હૈદરાબાદનું પહેલુ સોલર રૂફ સાયકલિંગ ટ્રેક:16 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માટે 23 કિમી લાંબી ટ્રેક રૂફ, વર્ષ 2023 સુધીમાં ઉપયોગ કરી શકશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદને ટૂંક સમયમાં જ સાઈકલ ચલાવવા માટે એક એવો ટ્રેક મળી શકે છે કે, જેની ઉપર સોલર પેનલની છત હશે. તેને સોલાર રુફ સાઈકલિંગ ટ્રેક કહેવામાં આવે છે. તે રસ્તો 23 કિમી લાંબો હશે. તે દક્ષિણ કોરિયાના ડેજોન અને સેજોંગ બાઇક હાઇવેની તર્જ પર બનાવવામાં આવી રહ્યું છે. તેલંગાણાના મ્યુનિસિપલ પ્રધાન કે ટી રામારાવે મંગળવારે આઉટર રીંગરોડના સર્વિસ રોડ પર આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

પ્રોજેક્ટનો 3D વીડિયો રિલીઝ થયો
રાવે સાઇકલિંગ ટ્રેકનો 3D પ્લાનિંગ વીડિયો ટ્વિટર પર જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ આવતા વર્ષના ઉનાળા સુધીમાં તૈયાર થઈ જશે. 23 કિલોમીટર લાંબો અને 4.5 મીટર પહોળો આ સાઇકલ ટ્રેક નાનકરામગુડા, તેલંગાણા સ્ટેટ પોલીસ એકેડમી (TSPA) સર્કલ, નરસિંગી અને કોલ્લુરને જોડશે. અત્યારે તો અધિકારીક શરુઆત રુપે 21 કિલોમીટર પર જ કામ કરશે. સોલર પેનલથી શણગારેલી છત 16 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે.

કોને થશે ફાયદો?
હૈદરાબાદમાં એવા ઘણા લોકો છે કે, જે ઓફિસ જવા માટે સાયકલનો ઉપયોગ પણ કરે છે. આ ટ્રેક તેમના માટે રસ્તો સરળ બનાવશે. તે નાનકરામગુડા અને TSPA સર્કલ વચ્ચે 8.5 કિ.મી.નું અંતર અને નરસિંગી અને કોલ્લુર વચ્ચે 14.5 કિમીનું અંતર કાપશે. આ પ્રોજેક્ટ શહેરના આઇટી કોરિડોર પાસે બનાવવામાં આવી રહ્યો છે, જેથી આઇટી પ્રોફેશનલ્સ સરળતાથી અવરજવર કરી શકે.

હૈદરાબાદમાં બનાવવામાં આવી રહેલા સોલર રૂફ સાયકલિંગ ટ્રેક એ દક્ષિણ કોરિયન મોડેલનું વધુ સારું વર્ઝન છે.
હૈદરાબાદમાં બનાવવામાં આવી રહેલા સોલર રૂફ સાયકલિંગ ટ્રેક એ દક્ષિણ કોરિયન મોડેલનું વધુ સારું વર્ઝન છે.

દક્ષિણ કોરિયાથી પ્રેરણા મળી
હૈદરાબાદ ગ્રોથ કોરિડોર લિમિટેડ (HGCL) અને હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)ની એક ટીમ આ પ્રોજેક્ટ માટે દક્ષિણ કોરિયા ગઈ હતી. ત્યાં અધિકારીઓએ ડાજોહન અને સેજોંગ વચ્ચેના સાઇકલ ટ્રેક પ્રોજેક્ટનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. ટીમના જણાવ્યા મુજબ હૈદરાબાદમાં બની રહેલો સોલર રૂફ સાયકલિંગ ટ્રેક સાઉથ કોરિયન મોડલનું વધુ સારું વર્ઝન છે. તે વધુ સુંદર હશે અને તેમાં રેઇન પ્રોટેક્શન, પાર્કિંગ અને ફૂડ સ્ટોલ જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવશે. તેની બંને બાજુ વૃક્ષો અને છોડ માટે 1 મીટરની જગ્યા છોડવામાં આવશે. 24 કલાકની સુરક્ષા વ્યવસ્થા રહેશે અને CCTV કેમેરા પણ ચાલુ રહેશે.