તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 160 Year Old Water Was Found, Its Taste Is Also Quite Different, Know Its Complete Information

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશ્ચર્યચકિત:160 વર્ષ જૂનું પાણી મળી આવ્યું, એનો સ્વાદ પણ એકદમ અલગ છે, જાણો એની સંપૂર્ણ જાણકારી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
એવું કહેવામાં આવી રહ્યું છે, એ પૃથ્વી પરનું અત્યારસુધીનું સૌથી જૂનામાં જૂનું પાણી છે. - Divya Bhaskar
એવું કહેવામાં આવી રહ્યું છે, એ પૃથ્વી પરનું અત્યારસુધીનું સૌથી જૂનામાં જૂનું પાણી છે.
  • એવું કહેવામાં આવી રહ્યું છે, એ પૃથ્વી પરનું અત્યારસુધીનું સૌથી જૂનામાં જૂનું પાણી છે

તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે કે દુનિયાનું સૌથી જૂનું પાણી શોધવામાં આવ્યું છે. આ પાણી 160 વર્ષ જૂનું છે. એને ટોરેન્ટો યુનિવર્સિટીના આઈસોટોપ જિયોકેમિસ્ટ્રીના ભૂ-રસાયણશાસ્ત્રી બાર્બરા શેરવૂડ લોલર દ્વારા શોધવામાં આવ્યું છે અને આ પાણી કેનેડા સાયન્સ એન્ડ ટેક્નોલોજી મ્યુઝિયમમાં સંભાળીને રાખવામાં આવ્યું છે. બાર્બરા શેરવૂડે પોતાની ટીમના બે સભ્યો દ્વારા કેનેડાની એક ખાણમાં પાણી જમા કરાવ્યું છે. ત્યાર બાદ તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં તપાસ માટે મોકલવામાં આવ્યું.

અત્યારસુધીનું સૌથી જૂનું પાણી
એવું કહેવામાં આવી રહ્યું છે એ પૃથ્વી પરનું અત્યારસુધીનું સૌથી જૂનામાં જૂનું પાણી છે. બાર્બરા જણાવે છે કે આ પાણીથી એ જાણી શકાય છે કે સૌરમંડળ અને અન્ય ગ્રહો પર જીવન ક્યારેય હતું કે નહીં. આ પાણીનો સ્વાદ એકદમ ખારો છે. એ સમુદ્રના પાણી કરતાં 10 ગણું વધારે ખારું છે. બાર્બરાએ જણાવ્યું કે આ પાણીમાંથી વાસ-દુર્ગંધ આવે છે. આ દુર્ગંધથી અમને ખબર પડી કે આ પાણી પથ્થરોની તિરાડ વચ્ચેથી આવેલું હોવું જોઈએ.

પાણીમાં એન્જિનિયમ નામનું એક તત્ત્વ છે
બાર્બરા શેરવૂડના જણાવ્યા પ્રમાણે, તે પહેલી વખત ટિમિન્સ 1992માં ગઈ હતી. ત્યારે તેણે કિડ ક્રિક ખાણની અંદર યાત્રા કરી હતી. 160 વર્ષ જૂના પાણીમાં એન્જિનિયમ નામનું એક તત્ત્વ પણ છે, એ સિવાય પાણીમાં કોમોલિથોટ્રોફિક માઈક્રોબ્સ પણ છે, જેને કારણે પાણીનો રંગ થોડો પીળો દેખાઈ રહ્યો છે. અત્યારે આ પાણીના સેમ્પલને ઓટાવાના કેનેડા સાયન્સ એન્ડ ટેક્નોલોજી મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે.

પાણીનું આ સેમ્પલ કેનેડાના ઓન્ટોરિયોથી ઉત્તરમાં આવેલા ટિમિન્સ નામની જગ્યાએ આવેલી ખાણમાંથી મળ્યું હતું. આ શોધ કિડ ક્રિકમાં માઈક્રોબિયલ લાઈફ હોવાનો સીધો પુરાવો આપે છે. બાર્બરાએ જણાવ્યું હતું કે આજે પણ કિડ ક્રીક ખાણમાં તાંબા અને ઝિંકનું ખાણકામ કરવામાં આવે છે. આ ખાણ લગભગ 3 કિલોમીટ જેટલી ઊંડી છે. કેટલીક જગ્યાએ વધારે ઊંડાઈ છે, પરંતુ એેને માપવામાં નથી આવી. આ ખાણની અંદર જવામાં લગભગ 1 કલાકનો સમય લાગે છે. ત્યાં જવા માટે બે માળના એલિવેટર અને ત્યાર બાદ 1.5 કિલોમીટર લાંબી બેટરી પાવર્ડ ટ્રેનમાં યાત્રા કરવી પડે છે. આ ટ્રેન 2377 મીટરની ઊંડાઈ સુધી દોડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો