• Gujarati News
  • Lifestyle
  • 30 year old Girl Dies In Pre wedding Beauty Treatment In Parlor, Artificial Tanning Causes Heart Problems

સુંદર દેખાવવાનું ભારે પડ્યું:30 વર્ષની યુવતીનું લગ્ન પહેલા બ્યુટી ટ્રીટમેન્ટ કારણે પાર્લરમાં જ મોત, આર્ટિફિશિયલ ટેનિંગથી હાર્ટમાં સમસ્યા થઈ હતી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ આ મામલે ટેનિંગ સેલૂન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે

આજકાલ સુંદર દેખાવાની ઈચ્છામાં લોકો ઘણા પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે, પરંતુ સુંદર દેખાવાની ઈચ્છામાં કોઈનું મૃત્યુ થઈ જાય તો, આ સાંભળીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. બ્રિટનમાં આવો જ એક કેસ સામે આવ્યો છે. જ્યાં દુલ્હનનો ટેનિંગ સલૂનની અંદર જીવ જતો રહ્યો.

ટ્રીટમેન્ટના 2 કલાક પછી દુલ્હનનું મૃત્યુ
જાણકારી પ્રમાણે, જે મહિલાનું મૃત્યુ ટેનિંગ સલૂનમાં થયું, તે ન્યુઝીલેન્ડની રહેવાસી હતી અને તેના લગ્ન બ્રિટનમાં થયા હતા. મળતી માહિતી પ્રમાણે, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટેનિંગ સલૂનમાં દાખલ થયાના બે કલાક પછી નવપરણિત દુલ્હનના મોતના સમાચાર સામે આવ્યા. તેમજ પતિએ આ મામલે ટેનિંગ સેલૂન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

મહિલાએ 11 મિનિટ માટે પોતાનું સેશન ટેનિંગ સલૂનમાં બુક કરાવ્યું હતું. આ દરમિયાન તેના પતિ ઈફાન જોન્સ બે કલાક સુધી કોલ કરતો રહ્યો, પરંતુ તેણે કોઈ જવાબ ન મળ્યો. પછી મહિલાની સાસુ પણ તેને શોધવા ત્યાં પહોંચી. આ ઘટના બ્રિટનના એક ટેનિંગ સલૂનની છે.

વાસ્તવમાં, કેટલાક દેશોમાં ગોરા થવા માટે લોકો ટ્રિટમેન્ટ કરાવે છે, તેમજ કેટલીક મહિલાઓ આર્ટિફિશિયલ ટેનિંગ કરાવવાનું પસંદ કરે છે. ટેનિંગ મેળવવા માટે એક ડિવાઈસ દ્વારા ultraviolet radiationનો ઉપયોગ કરવામાં આવે છે.

ટ્રીટમેન્ટ પછી હાર્ટમાં સમસ્યા
મહિલાનું નામ પિયાત તાઉવાહર હતું. તે 30 વર્ષની હતી. તે એક મેન્ટલ હેલ્થ વર્કર હતી. 28 મેના રોજ વેલ્સમાં સ્વાનસી ટેનિંગ સલૂનમાં મૃત હાલતમાં મળી આવી હતી. રિપોર્ટમાં સામે આવ્યું કે, હાર્ટની સમસ્યાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે. પિયાતાના પતિ ઈફાને કહ્યું કે જે પણ તેની પત્નીને મળ્યા હશે તે સારી રીતે જાણતા હશે કે તે કેટલી દયાળુ હતી.

ટેનિંગ સલૂને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
જો કે, ટેનિંગ સલૂને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને મામલાની તપાસમાં સહયોગની વાત કરી છે. સેલૂનની સ્ટાફ એમા કોલર માઈલ્સે જણાવ્યું કે, જ્યારે તેણે ખબર પડી ત્યાં સુધી (પિયાતા)નું મોત થઈ ચૂક્યું હતું.

એમ્બ્યુલન્સ સર્વિસે પોલીસને માહિતી આપી
સાઉથ વેલ્સ પોલીસના ડિટેક્ટિવ ઈન્સ્પેક્ટર ગારેથ જોન્સે જણાવ્યું કે, તેની જાણકારી વેલ્સ એમ્બ્યુલન્સ સર્વિસે આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વેલ્સના Fforestfachમાં રહેલા Carmarthen Road પર કોમર્શિયલ પરિસરમાં મહિલાનો મૃતદેહ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...