તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્ય પ્રદેશ:30 વર્ષીય વ્યક્તિને જંગલમાંથી સાગનાં બે વૃક્ષ કાપવાની સજા બદલ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટે 1.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં પ્રથમવાર આવો કેસ આવ્યો છે - Divya Bhaskar
રાજ્યમાં પ્રથમવાર આવો કેસ આવ્યો છે
  • 5 જાન્યુઆરીના રોજ તે સિન્ગોરી સેન્ચ્યુરીમાં સાગનું વૃક્ષ જમીનદોસ્ત કરતા પકડાઈ ગયો હત
  • 26 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી

મધ્ય પ્રદેશમાં 30 વર્ષીય વ્યક્તિએ સાગના 2 ઝાડ કાપવા બદલ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટે 1.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાયસેન જીલ્લાના જંગલ વિસ્તારમાંથી વૃક્ષ કાપવાની મોટી સજા મળી છે.

30 વર્ષીય છોટેલાલ ભિલાલા રાયસેન જીલ્લાના સિલ્વાની ગામમાં રહે છે. 5 જાન્યુઆરીના રોજ તે સિન્ગોરી સેન્ચ્યુરીમાં સાગનું વૃક્ષ જમીનદોસ્ત કરતા પકડાઈ ગયો હતો. એ પછી 26 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

એક વૃક્ષની કિંમત કેટલી?
ફોરેસ્ટ રેન્જર મહેન્દ્ર સિંહે આ કેસ વિશે જણાવ્યું, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ અને એજ્યુકેશન પ્રમાણે, એક વૃક્ષ 50 વર્ષ સુધી 52 લાખ રૂપિયાનો નફો કરાવે છે. તેમાં 11.97 લાખ રૂપિયાનો ઓક્સિજન અપ્લાય, 23.68 લાખ રૂપિયાનું એર પોલ્યુશન કંટ્રોલિંગ, 19 લાખ જમીન ધોવાણ અને 4 લાખ રૂપિયાનું વોટર ફિલ્ટરેશન સામેલ છે. જ્યાં સુધી વૃક્ષ જમીન સાથે જોડાયેલું રહે છે, તેના આયુષ્ય દરમિયાન તે આપણને 60 લાખ રૂપિયાનો ફાયદો કરાવે છે. આ બધી ગણતરીને ધ્યાનમાં રાખીને છોટે લાલના દંડની રકમ નક્કી કરી છે.

ફેબ્રુઆરી મહિનામાં એક્સપર્ટ કમિટીએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું, વૃક્ષની કિંમત નક્કી કરવા તેના આયુષ્ય સાથે74,500 રૂપિયાનો ગુણાકાર કરવો.

ઘર બનાવવા વૃક્ષ કાપ્યું હતું
મહેન્દ્ર સિંહે કહ્યું, છોટેલાલ એક અપરાધી છે અને લોકલ લોકોએ દાવો કર્યો છે કે, છોટેલાલ ગેરકાયદેસર વૃક્ષ કાપીને ફર્નીચરની દુકાનોમાં વેચી આવે છે. છોટેલાલનો બચાવ કરતા તેના કાકાએ કહ્યું, અમે લોકો જંગલ વિસ્તારમાં આવેલા ગામમાં રહીએ છીએ. મોટા વૃક્ષોથી અમે ઘર બનાવીએ છીએ. અમારા પણ ખોટા આરોપ મૂક્યા છે.

રાજ્યમાં પ્રથમવાર આવો કેસ
ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટમાં એડવોકેટ અને એક્સપર્ટ બીએલ ગુપ્તાએ કહ્યું, ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ પ્રમાણે, ગેરકાયદેસર વૃક્ષ કાપવા બદલ 500 રૂપિયાનો દંડ અને 6 મહિના જેલની સજાની જોગવાઈ કરેલી છે. પણ ચાર્જ-શીટ સ્ટડી કર્યા પછી છોટેલાલને આટલો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસ દિવસેને દિવસે રસપ્રદ બની રહ્યો છે.

મધ્ય પ્રદેશ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના ચીફ કન્ઝર્વેટર રાજેશ શ્રીવાસ્તવે કહ્યું, મેં ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર પાસે રાયસનનો રિપોર્ટ મોકલવા કહ્યું છે, કારણકે રાજ્યમાં આવો કેસ પ્રથમવાર આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો