોઇંગ દોરવાનું કહેવામાં આવે છે. આવામાં રંગોના ઉપયોગથી વ્યક્તિની માનસિકતાને ઓળખવામાં આવે છે. ડૉ. હરલીન કૌર કહે છે કે, એવું કહેવાય છે કે 'જહા ચાહ વહા રાહ'. કલર થેરપીનો આધાર પણ આ વિશ્વાસ જ છે. જો તમારી પાસે સકારાત્મક વિચારસરણી છે, તો તમે તમારા દુ:ખને ઘણી હદ સુધી દૂર કરી શકો છો.