તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • 29 Year Old American Woman Haley Arsinaux Defeated Bone Cancer, Will Now Be The First Person To Reach Space With A Prosthesis

પ્રેરણા:29 વર્ષીય અમેરિકન મહિલા હેલી ઓર્સીનોક્સ હાડકાનાં કેન્સર સામે જીતી ગઈ, કૃત્રિમ અંગો સાથે સ્પેસમાં જનારી પ્રથમ વ્યક્તિ બનશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષની ઉંમરે હેલીના સાથળમાં ટાઈટેનિયમ રોડ નાખ્યો હતો
  • જે હોસ્પિટલમાં તેની સારવાર થઈ તે જ જગ્યાએ હાલ ડૉક્ટર છે

હાડકાંનાં કેન્સરને હરાવનારી 29 વર્ષીય અમેરિકન મહિલા હેલી ઓર્સીનોક્સ અંતરિક્ષમાં જશે. હેલી ઓલ સિવિલિયન સ્પેસ મિશન ઇન્સ્પિરેશન-4માં જનારી સૌથી નાની ઉંમરની મહિલા બનશે. આની પહેલાં વર્ષ 1983માં સેલિ રાઈડ અંતરિક્ષમાં ગઈ હતી, તે સમયે તેની ઉંમર 32 વર્ષ હતી, આ મિશન આ વર્ષે ઓક્ટોબરમાં નાસાના કેનેડાનાં સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ થશે. કેન્સર સામેલ લડીને અને હિંમત આગળ વધીને હેલીએ અનેક લોકોને સ્પેસ મિશન માટે પ્રેરણા આપી છે.

હેલીને પગમાં દુખાવો રહે છે
સ્પેસ મિશન પર જઈને હેલી કેન્સર પીડિતોને એક સંદેશ આપવા ઈચ્છે છે કે, જો ઉત્સાહ હોય તો આકાશની કોઈ લિમિટ નથી કારણકે કોઈ પણ બીમારી વ્યક્તિની સફળતા વચ્ચે આવી ના શકે. હેલી સરખી રીતે ચાલી શકતી નથી, તેના પગમાં દુખાવો રહે છે.

કૃત્રિમ અંગો સાથે સ્પેસમાં જશે
હેલીએ 10 વર્ષની ઉંમરે અમેરિકામાં મેમ્ફિસ સિટીમાં સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલમાં ઘૂંટણ બદલવા અને સાથળમાં ટાઈટેનિયમ રોડ નખાવી સર્જરી કરાવી હતી. હાલ તે એ જ હોસ્પિટલમાં ડૉક્ટર છે. અંતરિક્ષમાં કૃત્રિમ અંગ સાથે જનારી પ્રથમ વ્યક્તિ બનશે.

કેન્સરે હેલીને ઘણું બધું શીખવાડ્યું
હેલીએ કહ્યું, કેન્સર સામેની લડાઈએ જ મને સ્પેસમાં જવા માટે તૈયાર કરી છે. મારા માટે તે સમય ઘણો કપરો હતો. કેન્સરની સારવાર દરમિયાન ઘણું બધું શીખવા પણ મળ્યું છે મને લાઈફટાઈમ કામમાં આવશે. હું મારી ટ્રીટમેન્ટ દરમિયાન એકની એક વાત જ રિપીટ કરતી હતી કે, ભગવાને મારા માટે સારો પ્લાન બનાવ્યો છે અને મારા સપનાં ચોક્કસ પૂરા થશે. આત્મવિશ્વાસ અને આકરી મહેનતથી હું આટલી આગળ આવી શકી મને ખુશી છે કે સ્પેસમાં જવા માટે મારું સિલેક્શન થયું.

અન્ય સમાચારો પણ છે...