તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 30 year old Woman Suffers From Anxiety After A High stress Job, Quits Her 7 year old Job And Turns Van Into A Dream House

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન લાઈફ, વન ચોઈસ:30 વર્ષીય યુવતીને હાઈ-સ્ટ્રેસ નોકરીથી એન્ઝાયટી અટેક આવતા, 7 વર્ષ જૂની નોકરી છોડી વૅનને ડ્રીમ હાઉસમાં ફેરવી એક-એક પળ માણે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફ્રીલાન્સ કામ અને શોખ બંને સાથે કરી રહી છે - Divya Bhaskar
ફ્રીલાન્સ કામ અને શોખ બંને સાથે કરી રહી છે
  • હિલેરીએ 5 મહિનામાં 2500 કિમી ટ્રાવેલ કર્યું
  • માર્કેટિંગ ફિલ્ડની જોબ છોડતા 3 પાર્ટ ટાઈમ ફ્રીલાન્સ વર્ક મળ્યું
  • વૅન લાઈફ વિશે મિત્રો પાસેથી માહિતી ભેગી કરી પોતાનું સપનું સાકાર કર્યું

30 વર્ષીય હિલેરી બર્ડે 7 વર્ષ સુધી કોર્પોરેટ માર્કેટિંગમાં નોકરી કરી. શરૂઆતમાં તેને કોઈ તકલીફ ના પડી પણ જેમ સમય જતો ગયો તેમ વર્ક લોડ વધવા લાગ્યો. તેને કામને લીધે એન્ઝાયટી અટેક આવવા લાગ્યા. આ બધું જોઇને તેણે નોકરી મૂકી પોતાનું સપનું પૂરું કરવું વિચાર્યું. હિલેરીએ 5 લાખ રૂપિયા ખર્ચી 1999 Ford E250 વૅન ખરીદી. આ વૅનને હાલતા-ચાલતા ડ્રીમ હાઉસમાં ફેરવી. તે છેલ્લા 5 મહિનાથી વૅનમાં જ રહે છે અને તેને ગમતી જગ્યા એક્સ્પ્લોર કરે છે.

5 લાખ રૂપિયાની વૅનની કાયાપલટ કરી ડ્રીમ હાઉસ બનાવ્યું
5 લાખ રૂપિયાની વૅનની કાયાપલટ કરી ડ્રીમ હાઉસ બનાવ્યું
માનવવસતીથી દૂર પ્રકૃતિ સાથે સમય પસાર કરે છે
માનવવસતીથી દૂર પ્રકૃતિ સાથે સમય પસાર કરે છે

કામને લીધે હેલ્થ બગડી
વૅનમાંથી ઘર બનાવવા માટે ઘણી મહેનત લાગી પણ હિલેરીએ નોકરી ના કરવાની ગાંઠ વાળી લીધી હતી. તેણે કહ્યું, આશરે 7 વર્ષ સુધી કોર્પોરેટ માર્કેટિંગ કરિયરમાં રહ્યા પછી મને એન્ઝાયટી અટેક આવવાના શરુ થઈ ગયા. મારે જીવનમાં એક ચેન્જની જરૂર હતી. મારે નાનપણથી દુનિયા ફરવી હતી. મારે જ પોતાનો બોસ બનવું હતું અને એક જગ્યાને બદલે ફરતા રહીને કામ કરવું હતું.

રોજ જાતે મનગમતું ભોજન બનાવે છે
રોજ જાતે મનગમતું ભોજન બનાવે છે

5 મહિનાથી કેનેડા ફરે છે
હિલેરીએ તેના મિત્રો સાથેથી વૅન લાઈફ વિશે જાણ્યું. એ પછી વૅનને ઘરમાં બદલવા માટે કામ શરુ કર્યું. હિલેરીએ જણાવ્યું, વૅન લાઈફ વિશે જાણ્યા પછી મને લાગ્યું કે મારી દરેક ઈચ્છા પૂરી થવાની શક્યતા છે. વૅન લાઈફમાં મારે જે જોઈએ છે તે બધું મળશે. આથી પળવારનો પણ વિચાર કર્યા વગર મેં નોકરી છોડી દીધી. જોબ છોડવાથી મને જીંદગીમાં એક કિક મળી. હું મારો સામાન પેક કરીને કેનેડા આવી ગઈ અને 5 મહિનાથી ફરું છું.

ફ્રીલાન્સ વર્કથી સ્ટ્રેસ ફ્રી રહે છે
ફ્રીલાન્સ વર્કથી સ્ટ્રેસ ફ્રી રહે છે

એક નોકરી છોડતા બીજું કામ મળી ગયું
હિલેરીની સ્ટોરીમાં નવાઈની વાત એ છે કે તેને ડ્રીમ હોમ અને ડ્રીમ લાઈફ તો મળી પણ સાથે ડ્રીમ જોબ પણ મળી. તેણે માર્કેટિંગ માટે અમુક કંપનીનો કોન્ટેક્ટ કર્યો હતો. ફ્રીલાન્સ માર્કેટિંગની નોકરી મળી જતા તેનો ખર્ચ પણ આરામથી નીકળી જાય છે. હાલ હિલેરી સાથે ત્રણ પાર્ટ ટાઈમ ફ્રીલાન્સ જોબ છે. આ જોબ તેને બોજ નથી લાગતી. તે ફરવાની સાથે આરામથી કામ પણ કરી લે છે.

જાતે રિપેરિંગ કામ કરે છે
જાતે રિપેરિંગ કામ કરે છે

જર્નીમાં આવતી તકલીફ હસતા મોઢે સ્વીકારી
જો કે, વૅન લાઈફ વિચારીએ એટલી સરળ નથી. કોઈ પણ સમયે મેકેનિકલ ખામી કે પછી અન્ય કોઈ ખરાબી આવી જાય છે. ઘણીવાર હિલેરી રસોઈ કરતી હોય ત્યારે તેનો સ્ટવ પૂરો થઈ જાય છે. જ્યારે પણ આવી કોઈ તકલીફમાં હિલેરી ઘેરાય જાય છે ત્યારે તે શાંતિથી વિચારે છે, આ રીતે જીવન જીવવાનો નિર્ણય મારો જ છે. પ્રોબ્લેમ તો આવતા-જતા રહેશે. આ પણ એક જર્નીનો પાર્ટ છે.

5 મહિનામાં 2500 કિમી ફરી, મન ભરીને જીવી
5 મહિનામાં 2500 કિમી ફરી, મન ભરીને જીવી

હિલેરીએ કોઈ પણ પ્રકારનું ટાઈમટેબલ બનાવ્યું નથી કે કોઈ નિયમ બનાવ્યા નથી. તે પોતાને ગમે તે રીતે જીવે છે. તેની નેક્સ્ટ જર્નીનું સ્ટોપ મેક્સિકો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો