• Gujarati News
  • Lifestyle
  • 13 Women Die Every Day Due To Unsafe Abortion In India Without Making A Mistake By Watching Youtube

અનસેફ અબોર્શન બનશે જીવલેણ:યુટ્યુબ જોઇને અબોર્શન કરવાની ભૂલ ન કરતા, ભારતમાં અસુરક્ષિત ગર્ભપાતથી દરરોજ 13 મહિલાઓ જીવ ગુમાવે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં દર વર્ષે 1.5 કરોડ અનિચ્છિત પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવામાં આવે છે અનસેફ અબોર્શન પાછળ મોટાં કારણોમાં દહેજ પ્રથા અને ગેરકાયદે સેન્ટર પણ આવાં અબોર્શન પછી માતા બનવામાં આવે છે સમસ્યા, ડિપ્રેશન પણ ઘર કરી જાય છે

તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાગપુરમાં એક મહિલાએ યુટ્યુબ પર વીડિયો જોઇને જાતે જ અબોર્શન કરી લીધું. ગર્ભ કાઢવાના પ્રયાસમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ખરેખર, આજકાલ માત્ર સ્ત્રીઓ જ નહીં પણ પુરુષોમાં પણ યુટ્યુબ જોઈને જ્ઞાન વધારવાનું ચલણ વધી ગયું છે. નાગપુરની મહિલાના પ્રેમીએ યુટ્યુબ વીડિયો મોકલીને તેને આવું કરવાની સલાહ આપી હતી. નિષ્ણાતોના મતે, જ્યારે દેશમાં ગર્ભપાત કાયદેસર છે ત્યારે મહિલાઓએ અસુરક્ષિત ગર્ભપાત જેવું મોટું પગલું ન ભરવું જોઈએ. આને કારણે તેમનો જીવન જવાનું જોખમ રહે છે અને તેમને પાછળથી પરિણામ ભોગવવું પડી શકે છે. આ એટલો ખતરનાક ટ્રેન્ડ છે કે અનેક અભ્યાસોમાં જણાવ્યા અનુસાર, દેશમાં દરરોજ 13 મહિલાઓ અસુરક્ષિત ગર્ભપાતને કારણે પોતાનો જીવ ગુમાવે છે.

80% મહિલાઓને તો જાણ જ નથી કે દેશમાં અબોર્શન લીગલ છે
ધ લેન્સેટ ગ્લોબલ હેલ્થ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં જણાવ્યાનુસાર, દેશમાં દર વર્ષે આશરે 1.56 કરોડ અનિચ્છનીય પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવામાં આવે છે. તેમજ, જો આપણે વિશ્વની વાત કરીએ, તો આ આંકડો 7.3 કરોડ છે. દેશમાં 81 ટકા મહિલાઓ એવી છે કે તેઓ હોસ્પિટલમાં જવાને બદલે ઘરે રહીને દવાઓ લે છે. ઘણા રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે, 80 ટકા મહિલાઓને ખબર પણ નથી હોતી કે આપણા દેશમાં ગર્ભપાત કાયદેસર છે.

પ્રેશન જેવી અન્ય બીમારીઓ પણ ઘર કરી જાય છે
પ્રેશન જેવી અન્ય બીમારીઓ પણ ઘર કરી જાય છે

અનસેફ અબોર્શન એટલે શું? દેશમાં મેટરનલ ડેથ છે ત્રીજું મોટું કારણ
કોઈ વ્યક્તિ જેને ગર્ભપાત કરતા ન આવડતું હોય અને તે તેના માટે મિનિમમ મેડિકલ સ્ટાન્ડર્ડને પૂર્ણ ન કરે તો તેના દ્વારા કરવામાં આવતો ગર્ભપાત અસુરક્ષિત છે. આવા ગર્ભપાતમાં તે સ્ત્રીનું જીવન જોખમમાં મૂકાઈ જાય છે. કેટલીકવાર આ માટે જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત તેઓ અનિચ્છિત ગર્ભાવસ્થાને ટર્મિનેટ કરવા માટે ચોક્કસ દવાઓ પણ જાણતા નથી હોતા. ક્યારેક એટલું લોહી વહી જાય છે કે સ્ત્રી આઘાતમાં સરી પડે છે અથવા તે મરી જાય છે. દેશમાં અસુરક્ષિત ગર્ભપાત માતાના મૃત્યુનું ત્રીજું મોટું કારણ છે. તે પછીના જીવનમાં પણ અસર કરે છે. ક્યારેક ડિપ્રેશન જેવી અન્ય બીમારીઓ પણ ઘર કરી જાય છે અને ક્યારેક પછી માતા બનવું પણ મુશ્કેલ બની જાય છે.

