• Gujarati News
  • Lifestyle
  • 13 year old Girl Gets Rich Due To A 'puffy Chip', Gets A Prize Of Rs 15 Lakh Sitting At Home

ઓસ્ટ્રેલિયા:એક 'પફી ચિપ'ને કારણે 13 વર્ષીય કિશોરી માલામાલ થઈ ગઈ, ઘરે બેઠાં 15 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયાની રેલી સ્ટુઆર્ટે ડોર્ટિસ કંપનીની પફી ચિપ હરાજીમાં મૂકી હતી
  • કિશોરીની આન્ત્રપ્રેન્યોરશિપ જોઈ કંપની પ્રભાવિત થતાં તેને ઈનામ આપ્યું

ઓસ્ટ્રેલિયાની એક કિશોરી રાતોરાત માલામાલ બની ગઈ. ન તો તેને કોઈ લોટરી લાગી ન તો કોઈ જૂનો કોઈ ખજાનો મળ્યો, પરંતુ નાસ્તાની એક ચિપથી તે લાખોમાં રમતી થઈ ગઈ. રેલી સ્ટુઆર્ટ નામની 13 વર્ષીય કિશોરી Doritos (ડોર્ટિસ) ચિપ્સ એન્જોય કરી રહી હતી તેમાંથી એક ચિપ તેને યુનિક જણાતા તેણે હરાજી કરવાનો વિચાર આવ્યો. હરાજીમાં મૂક્યા બાદ તેને કોઈ બાયર્સે પૈસા આપવાની ઈચ્છા ન દર્શાવતા ડોર્ટિસ કંપનીએ જ તેને ઈનામ આપવાની જાહેરાત કરી. કંપનીએ રેર ચિપ શોધવા માટે આ કિશોરીને $20,000 (આશરે 15 લાખ રૂપિયા)નું ઈનામ આપ્યું.

રેલી સ્ટુઆર્ટ ડોર્ટિસ ચિપ્સ એન્જોય કરી રહી હતી. સામાન્ય રીતે આ ચિપ્સ ચપટી આવે છે પરંતુ અચાનક તેને પેકેટમાં એક પફી અર્થાત ફૂલેલી ચિપ દેખાઈ. આ ચિપ તેને એટલી યુનિક લાગી કે તેણે ચિપની હરાજી કરવાનો વિચાર આવ્યો. આ ચિપ તેણે ebay પર હરાજી માટે મૂકી હતી.

ડોર્ટિસના પેકેટમાં રહેલી 'પફી ચિપ'
ડોર્ટિસના પેકેટમાં રહેલી 'પફી ચિપ'

રેલીએ eBay પર ઓનલાઈન હરાજીમાં એક ચિપની $0.99 (આશરે 73 રૂપિયા) કિંમત લગાવી. એક જ કલાકમાં ચિપની કિંમત $10,000 (આશરે 7.47 લાખ) રૂપિયા સુધી પહોંચી ગઈ. ઓનલાઈન હરાજીમાં છેલ્લે $100000ની બોલી બોલાઈ. જોકે બોલી લગાવનાર કોઈ બાયર્સે પૈસા આપવાની ઈચ્છા વ્યક્ત કરી નહિ. આ જોઈ ચિપ્સ બનાવનાર કંપની ડોર્ટિસે રેલીને ઈનામ આપવાની જાહેરાત કરી.

ડોર્ટિસની ચીફ માર્કેટિંગ ઓફિસર વંદિતા પાંડેયે કહ્યું કે, કંપનીને રેલીની પફી ચિપની સ્ટોરી ગમી ગઈ. રેલીની આન્ત્રપ્રેન્યોરશિપ જોઈને કંપની પ્રભાવિત થઈ. તેથી કંપનીએ નક્કી કર્યું કે ડોર્ટિસ પ્રત્યેના પ્રેમ માટે રેલીને અલગ રીતે ઈનામ આપવામાં આવે.

પફી ચિપ હરાજીમાં મુકનાર રેલી સ્ટુઆર્ટ
પફી ચિપ હરાજીમાં મુકનાર રેલી સ્ટુઆર્ટ

હરાજીના પૈસા રેલીના પપ્પા લેશે
રેલીએ ભલે ચિપ હરાજીમાં મૂકી પૈસા મેળવ્યા હોય પરંતુ તેના પપ્પાનં કહેવું છે કે ચિપનું પેકેટ તેમણે ખરીદ્યું હતું તેથી હરાજીના પૈસા તેમને મળવા જોઈએ. જોકે રેલીને આશા છે કે આ તમામ પૈસા તેના પોકેટમાં જાય.

અન્ય સમાચારો પણ છે...