તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 14 Year Old Avantika Kampani From Mumbai Launched 'Sikh', Through This Learning Program, She Teaches Parents About Children's Brain Development.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાની ઉંમરમાં મોટા વિચાર:14 વર્ષની અવંતિકાનો લર્નિંગ પ્રોગ્રામ ‘સીખ’, ન્યૂબોર્ન બેબીથી લઈને પાંચ વર્ષના બાળકોના બ્રેન ડેવલપમેન્ટ પર રિસર્ચ કરી તેમના માટે પ્રોગ્રામ બનાવ્યો

એક મહિનો પહેલા
  • તેણે મ્યુઝિક પર પણ રિસર્ચ કર્યું છે જેથી હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક બાળકોના માનસિક વિકાસમાં મદદ કરી શકે

મુંબઈની 14 વર્ષની અવંતિકા કંપાનીએ ડિઝાઈન કરેલો સીખ એક લર્નિંગ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ ન્યૂબોર્ન બેબીથી લઈને ત્રણ વર્ષ સુધીના બાળકોના પેરેન્ટ્સ માટે ડિઝાઈન કર્યો છે. તેને લર્નિંગ એક્સપર્ટ, ડૉક્ટર્સ અને સાઈકોલોજિસ્ટની મદદથી તૈયાર કર્યો છ. પ્રોગ્રામની શરુઆત વિશે અવંતિકાએ કહ્યું, મારી નાની કઝિન 6 મહિનાની હતી તે સમયથી મારા સાથે રહેતી હતી. તેને જોઇને મને લાગ્યું કે નાના બાળકોની દેખભાળ કરવી ઘણી જરૂરી છે. તે દિવસોમાં મેં એક ન્યૂબોર્ન બેબીથી લઈને પાંચ વર્ષના બાળકના બ્રેન ડેવલપમેન્ટ પર રિસર્ચ કર્યું. આ જ ઉંમરે બાળકનું મગજ ઝડપથી વિકસિત થાય છે. બાળકોના પેરેન્ટ્સને પણ ધ્યાન રાખવાની જરૂર છે. આ જ વિચારો સાથે મેં આન્ત્રપ્રિન્યોર અતીત સંઘવી, ગરિમા જિંદલ અને નમિતા થાપડ સાથે મળીને લર્નિંગ પ્રોગ્રામ સીખ ડેવલપ કર્યો.

અવંતિકાએ ગયા વર્ષે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. તેની મદદથી તે પેરેન્ટ્સને શીખવાડવા માગે છે કે બાળકના જન્મની સાથે જ તેના મગજ પર કેવી રીતે ફોકસ કરી શકાય. કોમ્પેક્ટ અને પોર્ટેબ સીખ બોક્સ કોઈ પણ જગ્યાએ લઇ જઈ શકાય છે. સીખના લોન્ચિંગ પછી તેના 200 યુનિટ અવંતિકાએ 999 રૂપિયામાં વેચ્યા. અવંતિકાને સંગીતનો પણ શોખ છે તેણે મ્યુઝિક પર પણ રિસર્ચ કર્યું છે જેથી હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક બાળકોના માનસિક વિકાસમાં મદદ કરી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો