તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • 40 Year Old Sanitation Worker And Single Mother Of Two Clears Rajasthan Administrative Service Exam

પ્રેરણા:40 વર્ષીય સફાઈ કમર્ચારી અને બે સંતાનોની સિંગલ મધરે સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કરી ઓફિસર બની, પતિથી છૂટા થયા પછી ભણવાનું ચાલુ કર્યું હતું

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
આશાએ અનેક અડચણોનો સામનો કરી સપનું પૂરું કર્યું - Divya Bhaskar
આશાએ અનેક અડચણોનો સામનો કરી સપનું પૂરું કર્યું
  • 40 વર્ષીય આશા કંડારાનાં પિતા જોધપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરે છે
  • રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(RAS)ની પરીક્ષાની તૈયારી દરમિયાન સ્વીપરની ડ્યુટી ચાલુ હતી

આકરી મહેનત કરનારાનાં દરેક સપનાં પૂરા થાય છે. રાજસ્થાનમાં એક સફાઈ કર્મચારીએ પોતાની મહેનતથી રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(RAS) એક્ઝામ પાસ કરી છે. આ પરીક્ષા પાસ કરીને તેણે અનેક લોકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આશાનો રસ્તો કપરો હતો પણ તે ક્યાંય અટકી નહીં
40 વર્ષીય આશા કંડારા બે બાળકોની સિંગલ મધર છે. તેણે વર્ષ 2018માં જ સિવિલ એક્ઝામ પાસ કરી લીધી હતી. તેનું રિઝલ્ટ 13 જુલાઈ, 2021ના રોજ જાહેર થયું. સફાઈ કર્મચારીથી RAS ઓફિસર બનવા સુધીનો સફર થોડો પણ સરળ નહોતો. તેણે રસ્તા પર આવતા અનેક અડચણોનો સામનો કરીને સપનું પૂરું કર્યું.

બે બાળકોની માતા આશાએ કહ્યું, મેં જીવનમાં ઘણું જોયું અને સહન કર્યું છે. નિષ્ફળ લગ્ન, કાસ્ટ પ્રોબ્લેમ અને જેન્ડર બાયસથી મને ઘણું શીખવા મળ્યું. અનેક મુશ્કેલીઓ હોવા છતાં પણ મેં હિંમત હારવાને બદલે સામે લડવાનું નક્કી કર્યું.

પિયરમાં કોઈના પર બોજ બન્યા કરતાં મહેનત કરવાનું શરુ કર્યું
પતિથી અલગ થયા પછી આશાએ ભણવાનું ચાલુ રાખ્યું. તેણે વર્ષ 2017માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. આશાના પિતા જોધપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરે છે. છૂટાછેડા લીધા પછી આશાને સ્વતંત્ર જીવવું હતું અને તેને કોઈનો બોજ બન્યા વગર જ બંને સંતાનોને મોટા કરવા હતા.

આશાએ પોતાની જર્ની વિશે કહ્યું, મેં વર્ષ 2018માં જોધપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારીની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા પાસ કર્યા પછી રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(RAS)એક્ઝામની તૈયારીઓ શરુ કરી. પરીક્ષાની તૈયારી દરમિયાન સ્વીપરની ડ્યુટી ચાલુ હતી.

આશાએ ફર્સ્ટ ટ્રાયમાં જ પ્રિલિમનરી એક્ઝામ ક્લિયર કરી હતી. એ પછી તેણે ફાઈનલ એક્ઝામની તૈયારીઓ શરુ કરી. ફાઈનલ પરીક્ષામાં પણ પાસ થયા પછી મેયર અને સિનિયર ઓફિસરે આશાનું સન્માન કર્યું હતું. એક સમયે સફાઈ કર્મચારીની નોકરી કરતી આશા તે જ કોર્પોરેશનમાં ઓફિસર બની ગઈ.

અન્ય સમાચારો પણ છે...