તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • 2 Australian Friends Were Sitting On A Mattress On The Beach Enjoying A Beer, When Suddenly A Gust Of Wind Blew The Two Across The Sea

મજા બની સજા:2 ઓસ્ટ્રેલિયન મિત્રો દરિયાકિનારે મેટ્રસ પર બેસી બિયરની મજા માણી રહ્યા હતા, અચાનક પવન ફૂંકાતા બંને દરિયાની પેલે પાર પહોંચી ગયા

7 મહિનો પહેલા
  • મેટ્રસ પર બંને જણા પવન સાથે ઘણા કિલોમીટર સુધી દરિયામાં તણાતા રહ્યા
  • પેરી અને નોહાની મદદે તેનો ફ્રેન્ડ્સ જેટ સ્કાય લઈ દોડી આવ્યો હતો

વીકેન્ડ પર ફ્રેન્ડ્સ સાથે દરિયાકિનારે જઈ જલસો કરવું કોને ન ગમે પરંતુ જો આ જલસો કોઈ સંકટનું રૂપ ધારણ કરી લે તો! ઓસ્ટ્રેલિયામાં 2 મિત્રોની સાથે કંઈક આવું જ બન્યું. બંને દોસ્ત દરિયામાં મેટ્રસ પર બેસી ગપ્પા મારી રહ્યા હતા અને અચાનક જોરદાર પવન ફૂંકાતા તેઓ દરિયાની પેલે પાર પહોંચી ગયા.

આ ઘટના ગત શનિવારની છે જેક્શન પેરી અને નોહા પામર રિલેક્સ થવા માટે દરિયાકિનારે પહોંચ્યા હતા. તેમને મનમાં ખયાલ આવ્યો કે મેટ્રસ સાથે દરિયા પર રિલેક્સ થવું જોઈએ. બંને દોસ્ત મેટ્રસ પર બેસી હસી મજાક કરી રહ્યા હતા. તેમની આ મૂવમેન્ટને હંમેશાં માટે કેદ કરવા તેઓ ફોટોગ્રાફી પણ કરી રહ્યા હતા. ચિયર કરવા માટે તેમણે બિયર ભરેલું આઈસબોક્સ પણ સાથે લીધું હતું. અચાનક જ જોરદાર પવન ફૂંકાયો અને મેટ્રસ સાથે દરિયામાં અનેક કિલોમીટર સુધી તણાઈને બંને દોસ્ત દરિયાની પેલે પાર પહોંચી ગયા.

પેરી કહે છે કે પવનનું જોર એટલું વધારે હતું કે અમે તેની વિરુદ્ધમાં મેટ્રસ દરિયા પર હાંકી શક્યા નહિ અમે દરિયાને પેલે પાર પહોંચી ગયા હતા. તેવામાં તેમની મદદ કરવા માટે તેઓ તેમના ફ્રેન્ડ ટ્રેક્સને ફોન કરવા માટે સફળ રહ્યા. ટ્રેક્સ બંનેનું રેસ્ક્યુ કરવા માટે જેટ સ્કાયમાં પહોંચ્યો હતો.

આ મેટ્રસ બંને મિત્રો મજા માણી રહ્યા હતા
આ મેટ્રસ બંને મિત્રો મજા માણી રહ્યા હતા

પેરી કહે છે કે તેમના માટે દરિયામાં રહેલી શાર્ક ભયનું કારણ નહોતી પરંતુ ડર ત્યારે લાગવા લાગ્યો જ્યારે આઈસબોક્સમાંથી બિયર બોટલ બહાર આવવા લાગી અને મેટ્રસમાં કાંણાં પડી જવાથી તે ડૂબવા લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...