તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલયમાં પ્રથમવાર 13 વર્ષની છોકરીને BAમાં એડમિશન આપ્યું છે.એરોડ્રમ વિસ્તારમાં રહેતી તનિષ્કા સાઈકોલોજીમાં BA કરશે. જો કે, કોરોનાને લીધે થોડા સમય પહેલાં મૃત્યુ પામેલા પિતાનું સપનું પૂરું કરવા LLBમાં એડમિશન માગ્યું હતું પણ તેને પરમિશન ના મળી. આની પહેલાં તે 12 વર્ષની ઉંમરે 12મું ધોરણ પાસ કરી એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને 11 વર્ષની ઉંમરે ધોરણ 10 પાસ કરીને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ચૂકી છે. તનિષ્કા આંખો પર પટ્ટી બાંધીને પણ લખી અને વાંચી શકે છે.
કોલેજમાં પૂછ્યું, શું 1 વર્ષની ઉંમરે ભણવાનું શરુ કર્યું હતું?
અઢી વર્ષની ઉંમરમાં નર્સરી શરુ કરી સાડા આઠ વર્ષની ઉંમર સુધી તનિષ્કાએ પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. એ પછી સ્કૂલિંગ શરુ કર્યું. 11 વર્ષની ઉંમરે વિશેષ પરવાનગી લઇને માલવા કન્યા સ્કૂલમાંથી ધોરણ 10ની પરીક્ષા આપી. તેમાં ફર્સ્ટ ક્લાસ પાસ થઈ. બીજા વર્ષે તેણે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી. કોલેજમાં એડમિશન વખતે તેનો રેકોર્ડ જોઇને પૂછ્યું, શું તમે 1 વર્ષની ઉંમરે ભણવાનું શરુ કર્યું હતું? ત્યારબાદ પરમિશન મળી જતા તેને એડમિશન મળ્યું.
કોરોનાને લીધે મૃત્યુ પામેલા પિતાનું સપનું પૂરું કરવું છે
કોરોના વાઈરસને લીધે તનિષ્કાના પિતા સુજીતનું નિધન થયું. હવે તે પિતાનું સપનું પૂરું કરવા જજ બનવા માગે છે. નાની ઉંમરે કોલેજ અભ્યાસ શરુ કરવો તે મારું સપનું નથી, પિતાએ મને વિશેષ અનુમતિ અપાવવા ઘણી મહેનત કરી. જો મને BA LLBમાં એડમિશન મળે છે તો હું 10 ગણી વધારે મહેનત કરીશ. માતા અનુભાએ કહ્યું કે, હવે હું તનિષ્કાને LLBમાં એડમિશન અપાવવા શક્ય એટલા તમામ પ્રયત્નો કરીશ.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.