અવેરનેસ ન હોવાથી અબોર્શનને કરૂણ રીતે અંજામ અપાય છે
રિસર્ચમાં જણાવ્યા મુજબ, દેશમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ, 1971 અમલમાં આવ્યા છતાં મોટી સંખ્યામાં અનસેફ અબોર્શનનું ચલણ વધી રહ્યું છે. 3 કરોડ અબોર્શન મેડિકલ દ્વારા થઈ રહ્યાં છે. જ્યારે લગભગ 22 લાખ અબોર્શન સર્જરીથી કરવામાં આવી રહ્યાં છે. તેમજ. આશરે 8 લાખ અબોર્શન અસુરક્ષિત પદ્ધતિથી થઈ રહ્યાં છે. આની પાછળ મોટી સંખ્યામાં લોકોમાં જાગૃતિની ઊણપ છે.

દેશમાં શા માટે અનસેફ અબોર્શનનું પ્રમાણ વધી રહ્યું છે?
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના ગાયનેકોલોજિસ્ટ ડો.અરુણકુમાર સિંહ કહે છે કે અસુરક્ષિત ગર્ભપાત પાછળ ઘણા કારણો છે. દાખલા તરીકે, આપણા સમાજમાં તેના વિશે બહુ જાગૃતિ નથી. બીજું ગર્ભનિરોધકનો ઉપયોગ ન કરવો, બળજબરીથી સંબંધ બાંધવો અથવા રેપ. આપણા સમાજમાં લગ્ન પહેલાં ગર્ભાવસ્થાને ખોટી રીતે જોવામાં આવે છે. આ કારણે પણ અસુરક્ષિત ગર્ભપાતના કિસ્સાઓ વધી રહ્યા છે. અસુરક્ષિત ગર્ભપાત કરાવનાર મોટાભાગની મહિલાઓની ઉંમર 15-49 વર્ષની વચ્ચે છે. આ સિવાય, દહેજ આપવું ન પડે તે માટે પણ ગર્ભપાત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, આવા ઘણા કેન્દ્રો ગેરકાયદે ચાલી રહ્યા છે, જે અનસેફ અબોર્શન કરી આપે છે.

છોકરાની ઇચ્છામાં વર્ષ 2030 સુધી 68 લાખ ઓછી છેકરીઓનો જન્મ થયો હોવાનો અંદાજ છે
છોકરાની ઇચ્છામાં વર્ષ 2030 સુધી 68 લાખ ઓછી છેકરીઓનો જન્મ થયો હોવાનો અંદાજ છે

હજી પણ જાતિ ભેદભાવ અબોર્શનનું મોટું કારણ
દેશમાં હજી પણ છોકરીને બદલે છોકરાની ઇચ્છાને કારણે પણ અનસેફ અબોર્શન થઈ રહ્યાં છે. એક રિપોર્ટમાં જણાવ્યાનુસાર, છોકરાની ઇચ્છામાં વર્ષ 2030 સુધી 68 લાખ ઓછી છેકરીઓનો જન્મ થયો હોવાનો અંદાજ છે. એવું પણ કહેવામાં આવે છે કે, વર્ષ 1990 પછી અત્યાર સુધી આશરે 1 કરોડ છોકરીઓનું ગેરકાયદે અબોર્શન કરાવવામાં આવ્યું છે. દર વર્ષે આશરે 1 લાખ ગર્ભ એટલે અબોર્ટ કરવામાં આવે છે કારણ કે તેઓ ફીમેલ હતાં.

સેફ અબોર્શન એટલે શું અને તેના કાયદા શું છે?
દેશમાં અત્યારે 20 અઠવાડિયાં સુધીની પ્રેગ્નન્સી ટર્મિનેટ કરી શકાય છે. કેન્દ્ર સરકાર મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી બિલ, 2020 લઇને આવી રહી છે. જેમાં જણાવ્યાનુસાર, અબોર્શનનો સમયગાળો 24 અઠવાડિયાં સુધી વધારી શકાય છે. તેની પાછળ પણ સરત એ છે કે આવી પ્રેગ્નનન્સી પાછળ રેપ અથવા કોન્ટ્રાસેપ્ટિવ ફેલ્યોર અથવા ફીમેલમાં કોઈ પ્રકારની ખામી હોય અથવા અનિચ્છનીય પ્રેગ્નન્સીથી માતાનાં શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડતી હોય. સેક્સ સિલેક્શન ગુનો છે. અબોર્શન કોઈ લાયસન્સ પ્રાપ્ત ક્લિનિક અથવા હોસ્પિટલમાં જ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...