અમેરિકાના ટેક્સાસમાં એક બે વર્ષના બાળકે ફોનથી રમતા રમતા ઘણા બધા બર્ગર ઓર્ડર કરી દીધા. બાળકે ડોરડેશ નામની એક ફૂડ ડિલિવરી એપનો ઉપયોગ કરી મેકડોનલ્ડ્સ આઉટલેટમાંથી 31 ચીઝબર્ગર ઓર્ડર કર્યા. બાળકે ન માત્ર બર્ગર ઓર્ડર કર્યા હતા પરંતુ ડિલિવરી બોયને ટિપ પણ આપી હતી.
માતા કામ કરી હતી, બાળકે ઓર્ડર કરી દીધો
કિંગ્સવિલેમાં રહેતી કેલ્સી બુર્ખાલ્ટર ગોલ્ડને જણાવ્યું કે, તે કમ્પ્યુટર પર કંઈક કામ કરી રહી હતી, ત્યારે તેના દીકરાએ ફોન અનલોક કરી રમવા લાગ્યો. તે ફોનથી રમી રહ્યો હતો. મને લાગ્યું કે તે પોતાનો ફોટો ક્લિક કરી રહ્યો છે, પરંતુ જ્યારે મેં પાછળ જોયું તો તેને મારા ફોનથી રમતા સમયે બર્ગર ઓર્ડર કરી દીધા હતા. જેની કિંમત 7 હજાર રૂપિયા હતી
ઓર્ડર એટલો વધારે હતો કે ડોનેટ કરી દીધા
ગોલ્ડન જણાવે છે કે, ડોરડેશનો મેસેજ જોઈ હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમને મેસેજ મોકલ્યો હતો કે તમારા ઓર્ડરમાં સામાન્ય કરતા થોડો વધારે સમય લાગશે કેમ કે ઓર્ડર વધારે છે. મારા દીકરાએ 31 ચીઝ બર્ગર ઓર્ડર કર્યા હતા. બાળકે ડિલિવરી માટે $16 (રૂ. 1,200)ની ટિપ પણ આપી હતી. જો કે, માતાએ ઓર્ડર કેન્સલ કરવા અથવા બાળકને ઠપકો આપવાને બદલે લોકોને બર્ગર ડોનેટ કરવાનો નિર્ણય કર્યો.
પોસ્ટ લખીને માતાએ લોકોને બર્ગર માટે પૂછ્યું
કેલ્સીએ 'કિંગ્સવિલે કમ્યુનિટી હેલ્પ' નામના ફેસબુક ગ્રુપમાં પુત્ર અને બર્ગરનો ફોટો પોસ્ટ કર્યો હતો. તેણે લખ્યું – 'મારી પાસે મેકડોનાલ્ડ્સના 31 ચીઝબર્ગર છે, શું કોઈ તેને ખરીદવામાં રસ ધરાવે છે ? મારો 2 વર્ષનો બાળક DoorDash પરથી કેવી રીતે ઓર્ડર આપવો તે જાણે છે.થોડી જ મિનિટોની અંદર ઘણા લોકલ લોકોએ તેની પાસેથી બર્ગર લઈ લીધા તો કેટલાક લોકોએ કમેન્ટ કરીને તેમને ફોન અને એપ પ્રોટેક્ટ કરવાની સલાહ આપી.
રમત-રમતમાં ઓર્ડર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.