• Gujarati News
  • Lifestyle
  • 17 Beauties Including Miss India Mansa Varanasi Corona Positive, Now Competition Will Be Held Within 90 Days

પોસ્ટપોન:મિસ ઈન્ડિયા માનસા વારાણસી સહિત 17 સુંદરી કોરોના પોઝિટિવ, 90 દિવસની અંદર યોજાશે મિસ વર્લ્ડ 2021નો ગ્રાન્ડ ફિનાલે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયોજકોએ કહ્યું, નેક્સ્ટ 90 દિવસની અંદર પોર્તો રિકો મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે

મિસ વર્લ્ડ 2021ની સ્પર્ધાને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. આ બ્યૂટી પેજન્ટમાં ભારતને રિપ્રેઝન્ટ કરનારી માનસા વારાણસી સહિત 17 સુંદરી કોરોના પોઝિટિવ થઈ છે. આ દરેકને કેરિબિયન આઇલેન્ડ પોર્તો રિકોમાં આઇસોલેશનમાં રાખ્યા છે.

ભારતીય સમય પ્રમાણે, આ સ્પર્ધાનો ફિનાલે આજે સવારે આશરે 4:30 વાગ્યે યોજાવાનો હતો, પરંતુ કોરોનાને લીધે હાલ પ્રોગ્રામ પોસ્ટપોન રખાયો છે. આયોજકોએ કહ્યું, નેક્સ્ટ 90 દિવસની અંદર નક્કી કરેલી જગ્યા પર જ મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. સ્વાસ્થ્ય અધિકારીઓની મજૂરી મળી ગયા પછી દરેક સુંદરી તેમના દેશ પાછી જઈ શકશે.

11 ફેબ્રુઆરી, 2021ના રોજ મિસ ઇન્ડિયા 2020ની જાહેરાત થઈ. તેલંગાણાની 23 વર્ષીય માનસા વારાણસીએ મિસ ઇન્ડિયા 2020નો તાજ પહેર્યો હતો. તેલંગાણાની માનસા ફાઇનાન્શિયલ એક્સચેન્જ ઇન્ફોર્મેશન એનાલિસ્ટ છે. મિસ વર્લ્ડ 2000 રહી ચૂકેલી પ્રિયંકા ચોપરા તેની ઇન્સ્પિરેશન છે.

ધોરણ 10 સુધી મલેશિયા ભણી
માનસાનો જન્મ હૈદરાબાદમાં થયો. બાળપણથી જ તે શરમાળ હતી. તેના પિતા કામ માટે મલેશિયા શિફ્ટ થઈ ગયા. માનસાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ મલેશિયાની ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલમાંથી કર્યો. તે સ્કૂલમાં ઘણી બધી એક્ટિવિટીમાં ભાગ લેતી હતી. એ પછી ભારત પરત આવીને અભ્યાસ ચાલુ રાખ્યો. ગ્રેજ્યુએશન પછી એક કંપનીમાં કામ કરવા લાગી.

‘પ્રિયંકા ચોપરા મારી ઇન્સ્પિરેશન’
માનસા પ્રિયંકા ચોપરાને પોતાની પ્રેરણા માને છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તમામ બ્યૂટી ક્વીનમાં પ્રિયંકા ચોપરા મારી ઇન્સ્પિરેશન છે. તે એક્સપ્લોરર છે. એક્ટિંગ ઉપરાંત તેણે મ્યુઝિક, મૂવીઝ, સોશિયલ વર્ક, એન્ટ્રપ્રિનરશિપ અને અન્ય ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે.

સપનાને મિશનની જેમ જોયું
માનસાએ કહ્યું, ગયા વર્ષે મેં મિસ ઇન્ડિયા બનવાનું સપનું જોયું અને એ પછી હું એક મિશનની જેમ એની પાછળ પડી ગઈ. હું પોતાને વુમન ઓન મિશન માનું છું. મિસ ઇન્ડિયાની સફરમાં ઘણા બધા અનુભવ થયા. દેશના બાકી લોકોને મળી હું ઘણી ખુશ છું. એપ્લિકેશન સબ્મિટ કર્યા પછી મારો આત્મવિશ્વાસ વધ્યો. હું હંમેશાં મારું બેસ્ટ આપવામાં માનું છું.

મિસ ઈન્ડિયા નોર્મલ લાઈફ જીવવાનું પસંદ કરે છે
માનસા વારાણસી ભલે ‘મિસ ઈન્ડિયા’નો તાજ જીતી ગઈ, પણ તે પોતાની લાઈફ એકદમ નોર્મલ જીવવા ઈચ્છે છે. તેને બુક્સ વાંચવાનો ઘણો શોખ છે. માનસા તેની માતા, નાની અને નાની બહેનને પોતાની પ્રેરણા માને છે.

મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પણ 7 દિવસ સુધી લોકોથી દૂર રહેશે
ભારતનું ગૌરવ વધારનારી મિસ યુનિવર્સ હરનાઝ સંધુ ભારત તો આવી ગઈ છે, પણ કોરોનાના જોખમને ધ્યાનમાં રાખી તેને 7 દિવસ ક્વોરન્ટીન રાખી છે. તેનાં સેમ્પલ પણ લીધાં છે. આઠમા દિવસ રિપોર્ટ આવ્યા પછી જ તે અવર-જવર કરી શકશે. 7 દિવસ માટે તેણે સેલ્ફ મોનિટર પણ કરવું પડશે.