તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેરળ:12 વર્ષનો છોકરો યુટ્યુબ પર વીડિયો જોઈ કેરોસીન અને દીવાસળીથી હેર સ્ટ્રેટ કરવા જતા મોતને ભેટ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા - Divya Bhaskar
મૃતકે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
  • સાતમા ધોરણમાં ભણતા શિવનારાયરનનાં ઘરે દાદી એકલા હતા ત્યારે તેણે અખતરો કર્યો
  • વાળ પર કેરોસીન લગાવી તેની પર દીવાસળી ફેરવતા આગ પકડાઈ ગઈ

ઘણા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પરથી કંઇક નવું શીખવા મથતા હોય છે. યુઝર્સ વીડિયો જોઇને પોતે પણ ટ્રાય કરે છે, પણ કેરળમાં 12 વર્ષના છોકરાએ યુટ્યુબ વીડિયો જોઇને અખતરો કરતા જીવ ગુમાવવાનો વારો આવ્યો. 12 વર્ષના છોકરાએ વીડિયોમાં જોયું કે કેરોસીન અને માચિસનાં ઉપયોગથી હેર સ્ટ્રેટ થાય છે. તેણે ઘરે ટ્રાય કર્યો અને જીવ ગુમાવ્યો.

તિરુવનંતપુરમમાં સાતમા ધોરણમાં ભણતા મૃતકનું નામ શિવનારાયરન હતું. યુટ્યુબ પર વીડિયો જોઇને તેણે મંગળવારે પોતાના વાળ પર કેરોસીન લગાવ્યું અને પછી મેચબોક્સ લઈને દીવાસળી સળગાવી હેર સ્ટ્રેટ કરવા મંડી પડ્યો, જોતજોતામાં માચિસ અને કેરોસીન ભેગું થતા આગ પકડાઈ ગઈ. દાઝેલી હાલતમાં તેને હોસ્પિટલ લઇ ગયા પણ ત્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા.

મૃતક શિવનારાયરન
મૃતક શિવનારાયરન

પોલીસે કહ્યું, મૃતક આખો દિવસ સોશિયલ મીડિયા પર રચ્યો-પચ્યો રહેતો હતો. આ ઘટના બની ત્યારે તેના ઘરે માત્ર દાદી જ હાજર હતા. થોડો સમય થતા દાદીએ જોયું તો તે બાથરૂમમાં ફ્લોર પર ઢળેલો પડ્યો હતો.

ઘણા પ્રોફેશનલ વાળંદ હેર કટિંગ અને સ્ટાઈલિંગમાં આગનો ઉપયોગ કરે છે
ઘણા પ્રોફેશનલ વાળંદ હેર કટિંગ અને સ્ટાઈલિંગમાં આગનો ઉપયોગ કરે છે

યુટ્યુબ પણ ઘણા વીડિયો અવેલેબલ છે, જેમાં આગથી હેર સ્ટ્રેટ થઈ જાય છે. ઘણા યુઝર્સને એવું લાગતું હોય કે ઘરે પણ આ રીતે થઈ જશે, પણ એક નાનકડી ભૂલથી શિવનારાયરનની જેમ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો