યુનાઈડેટ અરબ અમીરાતે પોતાના અંતરિક્ષ કાર્યક્રમ માટે પ્રથમ વખત અંતરિક્ષ યાત્રી તરીકે કોઈ મહિલાની પસંદગી કરી છે. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે ટ્વીટ કરીને 2 અંતરિક્ષ યાત્રીકોના નામ જાહેર કર્યાં છે. તેમાંથી નૂરા અલ માતુશી UAEની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી છે.
નૂરાએ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે
નૂરાની ઉંમર 27 વર્ષની છે. તેણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. હાલ નૂરા આબુ ધાબીના નેશનલ પેટ્રોલિયમ કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરે છે. તેની સાથે પસંદગી પામેલા મુલ્લાનો જન્મ 1988માં થયો છે. તે હાલ દુબઈ પોલીસ સાથે પાયલટની નોકરી કરે છે. અંતરિક્ષ યાત્રીની પસંદગીમાં નૂરા સાથે મોહમ્મદ અલ મુલ્લાની પસંદગી પણ થઈ છે. આ બંને અંતરિક્ષ યાત્રીકોની પસંદગી 4 હજાર ઉમેદવારોમાંથી થઈ છે.
નૂરા અને અલ મુલ્લા બંને ટેક્સાસના હ્યુસ્ટનમાં નાસાના જોનસન સ્પેસ સેન્ટરમાં ટ્રેનિંગ લેશે. નૂરાની પસંદગી 4300 ઉમેદવારોમાંથી સાયન્ટિફિક એબિલિટીઝ, એજ્યુકેશન અને પ્રેક્ટિકલ એક્સપિરિઅન્સને આધારે કરવામાં આવી છે. ત્યારબાદ ફિઝિકલ, સાયકોલોજીકલ અને મેડિકલ એસેસમેન્ટ પણ થયું હતું.
1400 મહિલાઓમાંથી નૂરાની પસંદગી
ફેબ્રુઆરીમાં UAEના પ્રોબે મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કતર્યો હતો. તેનો પ્લાન હવે 2024 સુધી મીન રોવર લોન્ચ કરવાનો છે. નૂરા અને મોહમ્મદની પસંદગી UAEના એસ્ટ્રોનૉટ પ્રોગ્રામની બીજી બેચ માટે કરવામાં આવી છે. અંતરિક્ષ યાત્રીના બીજી બેચ માટે આવેલી કુલ અરજીઓમાંથી 1400 મહિલાઓએ અરજી કરી હતી. તેમાંથી નૂરાનું સિલેક્શન થયું છે. અરજી કરનાર મહિલાઓમાં PhD અને મેડિકલ ડોક્ટરની ડિગ્રી ધરાવનાર મહિલાઓ સામેલ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.