• Gujarati News
  • Lifestyle
  • 35 year old Model Insures Her Buttocks For Rs 13 Crore, Mother Of 2 Gets 'Miss Bumbam World 2021' Title

બ્રાઝિલ:35 વર્ષની મોડેલે તેના નિતંબનો 13 કરોડ રૂપિયાનો વીમો ઊતરાવ્યો, 2 બાળકોની માતાને 'મિસ બમબમ વર્લ્ડ 2021'નું ટાઈટલ મળ્યું છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેથીના જન્મ્યાના 4 મહિના બાદ તેને યંગેસ્ટ મિસ બટ્ટ વર્લ્ડનો ખિતાબ મળ્યો
  • નેથીએ તેના નિતંબની કોઈ સર્જરી નથી કરાવી

અત્યાર સુધી તમે તમારી કાર, ઘર અને હેલ્થનો ઈન્શ્યોરન્સ લીધો હશે, પરંતુ શું તમે ક્યારેય 'નિતંબ'ના વીમા વિશે સાંભળ્યું છે??!! બ્રાઝિલની એક મોડેલે તેના 'નિતંબ'નો વીમો કરાવ્યો છે. નેથી કિહારા નામની મોડેલ તેના નિતંબનો વીમો કરાવી આકર્ષણનું કેન્દ્ર બની છે. ઈન્ટરેસ્ટિંગ વાત વીમાના અંગ સાથે તેની રકમ પણ છે. નેથીએ તેના નિતંબનો £1.3 મિલિયન (આશરે 13 કરોડ રૂપિયા)નો વીમો કરાવ્યો છે.

નેથીનું કહેવું છે કે તે તેના નિતંબને કારણે તે ફેમસ બની છે. આખા બ્રાઝિલમાં તેના નિતંબ સૌથી મોટા છે. તેનો વીમો કરાવવો એ સ્વાભાવિક વાત છે.

એક્સર્સાઈઝ કરી હજુ સાઈઝ વધારશે

નેથી તેની બટ્ટ સાઈઝથી હજુ સંતુષ્ટ નથી. નેથી એક્સર્સાઈઝ કરી તેની સાઈઝ વધારવા માગે છે. હાલ તેના નિતંબની સાઈઝ 120 સેન્ટિમીટર છે. તેને તે 130 સેન્ટિમીટર સુધી એક્સટેન્ડ કરવા માગે છે.

2 બાળકોની માતા છે નેથી
નેથીના જન્મ્યાના 4 મહિના બાદ તેને યંગેસ્ટ મિસ બટ્ટ વર્લ્ડનો ખિતાબ મળ્યો છે. માતા બન્યા બાદ તેને મોસ્ટ બ્યુટિફુલ બટ્ટ ઈન ધ વર્લ્ડનું ટાઈટલ મળ્યું છે. નેથીને 9 વર્ષનો દીકરી અને એક વર્ષથી પણ નાની બાળકી છે.

નેથી જણાવે છે કે તેણે તેના નિતંબની કોઈ સર્જરી કરાવી નથી. તે એકદમ નેચરલ છે. પ્રેગ્નન્સી બાદ તેણે જિમમાં વેટ લિફ્ટિંગને બદલે ડાયટ પર ફોકસ કર્યું.

નેથી નર્સિંગ હોમમાં જોબ કરે છે

નેથીને સ્પોર્ટ્સ અને ફિઝિકલ એક્ટિવિટી વધારે ગમે છે. તે બીજાની મદદ કરવામાં પણ મોખરે છે. તે નર્સરી હોમમાં વૃદ્ધોની મદદ કરવાની જોબ કરે છે.

અન્ય સમાચારો પણ છે...