• Gujarati News
  • Lifestyle
  • 15% Jump In India's Catering Market After Kovid, Hot Chaat And Cheela Counter Is Hit And Healthy

ઈડલી-ડોસાથી જાનૈયાઓનું સ્વાગત:કોરોના મહામારી પછી કેટરિંગ માર્કેટમાં 15% ઉછાળો, હેલ્થ-હાઇજીનની ડિમાન્ડ, લાઈવ કાઉન્ટર, હોમ મેડ કાઉન્ટર અને સાઉથ ઈન્ડિયન ફૂડનો ક્રેઝ વધ્યો

નિશા સિંહા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સીઝનમાં સમગ્ર દેશમાં 25 લાખ લગ્ન થવાની શક્યતા છે
  • બે વર્ષથી ઠપ પડેલી કેટરિંગ ઇન્ડસ્ટ્રીની ગાડી ફરી પાટે ચડી

મેરેજની પ્રથમ સીઝન 14 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે. કેટરિંગ બિઝનેસ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું, કોરોના પછી ઘણા બધા લોકોની ડિમાન્ડ બદલાઈ છે. અત્યારના મેરેજમાં દુલ્હા-દુલ્હનના પરિવારોની પ્રથમ ચોઈસ છે: લાઈવ કાઉન્ટર અને હોમ ફૂડ કાઉન્ટર

ઉત્તર ભારતના લગ્નમાં દક્ષિણ ભારતીય વાનગીઓ
કોરોના પછી લગ્નમાં પીરસવામાં આવતા ભોજનને લઈને દુલ્હા-દુલ્હનના પરિવાર ઘણા સચેત થઈ ગયા છે. ફેશન ડિઝાઇનર હિના રાયે પોતાને ત્યાં થતા દરેક લગ્નમાં હાઇજીનને સૌથી વધારે મહત્ત્વ આપ્યું છે. હિનાએ કહ્યું, અમારી ડિમાન્ડ હતી કે દરેક ટેબલ પર પાણીની બોટલ રાખવામાં આવે. લાઈવ કાઉન્ટર પર ગરમાગરમ ભોજન પિરસવામ આવે. હિનાએ સલાડને એટલું મહત્ત્વ ના આપ્યું કારણકે આ ઘણા સમય પહેલાં સમારીને મૂકવામાં આવે છે. બિહારની હિનાએ કહ્યું, મેં તાજા ભોજનને પ્રથમ પ્રાયોરિટી આપી. ગરમ ભોજન હોય તો ઇન્ફેક્શનના ચાન્સ ઓછા થઈ જાય છે.

ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ શહેરની મંજુ મિશ્રાને ત્યાં 20 ડિસેમ્બરે તેની નાની બહેનના લગ્ન છે. તેણે કહ્યું, અમે ફૂડની સાથે અન્ય એકવાત પર ભાર આપ્યો છે કે, કેટરર્સ માસ્કમાં હોય, તેમના હાથમાં ગ્લવ્ઝ હોય અને અતિથિ કાઉન્ટર પર જાય તો તેમને ગરમાગરમ ભોજન પીરસવામાં આવે. મંજુ મિશ્રા પોતે ટીચર છે. સાઉથ ઇન્ડિયન ફૂડને હેલ્ધી માનવામાં આવે છે આથી તેના માટે એક સ્પેશિયલ કાઉન્ટર રાખ્યું છે.

આ સીઝનમાં સમગ્ર દેશમાં 25 લાખ લગ્ન થવાની શક્યતા છે. મેરેજથી આશરે 3 લાખ કરોડ રૂપિયાથી વધારે બિઝનેસ થશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સન રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, માત્ર દિલ્હીમાં દોઢ લાખથી વધારે લગ્ન થવાનું અનુમાન છે. કોરોનાને લીધે છેલ્લા બે વર્ષથી કેટરિંગના બિઝનેસને ઘણું નુકસાન થયું છે. કોરોના પછી ચેલેન્જ પણ ઘણા વધી ગયા છે. પહેલાં ભોજન પીરસતા લોકો ઓછા રૂપિયામાં કામ કરતા હતા ક્યારે હવે તેઓ વધારે મહેનતાણું માગે છે.

હાઇજીન સાથે કોઈ સમાધાન નહીં
​​​​​​​દિલ્હીમાં છેલ્લા 30 વર્ષથી કેટરિંગ બિઝનેસ સાથે જોડાયેલા કરાંચી કેટરર્સના ગૌતમ ખેમાણીનું માનવું છે કે, કોરોના પછી લોકો સ્વાસ્થ્યની ચિંતા વધારે કરવા લાગ્યા છે. તેની અસર ભોજન પર પડી રહી છે. કોરોના પહેલાં બુફેની ડિમાન્ડ વધારે હતી જ્યારે હવે લાઈવ કાઉન્ટરની માગ છે. સાઉથ ઇન્ડિયન ફૂડની ખૂબ માગ છે અને હોમ ફૂડ કાઉન્ટરનો ક્રેઝ પણ વધ્યો છે.

કોરોના પછી સ્વાસ્થ્યને લઈને આવેલી જાગૃતતાના પરિણામે લગ્નમાં ઓલિવ ઓઇલમાંથી બનેલા ભોજનની ડિમાન્ડ વધવા લાગી છે. આ માટે ક્લાયન્ટ્સ વધારે રૂપિયા આપવા પણ તૈયાર છે.

કરાંચી કેટરર્સને પ્રીમિયમ ક્લાસના કસ્ટમર તરફથી લેબનાની ફૂડ્સના પણ ઓર્ડર મળ્યા છે. છેલ્લા બે વર્ષ પછી માર્કેટમાં તેજી આવતા કેટરિંગ સર્વિસ પ્રોવાઇડર્સ ખુશ છે. તેમનું માનવું છે કે, અમારે ભલે કસ્ટરમરની ડિમાન્ડને લીધે એડજસ્ટમેન્ટ કરવું પડે પણ અમે જૂના ક્લાયન્ટ્સને ખોવા માગતા નથી અને આજકાલના લગ્નની પહેલી ડિમાન્ડ છે હેલ્ધી ફૂડ.