તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Single Mango Tree Bears 121 Varieties Of Fruit In UP’s Saharanpur, Experimented 5 Years Ago

અનોખો આંબો:ઉત્તર પ્રદેશના સહારનપુરના એક આંબા પર એક સાથે 121 કેરીની વેરાયટી ઊગે છે, 5 વર્ષ પહેલાં એક્સપરિમેન્ટ કરાયો હતો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરાહનપુર જિલ્લાના હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટે એક એક્સપરિમેન્ટ્સમાં આંબા પર 121 કેરીની વેરાયટી ઉગાડી
  • એક જ આંબો દશેરી, રામકેલા, આમ્રપાલી, સહારનપુર અરુણ, સહારનપુર વરુણ, સ્મિથ સહિતની વિવિધ વેરાયટી આપે છે

કેરીની અનેકો પ્રજાતિ આપણા દેશમાં ઉપલબ્ધ છે. ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં આવેલો એક આંબો અલગ જ તરી આવે છે. આ આંબે એક સાથે 121 કેરીની પ્રજાતિ ઊગે છે. હાલ આ આંબો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

જોકે આ કોઈ કુદરતની કમાલ નથી. સહારનપુર જિલ્લાનો આ આંબો જિલ્લાના હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટનો એક એક્સપરિમેન્ટ છે. 5 વર્ષ પહેલાં એક જ વૃક્ષ પર અલગ અલગ વેરાયટીની કેરી ઉગાડવા માટેના પ્રયાસમાં એક્સપરિમેન્ટ થયો હતો.

સહારનપુરના હોર્ટિકલ્ચર એન્ડ ટ્રેનિંગ સેન્ટરના જોઈન્ટ ડાયરેક્ટર ભાનુ પ્રકાશ રામના જણાવ્યા પ્રમાણે આ યુનિક એક્સપરિમેન્ટનો હેતુ કેરીની નવી પ્રજાતિ પર રિસર્ચ કરવાનો છે. સહારનપુર કેરીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે.

5 વર્ષ પહેલાં એક્સપરિમેન્ટ કરાયો હતો

5 વર્ષ પહેલાં આંબા પર એક સાથે 121 વેરાયટીના કેરીની ડાળખીઓ જોડવામાં આવી હતી. રિસર્ચમાં 10 વર્ષ જૂના આંબાની પસંદગી કરાઈ હતી. આ અનોખા આંબા પર એક જ સાથે હવે દશેરી, રામકેલા, આમ્રપાલી, સહારનપુર અરુણ, સહારનપુર વરુણ, સહારનપુર સૌરભ, સહારનપુર રાજીવ, લખનઉ સફેદા, પુસા સૂર્ય, કાલ્મી મલ્દા, સ્મિથ સહિતની કુલ 121 વેરાયટીની કેરી ઊગે છે.

મેંગો મેન ઓફ ધ ઈન્ડિયા

એક જ વૃક્ષ પર અલગ અલગ જાતની કેરી ઉગાડવાનો આ કોઈ પ્રથમ એક્સપરિમેન્ટ નથી. આ પહેલાં ઉત્તર પ્રદેશના હાજી કલીમુલ્લાહ ખાને એક જ વૃક્ષ પર 300 જાતની કેરી ઉગાડી હતી. તેઓ 'મેંગો મેન ઓફ ઈન્ડિયા'ના નામથી જાણીતા છે. તેમના આ કામ માટે વર્ષ 2008માં તેમને પદ્મ શ્રી અવોર્ડથી સમ્માનિત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...