તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઉટસાઈડ કમ્ફર્ટઝોન:40 કિલો ચોકલેટ ખાઈને 21 વર્ષીય ટીચર એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની સૌથી યંગ સોલો વીમેન બની

8 દિવસ પહેલા
  • જેસ્મિને રેકોર્ડ સાથે ચેરિટી માટે 10 હજાર યુરો એટલે કે 9 લાખ રૂપિયા ભેગા કર્યા
  • એટલાન્ટિક મહાસાગર પાર કરવા જેસ્મિનને 70 દિવસો, ત્રણ કલાક અને 48 મિનિટનો સમય લાગ્યો
  • જેસ્મિનને સફરમાં ભોજન માટે તકલીફ થઇ હતી તેણે 40 કિલો ચોકલેટ ખાઈને પેટ ભર્યું હતું.

ઇંગ્લેન્ડમાં 21 વર્ષીય સ્વિમિંગ ટીચર એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની સૌથી યંગ સોલો વીમેન બની છે. જેસ્મિન હેરિસન નોર્થ યોર્કશાયરની રહેવાસી છે. જેસ્મિન ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં દરિયો ખેડવા નીકળી હતી. કોઈની પણ મદદ વગર એકલા એટલાન્ટિક મહાસાગર પાર કરવા જેસ્મિનને 70 દિવસો, ત્રણ કલાક અને 48 મિનિટ લાગ્યા.

કેરેબિયન પર પહોંચી ત્યારે તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. 21 વર્ષીય જેસ્મિનનો હરખ તેના ચહેરા પર ચોખ્ખો છલકાતો હતો. તેણે કહ્યું, આ પ્રવાસ વિશે મેં જે પણ ઈમેજીન કર્યું હતું તે બધું મળ્યું. સૌથી વધારે તકલીફ ફૂડ માટે થઇ હતી. આટલા દિવસોમાં મેં 40 કિલો ચોકલેટ ખાધી.

4,828 કિલોમીટરનો દરિયાનો પ્રવાસ તે ઝિંદગીમાં ક્યારેય ભૂલી નહિ શકે. જેસ્મિને આ પ્રવાસ નોર્મલ લાઈફથી દૂર રહીને કંઈક અલગ અનુભવ લેવા કર્યો હતો. તેણે કહ્યું, સોશિયલ મીડિયા, બેડ ન્યૂઝ અને અન્ય નોર્મલ રૂટિનથી દૂર રહીને ઘણી મજા આવી. આ સફરની સરખામણીએ કંઈ ના આવી શકે. જો કે, એકલા હાથે શરૂ કરેલો સફર જેસ્મિન માટે સરળ નહોતો. તેની બોટમાં અમુક ખામી આવી ગઈ હતી. ઘણા દિવસે તે 2 કલાક જ સૂતી હતી અમે તેને કોણી પર ઇજા પણ થઇ હતી.

જેસ્મિને રેકોર્ડ તો બનાવ્યો જ છે પણ સાથે જ ચેરિટી માટે 10 હજાર યુરો એટલે કે 9 લાખ રૂપિયા ભેગા કર્યા છે. આ રકમ બ્લૂ મેરિન ફાઉન્ડેશનમાં જશે. બ્લૂ મેરિન ફાઉન્ડેશન ઓવર ફિશિંગનો વિરોધ, શેલ્ટર બોક્સ અને કુદરતી આપત્તિનો ભોગ બનેલા લોકોની મદદ કરે છે.

21 વર્ષીય જેસ્મિને કહ્યું, હું યંગ લોકોને પ્રેરણા આપવા માગું છું કે તેઓ પોતાના રૂટિનમાંથી બહાર નીકળીને કંઈક અલગ કરે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી કંઈક અલગ કરવાની મજા જ કંઈક અલગ છે.

આની પહેલાં આ રેકોર્ડ અમેરિકાની 22 વર્ષીય કેટી સ્પોટઝને નામ હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો