તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્યાવરણ બચાવવાની પહેલ:14 વર્ષની વિનિશા ઉમાશંકરને ચિલ્ડ્રન ક્લાઈમેટ પ્રાઈઝ 2020 મળ્યું, રાષ્ટ્રીય બાલ શક્તિ પુરસ્કાર 2021 માટે પણ તેનું નામ શોર્ટલિસ્ટ કર્યું

6 દિવસ પહેલા

14 વર્ષની વિનિશા ઉમાશંકરે તિરૂવનામલઈની એક પ્રાઈવેટ સ્કૂલમાં 9માં ધોરણની સ્ટુડન્ટ છે. આ બાળકીને સોલર પેનલથી ચાલતા મોબાઈલ ઈસ્ત્રી બનાવવા માટે ચિલ્ડ્રન ક્લાઈમેટ પ્રાઈઝથી સન્માનિત કરી છે. તેની નામ 18 વર્ષથી ઓઅચી ઉંમરમાં વડાપ્રધાન તરફથી મળતા સન્માન રાષ્ટ્રીય બાળ શક્તિ પુરસ્કાર 2021 માટે પણ શોર્ટલિસ્ટ કરી છે.

વિનિશાને ચિલ્ડ્રન ક્લાઈમેટ પ્રાઈઝમાં 8.64 લાખ રૂપિયાની રકમ મળી. આ ઉપરાંત સ્વીડન આધારિત ચિલ્ડ્રન ક્લાઈમેટ ફાઉન્ડેશન તરફથી મેડલ પણ મળ્યો. તેને 18 નવેમ્બરે ડિજિટલ પ્રોગ્રામમાં આ અવોર્ડ મળ્યો. આ દુનિયાનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ક્લાઈમેટ અવોર્ડ છે જે દર વર્ષે યુવા ઈનોવેટર્સને આપવામાં આવે છે.

વિનિશાએ કહ્યું કે, હું જ્યાં રહું છું, ત્યાં મેં જોયું કે એક ઈસ્ત્રીવાળા ભાઈ લોકોની ઈસ્ત્રી કરવાનું કામ કરતા હતા. તેમની પત્ની પણ આ જ કામ કરે હે. તે બંને ઈસ્ત્રી માટે કાસ્ટ આયર્નના બોક્સમાં કોલસા ઉમેરી ઉપયોગ કરે છે. ઘણીવાર આ પરિવારે મારા પણ કપડાં પ્રેસ કર્યા છે. પ્રેસ પછી કોલસાને ઠંડા કરવા માટે ખુલ્લા મેદાનમાં ફેંકી દેતા હતા. એ પછી તેને કચરામાં ફેંકવામાં આવતા હતા. મારા ઘરની આજુ-બાજુ 6 લોકો છે જે આ કામ કરે છે.

આવા લોકોએ વિનિશાને વિચારવા માટે મજબૂર કરી કે એવું તો શું કરીએ કે આ કોલસાવાળી ઈસ્ત્રી ના વાપરવી પડે, કારણકે કોલસા પર્યાવરણને નુકસાન પહોચાડે છે. ગયા વર્ષે તેને ડૉ. એપીજે સ્બ્દુલ કલામ IGNITE અવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. વિનિશાએ આની પહેલાં સ્માર્ટ સીલિંગ ફેન પણ બનાવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો