• Gujarati News
  • Lifestyle
  • 25% Of Women Use Dirty Makeup Brushes, This Habit Can Become The Reason For Pimples On The Face, Clean Makeup Brushes With The Help Of These Tips

બ્યુટી અલર્ટ:25% મહિલાઓ ગંદા મેકઅપ બ્રશનો ઉપયોગ કરી પિમ્પલ્સ અને બ્લેકહેડ્સને આમંત્રણ આપે છે, આ ટિપ્સથી મેકઅપ બ્રશ અને સ્કિન ચકચકાટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રશ સૂકાઈ ના જાય ત્યાં સુધી બોક્સમાં ના મૂકવું
  • બ્રશ ધોવા વિનેગર પણ વાપરી શકો છો

કોઈ પણ પાર્ટી કે ફંક્શનમાં જતા પહેલાં ફ્લૉલેસ લુક માટે મહિલાઓ મેકઅપ બ્રશનો ઉપયોગ કરે છે. પણ શું તમને યાદ છે, લાસ્ટ ટાઈમ ક્યારે મેકઅપ બ્રશ યુઝ કર્યું હતું? ઘણી મહિલાઓ ગંદા મેકઅપ બ્રશના ઉપયોગથી સ્કિનને થતા નુકસાનથી અજાણ છે. મોટાભાગે સ્કિન પ્રોબ્લેમનું કારણ વ્યસ્ત લાઈફસ્ટાઈલ, પોલ્યુશન કે પછી ભોજન માનવામાં આવે છે, પરંતુ આપણી ખરાબ ટેવથી પણ સ્કિન બગડે છે. બ્યુટી એક્સપર્ટ કાજલ સિંહે જણાવ્યું કે, જો મેકઅપ બ્રશ ચોખ્ખા ના હોય તો તેમાં છુપાયેલા બેક્ટેરિયા સ્કિનને નુકસાન પહોંચાડે છે. આ બ્રશ સ્કિનને સુંદર તો દેખાતી દે છે પણ સાથે બીમાર પણ કરે છે. આથી મેકઅપ બ્રશ સાફ કરવું ખૂબ જરૂરી છે.

ગંદા બ્રશથી બેક્ટેરિયા સ્કિન પર ફેલાય જાય છે
એક સર્વે પ્રમાણે, આશરે 25% મહિલાઓ મેકઅપ બ્રશ સાફ કરતી નથી. એક જ બ્રશને સાફ કર્યા વગર ફરીથી ઉપયોગમાં લેવાથી જોઈએ તેવો લુક નહીં મળે. કારણકે બ્રશ પર પહેલેથી મેકઅપ પ્રોડક્ટ લાગેલો હોય છે. ચોખ્ખા બ્રશથી મેકઅપ સારી રીતે અપ્લાય થાય છે. હાઈજીન મેકઅપ માટે બ્રશ સાફ કરવા ખૂબ જરૂરી છે. ગંદા બ્રશથી મેકઅપ કરશો તો તે સ્કિન પર ફેલાય જાય છે. તેનાથી ઇચિંગ, પિમ્પલ અને બ્લેકહેડ્સ થાય છે. એકબીજાના બ્રશ પણ ના વાપરવા જોઈએ. તેનાથી એક વ્યક્તિમાંથી સ્કિન પ્રોબ્લેમ બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર થાય છે. મેકઅપ બ્રશ સાચવશો તો તેનું આયુષ્ય પણ વધી જશે.

કેટલી ભારતીય મહિલાઓ મેકઅપ કરે છે?
picodi.comના સર્વે પ્રમાણે, કોસ્મેટિક્સ ખરીદવામાં ભારતીય મહિલાઓ દર વર્ષે 22 હજાર રૂપિયા અને પુરુષો 10 હજાર રૂપિયા ખર્ચે છે. 33% મહિલાઓ રોજ મેકઅપ કરે છે. પાર્ટી પર મેકઅપ કરતી મહિલાઓ 11% છે. 14% મહિલાઓને મેકઅપ પસંદ નથી. એક મહિલામાં 24 કોસ્મેટિક પ્રોડક્ટ્સ હોય છે, જેમાંથી રોજ 10નો ઉપયોગ થાય છે. 37% મહિલાઓ ડિસ્કાઉન્ટ હોય ત્યારે કોસ્મેટિક ખરીદે છે.

આ રીતે મેકઅપ બ્રશ ક્લીન કરો:

  • કાજલ સિંહે કહ્યું, અઠવાડિયાંમાં બે વાર મેકઅપ બ્રશ ક્લીન કરવું જોઈએ. મોટાભાગની મહિલાઓને બ્રશ સાફ કરતા નથી આવડતા આથી તે ફેંકી દે છે અથવા તો ગંદા બ્રશ વાપરે છે. મેકઅપ બ્રશ ક્લીન કરવા આ ટિપ્સ ફોલો કરો:
  • પાણીમાં થોડો માઇલ્ડ સાબુ ઓગાળી લો. તેમાં બ્રશ ડૂબાડીને થોડી વાર રહેવા દો. એ પછી હળવા હાથે સારી રીતે સાફ કરી લો. એ પછી ચોખ્ખા ટીશ્યુ કે મુલાયમ કપડાંથી લૂછી લો.
  • એક બાઉલમાં થોડું શેમ્પૂ અને ઓલિવ ઓઇલ મિક્સ કરી લો. તેમાં 5 મિનિટ માટે બ્રશ ડૂબાડી રાખો. સાફ પાણીથી બ્રશ ધોઈ દો.
  • ક્લિનીંગ સોલ્યુશનની મદદથી પણ મેકઅપ બ્રશ ક્લીન કરી શકાય છે. તેનાથી બ્રશ પર જામેલો મેકઅપ સાફ થઈ જશે.
  • મેકઅપ બ્રશ સાફ કરવા માટે માર્કેટમાં ક્લીંઝિંગ ઓઇલ સ્ટિક પણ મળે છે. તેની મદદથી બ્રશ પર બેક્ટેરિયાનો સફાયો થાય છે. બ્રશ સૂકાઈ ના જાય ત્યાં સુધી બોક્સમાં ના મૂકવું.
  • થોડા સમય માટે મેકઅપ બ્રશ પાણીમાં રાખો. એ પછી હળવા હાથે બ્રશ પકડીને બીજા હાથની હથેળી પર સર્ક્યુલર મોશનમાં ફેરવી સાફ કરો. તેનાથી બધો મેકઅપ નીકળી જશે. બ્રશ ધોવા વિનેગર પણ વાપરી શકો છો.