• Gujarati News
  • Lifestyle
  • 30% Of Couples Cannot Have Children Naturally, Men's Sperm Count Decreased Due To Pollution

વંધ્યત્વનું કારણ:30% કપલ્સ કુદરતી રીતે બાળકો નથી કરી શકતા, પુરુષોના સ્પર્મ કાઉન્ટ ઘટવાનું કારણ બન્યું પ્રદૂષણ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદૂષણની સમસ્યા એ હદે વણસી છે કે હોસ્પિટલમાં જન્મેલા બાળકને તરત ઈન્હેલિંગ થેરપી આપવામાં આવી રહી છે
  • પ્રદૂષણને કારણે IVF સેન્ટરની બહાર એર ફિલ્ટર ઈન્સ્ટોલ કરાય છે

પ્રદૂષિત હવાને તમે એક સામાન્ય સમસ્યા સમજી રહ્યા હો તો તે તમારી મોટી ભૂલ છે. ઝેરી હવાની અસર તમારા શરીરે એ હદે વર્તાઈ શકે છે કે તમે વંધ્યત્વનો શિકાર થઈ શકો છો. ભારતની રાજધાની દિલ્હી આખી દુનિયામાં સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે. દિલ્હીની હાલત એ હદે ખરાબ બની છે કે શહેરના યંગ કપલ્સ કુદરતી રીતે બાળકને જન્મ આપવા લાયક નથી બચ્યા.

અત્યાર સુધી જે મહિલાઓના અંડાશયમાં 35 વર્ષની ઉંમરે તકલીફ થતી હતી તેમને હવે 25 વર્ષની ઉંમરે સમસ્યા થવા લાગી છે. પ્રદૂષિત હવાનો શિકાર માત્ર મહિલાઓજ નહિ પુરુષો પણ બન્યા છે. ઝેરી હવાને કારણે મહિલાઓ ઈન્ફર્ટિલિટીનો શિકાર બની છે તો પુરુષોના સ્પર્મ કાઉન્ટ ઓછા થવા લાગ્યા છે. તેને લીધે IUI અને અન્ય આર્ટિફિશિયલ પ્રેગ્નન્સી અસફળ થવા લાગી છે. દિલ્હી NCRના આશરે 30% કપલ્સ આ સમસ્યાથી પીડાય છે. તેનું મોટું કારણ પોલ્યુશન પણ ગણાય છે.

પ્રદૂષણ અને ઈન્ફર્ટિલિટી વિશે વાત કરવા માટે 'દિવ્ય ભાસ્કરે' ફર્ટિલિટી એક્સપર્ટ અને યંગ કપલ્સ સાથે વાત કરી. લાખો રૂપિયા ખર્ચીને કપલ્સ બાળક માટે ઝંખી રહ્યા છે. તેમના આ લાખો રૂપિયા પર પ્રદૂષણ પાણી ફેરવી રહ્યું છે.

પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ટકોર કરી છે. કોર્ટે પ્રદૂષણની સમસ્યા નિવારવા માટે સરકારને પગલાં લેવાની શિખામણ આપી છે. પ્રદૂષણની સમસ્યા એ હદે વણસી છે કે હોસ્પિટલમાં જન્મેલા બાળકને તરત ઈન્હેલિંગ થેરપી આપવામાં આવી રહી છે, જેથી તેમની ઈન્ફર્ટિલિટી પર અસર ન થાય.

મહિલાઓનું અંડાશય બીમાર તો પુરુષના સ્પર્મ કાઉન્ટ ઘટ્યા
ભાસ્કરે ગુરુગ્રામની ગાયનોકોલિજ્સટ ડૉ. વિનીતા યાદવ સાથે વાત કરી. તેમનું કહેવું છે કે પ્રદૂષણ આપણાં આખાં શરીર પર અસર કરે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. લાંબા ગાળાથી પ્રદૂષિત હવા ફેફસાંમાં જવાથી રીપ્રોડક્શન સિસ્ટમ પર અસર થાય છે. ડૉ. વિનીતા જણાવે છે કે પ્રદૂષણ અને ફર્ટિલિટીના વિષય પર મેક્સિમમ રિસર્ચ થાય તે જરૂરી છે.

પ્રદૂષણની ફર્ટિલિટી પર અસર

  • હોર્મોનલ ડિસબેલેન્સ: એન્ડોક્રાઈન ડિસઓર્ડરને કારણે શરીરના હોર્મોનનું સંતુલન બગડે છે. પ્રદૂષણના કણ શરીરમાં એસ્ટ્રોજન અને એન્ડ્રોજનના રિસેપ્ટર્સ પર ચોંટી જાય છે. તેનાથી હોર્મોન રિલીઝ પર અસર થાય છે.
  • સ્પર્મ કાઉન્ટ ઓછાં થયાં: પ્રદૂષણને કારણે ઈન્ફ્લેમેશન વધી જાય છે. મહિલાઓના અંડાશય અને પુરુષના ટેસ્ટીઝની અંદર ગેમેટોજેનેસિસનાં પ્રોડક્શન પર અસર પડે છે. તેથી સ્પર્મ્સ અને એગ્સનું પ્રોડક્શન ઓછું થવા લાગે છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછું થવા લાગે છે અને મહિલાઓનું અંડાશય બીમાર થવા લાગે છે.
  • DNAમાં ફેરફાર: પ્રદૂષણથી જિનોટોક્સિક ઈફેક્ટ થાય છે. તેમાં જનીન પર પ્રદૂષકોની ખરાબ અસર થાય છે. પુરુષોમાં સ્પર્મ ફ્રેગ્મેન્ટેશન ટેસ્ટ થાય છે. આ ટેસ્ટથી ખબર પડે છે કે તેમનાં સ્પર્મ કેટલા સ્ટોન્ગ છે.
  • ઓક્સીડેટિવ સ્ટ્રેસ વધે છે: પ્રદૂષણને કારણે શરીરમાં રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીઝ નામનાં કેમિકલની માત્રા વધી જાય છે. આ કેમિકલ વધવાથી સ્પર્મ અને એગ્સનું પ્રોડક્શન ખરાબ થાય છે.

પ્રદૂષણનું પ્રમાણ 40 સિગારેટ પીવા બરાબર
દિલ્હી NCRમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 500 ઉપર છે. આટલું પ્રદૂષણ એક દિસમાં 40 સિગારેટ પીવા બરાબર છે. રિસર્ચમાં પુરવાર થયું છે કે સિગારેટને કારણે પ્રેગ્નન્સીમાં સમસ્યા થાય છે. હવે કપલ્સ હવાને કારણે ઈન્ફર્લિટી ભોગવી રહ્યા છે.

IVF સેન્ટર પર ફિલ્ટર્સ અટેચ કરાયા
પ્રદૂષણ અને રીપ્રોડક્શન સિસ્ટમ વચ્ચેનું કનેક્શન છે. IVF સેન્ટર્સની લેબમાં એર ફિલ્ટર અટેચ હોય છે તેથી સ્પર્મ સેમ્પલ સુરક્ષિત રહે. હવામાં નાઈટ્રોજનની માત્રા વધારે હશે તો ઈમ્પ્લાન્ટેશન થઈ શકતું નથી. એર ક્વોલિટીની અસર કુદરતી રીતે બાળક લાવનારા કપલ્સ પર પણ થાય છે.

30% કપલ્સ ઈન્ફર્લિટીનો શિકાર
ડૉ. વિનીતા જણાવે છે કે તેમનાં ક્લીનિકમાં આવતા આશરે 30% કપલ્સને ફર્ટિલિટીની સમસ્યા છે. છેલ્લાં 3-4 વર્ષોમાં આ સમસ્યા વધી છે. અર્બન એરિયામાં દર 4માંથી એક કપલ્સ ઈન્ફર્લિટીનો શિકાર બને છે. આવા કપલ્સને 1 વર્ષ સુધી દવા અપાય છે અને ન્યુટ્રિશિયસ ડાયટ સજેસ્ટ કરાય છે. તેમ છતાં કુદરતી રીતે બાળકો ન થાય તો IUI અથવા IVF કરાવાની સલાહ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...