• Gujarati News
  • Lifestyle
  • 22 year old Abigail Wins Rs 7 Crore Vaccine Lottery In US, Becomes Millionaire Overnight

કિસ્મતનો ખેલ:અમેરિકામાં 22 વર્ષની એબિગેલને 7 કરોડ રૂપિયાની વેક્સિનની લોટરી લાગી, રાતોરાત કરોડપતિ બની ગઈ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના વેક્સિન લેવા પર 22 વર્ષની એબિગેલ બુગેન્સ્કેને સાત કરોડ રૂપિયાથી વધુની લોટરી લાગી. - Divya Bhaskar
કોરોના વેક્સિન લેવા પર 22 વર્ષની એબિગેલ બુગેન્સ્કેને સાત કરોડ રૂપિયાથી વધુની લોટરી લાગી.
  • અમેરિકાના ઓહાયોમાં રસીકરણને પ્રોત્સાહન શરૂ કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું
  • ‘વેક્સ-એ-મિલિયન’અભિયાનના પાંચમાંછી પહેલા વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું, જેમાં એબિગેલનું નામ હતું

અમેરિકામાં 22 વર્ષની મહિલાની કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ અને તે કરોડપતિ બની ગઈ. હકીકતમાં અમેરિકાના ઓહાયોમાં રસીકરણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલા ‘વેક્સ-એ-મિલિયન’અભિયાનના પાંચમાંથી પહેલા વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કોરોના વેક્સિન લેવા પર 22 વર્ષની એબિગેલ બુગેન્સ્કેને સાત કરોડ રૂપિયાથી વધુની લોટરી લાગી છે. એબિગેલના જણાવ્યા પ્રમાણે, ‘પહેલા મને લાગ્યું કે કોઈ મારી સાથે મજાક કરી રહ્યું છે. પરંતુ જ્યારે ગર્વનર માઈક ડેવાઈન સાથે વાત થઈ તો મારી ખુશીનો કોઈ પાર નહોતો. ખુશીથી મારી આંખમાં આંસુ આવી ગયા’

એબિગેલને રડતા જોઈને માતા-પિતાને લાગ્યું કે તેની સાથે કંઈક ખોટું થયું છે. બાદમાં એબિગેલે તેમને જણાવ્યું કે તેણે મિલિયન ડોલર જીત્યા છે. એબિગેલ મિકેનિકલ એન્જિનિયર છે. તે સિનસિનાટીની જીઈ એવિએશન કંપનીમાં કામ કરે છે. આ પ્રસંગે ગવર્નર માઈક ડિવાઈને જણાવ્યું કે, મને એ વાતની ખુશી છે કે એબિગેલની જીતથી અન્ય લોકો વેક્સિન લેવા માટે પ્રેરિત થશે.

એબિગેલના જણાવ્યા પ્રમાણે, આટલી મોટી રકમ જીત્યા બાદ પણ તે નોકરી નહીં છોડે. તેના જણાવ્યા પ્રમાણે, નોકરી છોડવાનો અત્યારે તેનો કોઈ પ્લાન નથી. તે થોડા પૈસા દાનમાં આપશે અને બાકીના પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહી છે. તે ઉપરાંત તે એક જૂની કાર ખરીદવાનું વિચારી રહી છે. તે ઉપરાંત બુગેન્સ્કે લોકોને વેક્સિન લેવા માટે પણ પ્રોત્સાહિત કરશે.