શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે, કોઇ યુવતી પોતાના મનપસંદ હેર કટ માટે 10 હજાર કિલોમીટર દુર બીજા દેશમાં જઇને હેર ટ્રીટમેન્ટ માટે 17 લાખ રૂપિયા ખર્ચ કરે ? એક અમેરિકન યુવતી વાળ કપાવવા માટે બીજા દેશમાં ગઈ હતી. બ્રાયન એલિસ નામની એક યુવતી તેને મનપસંદ હેર કટ માટે અમેરિકાથી તુર્કી ગઈ હતી. લાખોનો ખર્ચ કરીને વાળ કપાવીને દેશમાં પાછી આવી ગઇ હતી બાદમાં કહ્યું કે, બધું ખૂબ સસ્તામાં પતી ગયું.
હેર કટ માટે ત્રણ લાખ માગ્યા
બ્રાયન એલિસ જણાવે છે કે, તેણી અમેરીકાના એક સલુનમાં વાળ કપાવવા માટે ગઇ અને હેર કટનો ફોટો બતાવ્યો તો સલુનવાળાએ ચાર હજાર ડોલર એટલે કે 3.12 લાખની માગ કરી હતી. સલુનવાળાએ મોઘવારીને કારણે ભાવ વધારી દીધા હતા. બ્રાયને ભાવ જાણ્યા બાદ મનપસંદ હેર કટ બીજા દેશમાં ગઇ હતી.
હેર કટ માટે 10 હજાર કિલોમીટર દુર ગઇ
આ બાદ બ્રાયને તુર્કી જવાનું નક્કી કર્યું હતું. અમેરિકાથી તુર્કીનું અંતર 10 હજાર કિલોમીટર છે. બ્રાયને તુર્કી જઇને તેના મનપસંદ હેર કટ કરાવ્યા અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. બ્રાયનેે લખ્યું હતું કે, 'જ્યારે અમેરિકામાં મનપસંદ હેર કટ માટે 4,000 ડોલર માગવામાં આવે તો, તમે તુર્કી જઇને પછી તમારા સપના પૂરા કરો.'
3 લાખના બદલે 17 લાખનો ખર્ચ કરી દીધો
બ્રાયન કહે છે કે, મારા મનપસંદ 'હેર ઇન્સ્પિરેશન પિક્ચર' પર એક નજર નાખી હતી. મેં જોયું કે આ સ્ટાઈલિશ તુર્કીમાં રહે છે. તેથી મેં વિચાર્યું કે જો હું ત્યાં જઈશ તો મનપસંદ સ્ટાઈલિશ મને મનપસંદ લુક આપશે. તુર્કીમાં મારા વાળની સારવારમાં 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ દરમિયાન તે મારા વાળમાં સારી ગુણવત્તાના 24 હેર એક્સટેન્શન બ્લેન્ડ, ટોનિંગ લગાવ્યું હતું. આ બધા માટે મારે માત્ર 450 ડોલર એટલે કે 35 હજાર ચૂકવવા પડ્યા હત. મેં તેને ટિપ પણ આપી. અમેરીકાથી તુર્કીની ફ્લાઇટ, તુર્કીમાં બે અઠવાડિયાનું રોકાણ અને વાળની સારવાર પાછળ 2,2000 ડોલરનો ખર્ચ થયો હતો. જો તમે ભારતીય રૂપિયામાં તેની કિંમતનો અંદાજ લગાવો તો 17.16 લાખ રૂપિયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.