તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • 31 Year Old Whitney Wolf Is The Founder Of America's Dating App Bumble Key, Currently Her Net Worth Has Increased To 10 Thousand Crores.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયાની સૌથી યુવાન અબજપતિ:31 વર્ષીય મહિલા અને અમેરિકાની ડેટિંગ એપ બમ્બલની કો-ફાઉન્ડર વ્હિટની વોલ્ફ હર્ડની નેટવર્થ વધીને 10 હજાર કરોડ રૂપિયા થઈ

13 દિવસ પહેલા

મહિલાઓની ઓનલાઇન ડેટિંગ એપ બમ્બલના શેર અમેરિકન સ્ટોક માર્કેટમાં લિસ્ટ થતાં જ હિટ બની ગયા છે. આ સાથે કંપનીની 31 વર્ષની કો-ફાઉન્ડર અને CEO વ્હિટની વોલ્ફ હર્ડ દુનિયાની સૌથી યુવાન મહિલા અબજપતિ બની ગઈ છે. બમ્બલમાં વ્હિટનીનો 12% ભાગ છે. ગુરુવારે કંપનીના શેરે ધમાકેદાર લિસ્ટિંગ સાથે તેની નેટવર્થ વધીને 150 કરોડ ડોલર(આશરે 10 હજાર કરોડ રૂપિયા) થઈ ગઈ.

વ્હિટની અમેરિકાની સૌથી મોટી ડેટિંગ એપ ટિંડરની પણ કો-ફાઉન્ડર છે. એ પછી 2014માં બમ્બલ ડેટિંગએપની શરૂઆત કરી હતી. બમ્બલની સફળતા પર વ્હિટનીએ કહ્યું, આ એક પબ્લિક કંપની બની ગઈ છે. અમારી એપ પર મહિલાઓના 17 કરોડ ફર્સ્ટ મૂવ્ઝ અને એ એપને આગળ વધારવામાં મદદ આવેલી તમામ મહિલાઓને લીધે શક્ય બન્યું છે. ડેટિંગએપ બમ્બલના આખી દુનિયામાં 10 કરોડથી વધારે યુઝર્સ છે. ભારતમાં જ એના 40 લાખથી વધારે યુઝર્સ છે. એમાં મોટા ભાગના યુઝર્સની ઉંમર 35 વર્ષથી ઓછી છે. દુનિયાભરમાં આ કંપનીમાં 4000થી વધારે લોકો કામ કરી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા બમ્બલની ઈન્વેસ્ટર અને બ્રાન્ડ-એમ્બેસેડર છે. અમેરિકા સહિત આખી દુનિયાની મહિલાઓમાં બમ્બલ એપ ઘણી પોપ્યુલર છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સ એનાં બ્રાન્ડ-એમ્બેસેડર છે. પ્રિયંકાએ 2017માં બમ્બલનું ભારતીય વર્ઝન રજૂ કર્યું હતું. પ્રિયંકા આ કંપની સાથે એક પાર્ટનર, એડવાઈઝર અને ઇન્વેસ્ટર તરીકે જોડાયેલી છે. તેની મેનેજર અંજુલા અચારિયા પણ તેની સ્ટ્રેટેજિક એડવાઇઝર રહી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો