અમેરિકાની ત્રણ વૃદ્ધ સહેલીઓએ કોરોનાને હરાવ્યા બાદ વેક્સિન લીધી અને પછી પોતાનો 100મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. આ ત્રણેય એક સાથે ન્યૂયોર્ક સિટીના મેનહટન એરિયામાં આવેલા સિનિયર સિટીઝન હોમમાં રહે છે. આ ત્રણેયે એક જ દિવસે પોતાની જિંદગીનાં 100 વર્ષ પૂરાં કર્યાં હતાં. તેમને આ દિવસને સેલિબ્રેટ કરવા માટે કેક પણ કટ કરી હતી.
કમ્યુનિટી હોમ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટોમાં આ ત્રણેય એક સાથે ઘણી ખુશ જોવા મળી રહી છે. આ ત્રણેય મહિલાઓનું નામ રૂથ, લૉરેન, અને એડિથ છે. એડિથનો જન્મ બ્રૂકલિનમાં થયો અને ત્યાં રહીને તે મોટી પણ થઈ. ત્યાં તે પોતાના પિતાનો ફર્નિચરનો બિઝનેસ ચલાવવામાં તેમની મદદ કરતી હતી. રૂથ એક રિટાયર્ડ ટીચર છે.
તેમના આ બર્થ ડે સેલિબ્રેશનને લગભગ 40 ન્યૂઝ આઉટલેટે કવર કર્યા. આ પ્રસંગે લૉરેને જણાવ્યું કે- એવું લાગે છે કે જાણે અમે સેલિબ્રિટી બની ગયા હોઈએ. લૉરેનના અનુસાર, કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક મહિનાઓ આપણા બધા માટે ડરામણા હતા. પરંતુ એવું લાગી રહ્યું છે કે જાણે આપણે આઝાદ થઈ ગયા છીએ. સોશિયલ મીડિયા પર આ ત્રણેય મહિલાઓને ઘણા લોકોએ બર્થ ડે વિશ કરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.