તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • 27 Year Old Salina Begum Became West Bengal's First Woman Ambulance Driver, Living Alone Away From Family For A Year To Save Her Family From Infection

કોરોનાકાળમાં મદદ:પશ્ચિમ બંગાળની પ્રથમ મહિલા ડ્રાઈવર સલીના બેગમ, પરિવારને ઇન્ફેક્શનથી બચાવવા માટે એક વર્ષથી એકલી રહે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજગંજનાં MLA કૃષ્ણા કલ્યાણીએ આ કામ માટે 50 હજાર રૂપિયા આપીને સન્માન કર્યું
  • સલીના મહામારી પહેલાં ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ લઇ જવાનું કામ કરતી હતી

પશ્ચિમ બંગાળમાં છેલ્લા એક વર્ષથી સલીના બેગમ પોતાની એમ્બ્યુલન્સ દ્વારા કોરોના દર્દીઓની મદદ કરી રહી છે. હાલમાં જ તેને આ કામ માટે 50 હજાર રૂપિયા આપીને સન્માન કર્યું. તે શરુઆતમાં એમ્બ્યુલન્સ ચલાવીને ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચાડતી હતી, પરંતુ મહામારીને લીધે તેણે કોરોના દર્દીઓને હોસ્પિટલ લઈ જવાની જવાબદારી ઉપાડી. ગયા અઠવાડિયે તેને રાજગંજનાં MLA કૃષ્ણા કલ્યાણી તરફથી આ રાશિ મળી હતી. આ સન્માન તેને બીજીવાર મળી છે. આની પહેલાં ગયા વર્ષે પણ તેને કોરોના વોરિયર તરીકે સન્માન મળી ચૂક્યું છે.

સલીનાએ પોતાની મહેનત અને સાહસની મદદથી કોરોના ટાઈમમાં પણ માનવતા જાળવી રાખી. આ ટાઈમમાં લોકો કોરોના પેશન્ટને સ્પર્શ કરતા પણ ડરે છે ત્યારે સલીના તેમને ઘરેથી લઇને સહી સલામત હોસ્પિટલ સુધી પહોંચાડે છે.

સલીનાએ બંગાળી ભાષામાં MA કર્યું છે. તેણે વર્ષ 2016માં સ્ટેટ ગવર્નમેન્ટના સેલ્ફ હેલ્પ પ્રોગ્રામમાંથી ટ્રેનિંગ લઈને એમ્બ્યુલન્સ ડ્રાઈવર બની. તે દર મહીને 7થી 8 હજાર રૂપિયા કમાય છે આ રૂપિયામાંથી જ તેનું ગુજરાન ચાલે છે. છેલ્લા એક વર્ષથી તેના પરિવારને કોરોનાથી બચાવવા માટે હેમતાબાદ હેલ્થ સેન્ટરમાં એક નાનકડા રૂમમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...