હંમેશા વિચારોમાં ખોવાયેલા રહેવું એ પણ કાલ્પનિક વિકાર હોઈ શકે છે. સામાન્ય માણસ દરરોજ તેના જાગવાનો 30% સમય સપના જોવામાં જ બરબાદ કરી નાખે છે. તમારી આજુબાજુ એક પ્રકારની કાલ્પનિક દુનિયા બનાવવી અને તેમાં લાંબા સમય સુધી ડૂબી રહેવું તે તમને એક સમય માટે ખોટી તો ખોટી ખુશી આપે છે પરંતુ તેનાથી થતા નુકસાનનું લિસ્ટ પણ એટલું જ લાંબુ છે. ડે- ડ્રીમિંગને કારણે તમે તમારા કામ પર તો ધ્યાન નથી આપી શકતા. તો જે વિદ્યાર્થી છે તે લોકોનું સ્કૂલ અને કોલેજમાં ભણવામાં પણ મન નથી લાગતું. તો ઓફિસ વર્કમાં પણ સંપૂર્ણ ધ્યાન નથી આપી શકાતું.
તો બીજી તરફ આપણે એવા કામ દરમિયાન ડે-ડ્રીમિંગ કરીએ છીએ જેમાં વધુ એકાગ્રતાની જરૂર હોતી નથી, જેમ કે કપડાં ધોવા અથવા સાફ-સફાઈ કરાવી.
દુનિયામાં 20 કરોડ લોકો ડે-ડ્રીમિંગના શિકાર
બ્રિટનમાં કરવામાં આવેલા એક નવા સંશોધનો પરથી ખબર પડી છે કે, લાંબા સમય સુધી ડે- ડ્રીમિંગ એ ખતરનાક સ્થિતિ છે, જે સતત વધી રહી છે. લોકો જેટલા વધુ ચિંતિત થાય છે, તેટલા જ તેઓ વિચારોમાં ડૂબવા લાગે છે. રિસર્ચમાં સામેલ યુનિવર્સિટી ઓફ સસેક્સના સહયોગી લેક્ચરર જુલિયા પોરિયો કહે છે કે, વિશ્વભરના 2.5% લોકો એટલે કે 20 કરોડ લોકો વધુ પડતાં ડે- ડ્રીમિંગમાંથી પસાર થઈ રહ્યાં છે. જેને ખરાબ ડે-ડ્રીમિંગ કહેવામાં આવે છે.
તો બીજી તરફ લોકો આ અવસ્થામાં કલાકો સુધી વિચારોમાં મગ્ન રહે છે. અન્ય એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, અયોગ્ય ડે-ડ્રીમિંગવાળા લોકો તે અડધો સમય તો વિચારોમાં વિતાવે છે.તેઓ તેમના વિચારોમાં તેમની સમસ્યાઓનો ઉકેલ શોધે છે.તેઓ પોતાની જવાબદારીઓ ટાળવા લાગે છે.પરિવારમાં સંબંધો નબળા પડવા લાગે છે. ડે-ડ્રીમિંગને કારણે લોકો આદતથી લાચાર થાય છે આ સાથે જ આવા લોકો શરમ અનુભવવા લાગે છે, પરંતુ તેઓ ઇચ્છે તો પણ પોતાને રોકી શકતા નથી. તેની ઊંઘ પણ પૂરી થતી નથી.
ડે-ડ્રીમિંગથી ડિપ્રેશન જેવી બીમારીઓનું જોખમ રહે છે
ડે-ડ્રીમિંગથી અનેક રોગોનો જન્મ થાય છે. જેના કારણે ADHD, ચિંતા, ડિપ્રેશન અને OCD થઈ રહી છે. જેઓ પોતાના વિશે વધુ પડતું વિચારી રહ્યા છે અને સારું થવાનું વિચારીછે પરંતુ તેઓ બીમાર થઈ રહ્યા છે. તેઓ આ રોગો વિશે પણ જાણતા નથી. સંશોધન પરથી ખબર પડે છે કે, અયોગ્ય ડે-ડ્રીમિંગ ધરાવતા અડધા જેટલા લોકોને પણ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD) હોય છે. આ લોકો સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ થઈ રહ્યા છે. અહીં પણ તેઓ તેનાથી છુટકારો મેળવવાના રસ્તાઓ શોધી રહ્યા છે.
તો આ રહ્યા ડે-ડ્રીમિંગના ફાયદા...
એવું નથી કે, ડે-ડ્રીમિંગથી નુકસાન જ થાય છે અમુક કિસ્સામાં ડે-ડ્રીમિંગથી ફાયદા પણ થાય છે. જો ડે-ડ્રીમિંગ નશાની જેમ તમારા પર હાવી ન થાય તો તનાવથી બહાર નીકળવામાં મદદ કરે છે. સંશોધન પરથી ખબર પડે છે કે, ડે-ડ્રીમિંગ એકલતા માટે વરદારૂપ છે અને કંટાળાને દૂર કરે છે. તો સમસ્યાઓનો ઉકેલવામાં મદદ કરે છે. ક્યારેક સર્જનાત્મકતા વધે છે. અકસ્માત અથવા મોટા આઘાતને કારણે થયેલા આઘાતમાંથી સ્વસ્થ થાય છે. ડે-ડ્રીમિંગ દ્વારા વ્યક્તિ થોડા સમય માટે પોતાની જાતને ભૂલી જવા માટે સક્ષમ છે. આ ઘણી વસ્તુઓને ભૂલી જવામાં મદદ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.